Sunday, September 8, 2024
More
    હોમપેજક્રાઈમ32 વર્ષીય સરસ્વતીના કરવતથી ટુકડા કરી પ્રેશર કૂકરમાં ઉકાળ્યા, મુંબઇનો ભયાનક કિસ્સો:...

    32 વર્ષીય સરસ્વતીના કરવતથી ટુકડા કરી પ્રેશર કૂકરમાં ઉકાળ્યા, મુંબઇનો ભયાનક કિસ્સો: આફતાબની પદ્ધતિ જોઈને લિવ-ઈન પાર્ટનરએ બનાવ્યો હત્યાનો પ્લાન

    હત્યા બાદ મનોજ એક ઝાડ કાપવાની કરવત ખરીદીને લાવ્યો હતો. જેના વડે તેણે મૃતદેહના ટુકડા કરી નાખ્યા. આ ટુકડાને પ્રેશર કૂકરમાં ઉકાળ્યા પછી, તેને સ્ટોરેજ માટે પ્લાસ્ટિકની થેલીમાં ભર્યા. પોલીસને ઘટનાસ્થળેથી મહિલાના મૃતદેહના 12-13 ટુકડા મળી આવ્યા છે.

    - Advertisement -

    મુંબઈમાં એક 32 વર્ષીય મહિલાની તેના જ લિવ-ઈન પાર્ટનર દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. મૃતકની ઓળખ સરસ્વતી વૈદ્ય તરીકે થઈ છે. આરોપી લિવ-ઈન પાર્ટનર 56 વર્ષીય મનોજ સાહની છે. અહેવાલો અનુસાર મુંબઈમાં સરસ્વતીની હત્યા ગળુ દબાવીને કરવામાં આવી હતી. બાદમાં કરવત વડે તેના મૃતદેહના ટુકડા કરવામાં આવ્યા હતા. પછી તેને પ્રેશર કૂકરમાં ઉકાળ્યા બાદ, આરોપીએ કૂતરાઓને કેટલાક ટુકડા ખવડાવ્યા અને કેટલાક ટોઇલેટમાં ફ્લશ કર્યા હતા.

    નયા નગર પોલીસે મુંબઈમાં સરસ્વતીની હત્યા કરવાના આરોપમાં મનોજ સાહનીની ધરપકડ કરી છે. મૃતક અને આરોપીઓ લગભગ પાંચ વર્ષથી મીરા રોડ પર એક ફ્લેટમાં ભાડેથી રહેતા હતા. અહેવાલો અનુસાર, હત્યાનો ખુલાસો ત્યારે થયો જ્યારે પડોશીઓએ ફ્લેટમાંથી દુર્ગંધ આવવા અંગે પોલીસને જાણ કરી. જ્યારે પોલીસે આકાશદીપ બિલ્ડિંગની જે વિંગમાં સ્થિત આ ફ્લેટનો દરવાજો ખોલ્યો ત્યારે સાહની અંદર હતો. પોલીસને એક રૂમમાંથી શરીરના અંગો પણ મળ્યા હતા.

    ન્યૂઝ એજન્સી ANIએ પોલીસને ટાંકીને જણાવ્યું કે સરસ્વતીની ત્રણ-ચાર દિવસ પહેલા હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ મનોજ એક ઝાડ કાપવાની કરવત ખરીદીને લાવ્યો હતો. જેના વડે તેણે મૃતદેહના ટુકડા કરી નાખ્યા. આ ટુકડાને પ્રેશર કૂકરમાં ઉકાળ્યા પછી, તેને સ્ટોરેજ માટે પ્લાસ્ટિકની થેલીમાં ભર્યા. પોલીસને ઘટનાસ્થળેથી મહિલાના મૃતદેહના 12-13 ટુકડા મળી આવ્યા છે.

    - Advertisement -

    NBTએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે મૃતદેહના ટુકડાને ઉકાળ્યા બાદ સાહની તેને પીસીને શૌચાલયમાં ફ્લશ કરતો હતો. બીજી બાજુ, કેટલાક લોકો દાવો કરે છે કે ઉકાળ્યા પછી, ટુકડાઓ કૂતરાઓને ખવડાવવામાં આવ્યા હતા. પોલીસને મૃતદેહના જે ટુકડા મળ્યા છે સાહનીએ તેને સરસ્વતીના પગનો ભાગ ગણાવ્યા છે. કહેવાય છે કે તે ત્રણ દિવસથી મૃતદેહના ટુકડા કરી રહ્યો હતો. હત્યાનું કારણ હાલ સ્પષ્ટ થયું નથી. પોલીસે મૃતદેહના ટુકડા કરવા માટે વપરાયેલ કરવત કબજે કરી છે.

    મનોજ સાહની રેશન ઓફિસમાં કામ કરે છે. લગભગ 5 વર્ષ પહેલા અહમદનગરની રહેવાસી સરસ્વતી સાથે તેની મુલાકાત અહીં થઈ હતી. આ પછી બંને એક કપલની જેમ રહેવા લાગ્યા. પોલીસના જણાવ્યા અનુસાર, શ્રદ્ધા વોકરની હત્યા જોઈને સાહનીએ અનાથ સરસ્વતીની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. શ્રદ્ધાની હત્યા બાદ તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ લાશના ટુકડા કરીને દિલ્હીના જંગલોમાં ફેંકી દીધા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં