Sunday, April 28, 2024
More
    હોમપેજદેશવિડીયો કોલમાં બેગમની આઇબ્રો જોઈને ભડકી ઉઠ્યો મોહમ્મદ સાલિમ: સાઉદી અરબથી ફોન...

    વિડીયો કોલમાં બેગમની આઇબ્રો જોઈને ભડકી ઉઠ્યો મોહમ્મદ સાલિમ: સાઉદી અરબથી ફોન પર આપી દીધા ટ્રિપલ તલાક, નોંધાયો ગુનો

    ઑપઇન્ડિયાએ આ મામલે પીડિતા સાથે વાત કરી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે, હવે તે ફરીથી તેના સાસરે જવા માંગતી નથી. પીડિતાના અબ્બુનું અવસાન થઈ ચૂક્યું છે અને તેનો ભાઈ કમાવા માટે બહાર ગયો છે. હવે તે તેની માતા સાથે પિયરમાં કુલ 4 બહેનો સાથે રહે છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાંથી ટ્રિપલ તલાકનો મામલો સામે આવ્યો છે. પૈસા કમાવવા સાઉદી અરબ ગયેલા એક વ્યક્તિએ તેની બેગમને ફોન કરીને ટ્રિપલ તલાક આપી દીધા. તલાકનું કારણ પીડિતાની આઇબ્રો છે. પીડિતાએ તેના શોહર સહિત સાસરિયાંના કુલ 5 લોકો પર દહેજ માટે હેરાન કરવાનો આરોપ પણ લગાવ્યો છે. પોલીસે આ મામલે મંગળવારે (31 ઓક્ટોબર 2023) એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે.

    આ મામલો ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના બાદશાહી નાકા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જ્યાં એક શોહરે તેની બેગમે આઇબ્રો કરી હોવાના કારણે ટ્રિપલ તલાક આપી દીધા છે. અહીં રહેતી પીડિતાના નિકાહ 17 જાન્યુઆરી 2023ના રોજ પ્રયાગરાજના ફૂલપુર વિસ્તારના મોહમ્મદ સાલિમ સાથે થયા હતા. આ નિકાહમાં દુલ્હનના પરિવારજનોએ તેમની હેસિયત મુજબ દહેજ આપ્યું હતું અને બારાતનું સારી રીતે સ્વાગત પણ કર્યું હતું. આરોપ છે કે યુવતી પક્ષના તમામ પ્રયાસો છતાં પીડિતાની સાસુ મુઝફ્ફરી, નણંદ રૂખસાર અને દિયર સાકિબ અને સૈફ દહેજથી સંતુષ્ટ ન હતા.

    ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું કે, તેના શોહર સહિત અન્ય સાસરિયાઓ દહેજમાં કારની માંગણી કરી રહ્યા હતા. નિકાહના ત્રણ મહિના બાદ પીડતાનો શોહર મોહમ્મદ સાલિમ કમાવવા માટે સાઉદી અરબ ગયો હતો. એ પછી પીડિતાના સાસરિયાના અન્ય સભ્યો તેને ખાવા-પીવાથી લઈને પહેરવા-ઓઢવા માટે પણ હેરાન કરવા લાગ્યા હતા. પીડિતાએ તેના સાસરિયાની કરતૂતો સહન કરી અને આશા જાળવી રાખી કે જ્યારે તેનો શોહર ઘરે આવશે ત્યારે બધુ સારું થઈ જશે.

    - Advertisement -

    ટ્રિપલ તલાકની અપાતી હતી ધમકી

    પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, તેના સાસરિયાના બાકીના સભ્યો તેના શોહરને ભડકાવતા હતા. સાથે જ પીડિતાને રોજ ટ્રિપલ તલાકની ધમકી પણ આપવામાં આવતી હતી. આ દરમિયાન 4 ઓક્ટોબર 2023ના રોજ પીડિતાના શોહરે રાત્રે લગભગ 9:30 વાગ્યે IMO એપ દ્વારા વિડીયો કોલ કર્યો હતો. થોડા સમયની વાતચીત દરમિયાન મોહમ્મદ સાલિમે પીડિતા પર તેની મરજી વિરુદ્ધ આઇબ્રો કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. પીડિતાનો કોઈ ખુલાસો કામ ના લાગ્યો અને આખરે આરોપી શોહરે તેને ફોન પર ટ્રિપલ તલાક આપી દીધા.

    ફરિયાદના અંતે, પીડિતાએ માત્ર એક વર્ષમાં જ નિરાધાર થઈ જવાની દલીલ કરી અને પોલીસને આરોપીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગ કરી. ઑપઇન્ડિયા પાસે ફરિયાદની નકલ ઉપલબ્ધ છે. મીડિયા રિપોર્ટસ્ અનુસાર પીડિતાએ મુખ્યમંત્રીના પબ્લિક હિયરિંગ પોર્ટલ પર પણ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે મોહમ્મદ સાલિમ, મુઝફ્ફરી, રૂખસાર, સાકિબ અને સૈફને આરોપી બનાવવામાં આવ્યા છે. તમામ સામે દહેજ એક્ટ અને ટ્રિપલ તલાક એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

    આઇબ્રો કરાવવો અજાબનો સબબ

    ઑપઇન્ડિયાએ આ મામલે પીડિતા સાથે વાત કરી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે, હવે તે ફરીથી તેના સાસરે જવા માંગતી નથી. પીડિતાના અબ્બુનું અવસાન થઈ ચૂક્યું છે અને તેનો ભાઈ કમાવા માટે બહાર ગયો છે. હવે તે તેની માતા સાથે પિયરમાં કુલ 4 બહેનો સાથે રહે છે. પીડિતાનો પરિવાર પણ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. મોહમ્મદ સાલિમ સાઉદી અરબમાં રહીને વાહન ચલાવવાનું કામ કરે છે.

    મહિલાનું કહેવું છે કે તેનો શોહર આઇબ્રો કરાવવાને ગુનો સમજતો હતો અને ટ્રિપલ તલાકને અજાબની સજા ગણાવી હતી. સાલિમ તેની બેગમને દરેક વાત માટે ટોક્યા કરતો હતો. પીડિતાએ કહ્યું કે તેણે આઇબ્રો કરાવી ન હોવા છતાં તેના પતિએ આરોપ લગાવ્યો હતો અને ફોન પર જ ટ્રિપલ તલાક આપ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં