મધ્યપ્રદેશના ખરગોન (Khargone Madhya Pradesh) જિલ્લામાં મોહસીન (Mohsin Multani) નામના યુવકે પહેલા પ્રદીપ સોલંકી (Pradeep Solank) તરીકે આદિવાસી સમુદાયની હિંદુ યુવતીને ફસાવી હતી. આ પછી તેણે તેના પર બળાત્કાર (Rape) કર્યો અને તેનો અશ્લીલ વિડીયો બનાવ્યો અને તેના દ્વારા તેણે પીડિતાને બ્લેકમેલ કરી પૈસા પણ પડાવ્યા. પીડિતાના મિત્રએ પણ બંનેની ઓળખ કરાવવામાં અને બાદમાં લવ જેહાદ (Love Jihad) કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. પોલીસે 28 ડિસેમ્બરે કેસ નોંધ્યો હતો.
અહેવાલો અનુસાર, આ ઘટના ખરગોનના કોતવાલી નગર વિસ્તારમાં બની હતી. શનિવારે અહીં એક બેકરીમાં કામ કરતી 23 વર્ષીય પીડિતાએ (Tribal Girl) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે લગભગ 3 વર્ષ પહેલા તેની મિત્ર સુનીતાએ તેને ધાર જિલ્લાના એક છોકરા સાથે વાત કરાવી હતી. સુનીતાએ છોકરાને હિંદુ ગણાવ્યો હતો. છોકરાએ પોતાની ઓળખ પ્રદીપ સોલંકી તરીકે આપી હતી.
MP में 'लव जिहाद' का भंडाफोड़, प्रदीप बनकर यौन शोषण कर रहा था मोहसिन, वीडियो बनाकर ब्लैकमेल भी करने लगा#MadhyaPradesh #LoveJihad #Crime | #ZeeNews @Nidhijourno @_poojaLive pic.twitter.com/iUDb8eFlCu
— Zee News (@ZeeNews) December 29, 2024
પહેલીવાર બંને એક દરગાહમાં (Dargah) મળ્યા હતા. પીડિતાની તબિયત સારી નહોતી. ત્યારબાદ તેનો મિત્ર તેને દરગાહ પર લઈ જતો હતો. વાતચીતના થોડા દિવસોમાં જ પીડિતા અને પ્રદીપ એકબીજાની નજીક આવ્યા. પ્રદીપ હોવાનો ઢોંગ કરતો મોહસીન પીડિતાના ભાડાના મકાનમાં જવા લાગ્યો. તક જોઈને તેણે પીડિતા પર બળાત્કાર કર્યો અને તેનો વિડીયો પણ બનાવ્યો.
પહેલા બનાવ્યો વાંધાજનક વિડીયો, પછી બળાત્કાર પર બળાત્કાર
તેણે આ વાંધાજનક વિડીયો બતાવીને પીડિતા પર ઘણી વખત બળાત્કાર કર્યો હતો. એટલું જ નહીં, તેણે પીડિતા પાસેથી પૈસા પડાવવાનું પણ શરૂ કર્યું. દરમિયાન પીડિતાને જાણવા મળ્યું કે પ્રદીપ સોલંકી ખરેખર મુસ્લિમ છે અને તેનું નામ મોહસીન છે. આ કારણે પીડિતાએ તેનાથી અંતર જાળવવાનું શરૂ કર્યું. આરોપ છે કે પીડિતા દ્વારા અંતર જાળવવાના પ્રયાસોથી મોહસીન ગુસ્સે થઈ ગયો હતો.
એકવાર મોહસિને પીડિતાને રોકી અને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું. તેના ના પાડવા પર તે પીડિતાનો અશ્લીલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. કોઈ વિકલ્પ ન જોઈને પીડિતાએ મોહસીન વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું. શનિવારે તે હિંદુ સંગઠનોના તમામ સભ્યો સાથે કોતવાલી નગર પોલીસ સ્ટેશન પહોંચી હતી.
હિંદુ સંગઠનોએ કરી પીડિતાને મદદ, કડક સજાની કરી માંગ
પીડિતા સાથે હાજર હિંદુ સંગઠનના લોકોએ પોલીસ મોહસીનને લવ જેહાદી ગણાવી કડક કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસે મોહસિન વિરુદ્ધ એસસી/એસટી એક્ટ (Atrocity Act) અને મધ્યપ્રદેશ ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ 2021 સહિત અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
કેસ નોંધાતાની સાથે જ મોહસીન ફરાર થઈ ગયો હતો, પોલીસ તેને શોધી રહી છે. આ જ કેસમાં મોહસીનની સાથે પીડિતાની મિત્ર સુનિતાનું પણ નામ છે.