Friday, May 3, 2024
More
    હોમપેજક્રાઈમમહેસાણા: છેડતી બાબતે ઠપકો આપતાં હિંદુ પરિણીતા અને તેની સાસુ પર હથિયારો...

    મહેસાણા: છેડતી બાબતે ઠપકો આપતાં હિંદુ પરિણીતા અને તેની સાસુ પર હથિયારો લઈને તૂટી પડ્યા સમીર-મહેમૂદ, લોહીલુહાણ હાલતમાં બંને મહિલાઓ હોસ્પિટલમાં દાખલ: કેસ નોંધાયો

    રવિવારે રાત્રે બનેલા આ બનાવ બાદ પરિણીતાની સાસુએ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે સમીર સિકંદર મલેક અને મહેમૂદ સામે ગુનો દાખલ કર્યો હતો.

    - Advertisement -

    મહેસાણામાં છેડતી કરનાર મુસ્લિમ યુવકને ઠપકો આપવા બદલ એક હિંદુ પરિવાર પર હુમલો કરવાની ઘટના સામે આવી છે, જેમાં મહિલા સહિત બેને ઇજા પહોંચી છે. આ મામલે સમીર મલેક અને મહેમૂદ નામના બે શખ્સો સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. 

    ઘટનાને લઈને મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે FIR દાખલ કરવામાં આવી હતી, જેની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. ફરિયાદ અનુસાર, મહેસાણાના સોમનાથ રોડ પર આવેલા માળિયા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા એક હિંદુ પરિવારની પુત્રવધુ પર તેની પાછળની લાઈનમાં રહેતો સમીર મલેક નજર બગાડીને જોતો હતો અને અવારનવાર છેડતી કરતો હતો. ગત શનિવારે (1 જુલાઈ, 2023) પરિણીતાએ આ બાબતની જાણ પરિવારને કરતાં તેનો પતિ સમીરને ઠપકો આપવા માટે તેના ઘરે ગયો હતો, જ્યાં સમીરે તેની સાથે ઝપાઝપી કરી હતી. 

    બંને વચ્ચે ધમાલ થતાં પરિણીતા અને તેની સાસુ પણ સમીરના ઘરે દોડી ગયાં હતાં અને તેની માતાને સમગ્ર બાબતની જાણ કરી ઠપકો આપ્યો હતો. જેનાથી ઉશ્કેરાઈ ગયેલો સમીર હાથમાં છરો લઈને પરિણીતાની સાસુને મારવા દોડ્યો હતો, પરંતુ તેમણે હાથ આડો કરી દેતાં ડાબા હાથની આંગળી પાસે છરો વાગ્યો હતો અને લોહી નીકળવા માંડ્યું હતું. 

    - Advertisement -

    આ જ સમયે સમીરનો કાકા મહેમૂદ પણ આવી ચડ્યો હતો અને હાથમાં લોખંડનો પાઇપ લઈને પરિણીતાના માથામાં માર્યો હતો, જેથી તે નીચે ઢળી પડી હતી અને લોહી વહેવા માંડ્યું હતું. ધમાલ થતાં આખરે આસપાસના લોકો દોડી આવતાં સમીર અને મહેમૂદ બંને ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ સ્થાનિકોએ એમ્બ્યુલન્સને જાણ કરી બંને મહિલાઓને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરી હતી. 

    રવિવારે રાત્રે બનેલા આ બનાવ બાદ પરિણીતાની સાસુએ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે સમીર સિકંદર મલેક અને મહેમૂદ સામે IPCની કલમ 324 (જાણીજોઈને ઇજા પહોંચાડવી) 324 (હથિયાર વડે ઇજા પહોંચાડવી) અને 114 (ગુના સમયે દુષ્પ્રેરક તરીકે હાજરી) તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ કેસ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં