Wednesday, September 18, 2024
More
    હોમપેજદેશ‘ઊઠીને જોયું તો તે મારો રેપ કરી રહ્યો હતો’: ‘ઇન્સ્ટાગ્રામ મિત્ર’ સાથે...

    ‘ઊઠીને જોયું તો તે મારો રેપ કરી રહ્યો હતો’: ‘ઇન્સ્ટાગ્રામ મિત્ર’ સાથે પાર્ટી કરવા ગયેલી 21 વર્ષીય યુવતી સાથે બળાત્કાર થયો હોવાની ફરિયાદ, પોતે જ સોશિયલ મીડિયા પર જણાવી આપવીતી

    યુવતીએ જણાવ્યા અનુસાર આરોપી વિરુદ્ધ 376 (બળાત્કાર) અને 323 (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી) જેવી કલમો અંતર્ગત ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ મુંબઈ પોલીસે પણ તેની આ પોસ્ટ ઉપર જવાબ આપ્યો છે અને કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.

    - Advertisement -

    સોશિયલ મીડિયાના માધ્યમથી ગુનાખોરી વધવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. બળાત્કારથી લઈને હત્યાઓ સુધીના કેટલાક કિસ્સાઓમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મહત્વનું પાસું રહ્યાં છે. આવો જ એક કિસ્સો મુંબઈથી સામે આવ્યો છે. મુંબઈમાં ‘ઈન્સ્ટાગ્રામ મિત્ર’ સાથે નાઈટ આઉટ અને ડ્રિન્ક પાર્ટી કરવા જનારી 21 વર્ષીય યુવતીનો બળાત્કાર થયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ માહિતી પીડિતાએ પોતે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આપી છે. તેનો દાવો છે કે તેના ઈન્સ્ટાગ્રામ મિત્રએ તેને માદક પદાર્થ ખવડાવીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

    પીડિતાએ પોતે જ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને પોતાની સાથે થયેલા બળાત્કારની માહિતી આપી હતી. તે લખે છે કે, “હું મુંબઈમાં રહેતી 21 વર્ષીય યુવતી છું અને આ મારી કહાણી છે. જે યુવક સાથે હું ઈન્સ્ટાગ્રામ પર વાત કરતી હતી તેની સાથે રાત્રે ફરવા જવાનો મેં નિર્ણય કર્યો હતો. મને હતું કે તે એક ખુશનુમા રાત હશે પણ તે મારા જીવનનો સૌથી કડવો અનુભવ બની ગયો. હું અને મારો મિત્ર શહેરમાં ડ્રિન્ક પાર્ટી કરવા નીકળ્યાં હતાં. એક જગ્યાએ તેના કેટલાક મિત્રોને મળીને અમે બાસ્ટિયન તરફ રવાના થયાં.”

    મારી આંખ ખુલી ત્યારે તે મારો બળાત્કાર કરી રહ્યો હતો

    યુવતી આગળ લખે છે કે ત્યાં જઈને ટકીલા (દારુ)ના શોટ લીધા બાદ તેને નશો થઇ ગયો હતો. તેને પાર્ટીમાં ચિંતા અને એકલું લાગવા લાગ્યું હતું. પીડિતાના મિત્રએ આગ્રહ કરીને તેને વધુ દારૂ પીવા કહ્યું. ત્યારબાદ તેને ખૂબ જ નશો થઇ ગયો અને પછી શું થયું તેને તે યાદ નથી. આ જ પોસ્ટમાં તે લખે છે કે, “મને શંકા છે કે મને નશાની દવા આપવામાં આવી હશે. જ્યારે હું જાગી ત્યારે તે મારી સાથે બળાત્કાર કરી રહ્યો હતો. મેં તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો છતાં તે ન અટક્યો અને મારો બળાત્કાર કરતો રહ્યો. તેણે મને ત્રણ થપ્પડ પણ માર્યા જેનાથી હું ખૂબ જ ડરી ગઈ. જ્યાં અમે હતા તે જગ્યા તેના કોઈ મિત્રની હતી. તે બધા જ તેને બચાવવા આગળ આવી ગયા. હું કોઈને મદદ માટે કહું તે પહેલાં તેમણે મને ધમકી આપીને બહાર કાઢી મૂકી.”

    - Advertisement -

    પીડિતા આગળ લખે છે કે, “હું ડઘાઈ ગઈ હતી અને મને ઈજાઓ પણ પહોંચી હતી. આવી સ્થિતિમાં મેં ત્યાંથી મારા પિતરાઈ ભાઈને ફોન કરીને મદદ માટે બોલાવ્યો. મારામાં મારા માતાપિતાને ઘટના વિશે જણાવવાની હિંમત નહોતી. મારા પરિવારને જયારે ઘટના વિશે જાણ થઇ તો તેઓ પણ ડઘાઈ ગયા. મેં અઠવાડિયાના અંતે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. તેણે મારી માફી માંગી છે, પરંતુ તેના માફી માંગવાનો કોઈ જ અર્થ નથી. તેને ખબર છે કે તેણે શું કર્યું છે અને એટલે જ તે ભાગી ગયો છે. 12 દિવસ બાદ પણ તેની ધરપકડ નથી કરવામાં આવી. તેણે આગોતરા જામીન મેળવવા માટે પણ અરજી કરી છે.”

    મુંબઈ પોલીસે પણ લીધું સજ્ઞાન

    ઉલ્લેખનીય છે કે યુવતીએ જણાવ્યા અનુસાર આરોપી વિરુદ્ધ IPCની કલમ 376 (બળાત્કાર) અને 323 (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી) જેવી કલમો અંતર્ગત ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ મુંબઈમાં ઈન્સ્ટાગ્રામ મિત્ર દ્વારા યુવતીનો બળાત્કાર થયો હોવાની પોસ્ટ વાંચીને પોલીસે પણ તેના પર જવાબ આપ્યો છે. પોલીસે લખ્યું છે કે, “અમે આભારી છીએ કે આપે વિધિવત રીપોર્ટ દાખલ કરાવ્યો, આમે આપને આશ્વાસન આપીએ છીએ કે ન્યાય આપવા માટે યોગ્ય તપાસ કરવામાં આવશે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં