Thursday, May 2, 2024
More
    હોમપેજક્રાઈમગાઝિયાબાદમાં મૉબ લિન્ચિંગ: અનિલ નામના યુવકની હત્યા મામલે અખલાખ, શુભાન અને નૌશાદની...

    ગાઝિયાબાદમાં મૉબ લિન્ચિંગ: અનિલ નામના યુવકની હત્યા મામલે અખલાખ, શુભાન અને નૌશાદની ધરપકડ

    એસીપી સૂર્યબલી મૌર્યએ આ મામલે જણાવ્યું હતું કે ગુરૂવારે (7 સપ્ટેમ્બર 2023)ના રોજ લગભગ 8 વાગ્યાના સુમારે ડાયલ 112 પર તુલસી નિકેતન વિસ્તારમાં એક યુવકનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળી હતી. પરિવારને તેની જાણકારી આપ્યા બાદ મૃતદેહને કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક યુવકને માર મારીને હત્યા કરી દેવામાં આવી. મૃતકની ઓળખ અનિલ તરીકે થઇ છે. આ કેસમાં પોલીસે અખલાખ, શુભાન અને નૌશાદની ધરપકડ કરી છે, આરોપ છે કે આરોપીઓએ અનિલને શોરીની આશંકામાં પકડ્યો હતો. ત્યારબાદ તેમણે તેને એ હદે માર માર્યો કે યુવકનું મોત નીપજ્યું. ગાઝિયાબાદમાં યુવકની હત્યા કરનાર અખલાખ, શુભાન અને નૌશાદની ધરપકડ બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

    મળતા અહેવાલો મુજબ, આ ઘટના ગાઝિયાબાદ જિલ્લાના ટીલામોડ પોલીસ સ્ટેશન ક્ષેત્રની છે. એસીપી સૂર્યબલી મૌર્યએ આ મામલે જણાવ્યું હતું કે ગુરૂવારે (7 સપ્ટેમ્બર 2023)ના રોજ લગભગ 8 વાગ્યાના સુમારે ડાયલ 112 પર તુલસી નિકેતન વિસ્તારમાં એક યુવકનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળી હતી. પરિવારને તેની જાણકારી આપ્યા બાદ મૃતદેહને કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. આ મામલે મૃતકની માતાએ હત્યાનો ગુનો દાખલ કરાવ્યો છે.

    એસીપીએ આગળ જણાવ્યું કે, આ મૃતદેહ મળી આવવા પાછળ પોલીસે તપાસ આદરી તો 6 સપ્ટેમ્બરની રાત્રે મૃતક અનિલ સાથે કેટલાક લોકોએ મારપીટ કરી હોવાનો ખુલાસો થયો હતો. તપાસ આગળ વધારતાં પોલીસે નૌશાદ, અખલાખ અને શુભાનની ધરપકડ કરી હતી. અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે, જલ્દીથી તેમની પણ ધરપકડ કરવામાં આવશે. અનિલના પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે એસીપીનું કહેવું છે કે એન્ટીમોર્ટમ ઇન્જરી એટલે કે ગંભીર ઈજા થવાના કારણે તેનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે.

    - Advertisement -

    ગાઝિયાબાદમાં યુવકની હત્યા કરનાર અખલાખ, શુભાન અને નૌશાદની ધરપકડ બાદ પોલીસની પૂછપરછમાં આરોપીઓએ દાવો કર્યો છે કે તેમની ફર્નિચરની દુકાન છે. ગત કેટલાક દિવસોથી દુકાનમાં ચોરી થઇ રહી હતી. 6 સપ્ટેમ્બરની રાત્રે તેમને જાણ થઇ હતી કે દુકાનમાં કોઈ ઘૂસી ગયું છે. દુકાને જઈ તપાસ કરતાં ખબર પડી હતી કે નશાની હાલતમાં કોઈ વ્યક્તિ દુકાનમાં હતો. આસપાસના કેટલાક લોકોએ તેને માર મારીને છોડી દીધો હતો. ઘટનાના બીજા દિવસે અનિલના મોતની જાણકારી મળી. મૃતકના પરિવારનું કહેવું છે કે અનિલ નશાનો આદિ હતો, તે પહેલાં પણ ચોરી કરતા પકડાઈ ચૂક્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં