Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમમોરબીમાં લવ જેહાદ: રફીક શેખ બન્યો ‘રવિ’, હિંદુ પરિણીતાને ફસાવીને બળાત્કાર કર્યો-...

    મોરબીમાં લવ જેહાદ: રફીક શેખ બન્યો ‘રવિ’, હિંદુ પરિણીતાને ફસાવીને બળાત્કાર કર્યો- ગુનો દાખલ

    આરોપીએ પોતાની ઓળખ 'રવિ' તરીકે આપી હોવાનો આરોપ, બ્લેકમેલ કરીને અનેક વખત બળાત્કાર કર્યો. આખરે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ થતાં ગુનો નોંધવામાં આવ્યો.

    - Advertisement -

    મોરબી જિલ્લાથી એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. અહીં રફીક શેખ નામના વ્યક્તિ સામે વાંકાનેરની એક હિંદુ પરિણીતાને ખોટું નામ ધારણ કરીને પ્રેમજાળમાં ફસાવીને બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે આરિફે પીડિતાને વિશ્વાસમાં લઇ પીણામાં માદક પદાર્થ પીવડાવી દીધો હતો અને ત્યારબાદ ફોટા પાડી લઈને બ્લેકમેલ કરીને અવારનવાર બળાત્કાર કર્યો હતો. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

    મળતી માહિતી મુજબ, વાંકાનેરની હિંદુ પરિણીતા રાજકોટ ખાતે નોકરી કરે છે. તે દરરોજ પોતાના ઘરથી રાજકોટ સુધી અપ-ડાઉન કરે છે. આ દરમિયાન તેની ઓળખાણ વાંકાનેરથી રાજકોટ ઇકો ગાડીના ફેર મારતા રફીક શેખ સાથે થઇ હતી. આરોપ છે કે તેણે પીડિતાને પોતાનું નામ ‘રવિ ગઢવી’ હોવાનું જણાવ્યું હતું. આરીફ ઉર્ફે રવિના સંપર્કમાં આવ્યા બાદ પીડિતા તેની ગાડીમાં જ અપ-ડાઉન કરતી હતી. દરમ્યાન બંને વચ્ચેનો સંબંધ આગળ વધ્યો હતો. રફીકે તેને સિમકાર્ડ પણ આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.

    પીડિતાએ આપેલી ફરિયાદ મુજબ, એક દિવસ રફીકે તેને ઠંડુ પીણું પીવા આપ્યું હતું. જે પીધા બાદ તે બેભાન થઇ ગઈ હતી. ત્યારબાદ રફીકે અવાવરું જગ્યાએ લઇ જઈને તેના ફોટા-વિડીયો લઇ લીધા હતા. જાણવા મળ્યા અનુસાર, આ ફોટા બતાવીને તેને વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરીને રફીકે વારંવાર મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

    - Advertisement -

    ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી રફીક ઈબ્રાહીમ શેખે તેની ઉપર તારીખ 1 જૂન 2023થી 25 ઓગસ્ટ 2023 દરમિયાન અનેક વખત બળાત્કાર ગુજાર્યો છે. જો પીડિતા તેમ કરવાની ના પાડતી તો આરોપી તેના પતિ અને બાળકોને મારી નાંખવાની ધમકી પણ આપતો હતો. પીડિતની ફરિયાદ બાદ પોલીસે આરોપી રફીક ઈબ્રાહીમ શેખ વિરુદ્ધ દુષ્કર્મ, ખોટી ઓળખ આપવી અને બ્લેકમેલિંગની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં