Thursday, July 18, 2024
More
  હોમપેજદેશ'અમારા ઇલાકામાં આ બધું નહીં વગાડવાનું': પોતાની જ ગાડીમાં અમિતે વગાડી 'રામધૂન',...

  ‘અમારા ઇલાકામાં આ બધું નહીં વગાડવાનું’: પોતાની જ ગાડીમાં અમિતે વગાડી ‘રામધૂન’, તો અબ્દુલ સહિતના ટોળાએ કર્યો જીવલેણ હુમલો, માથું ફાડી નાંખ્યું

  આરોપીઓ બાઈક પર આવ્યા અને ગાડીને આંતરીને ઉભી રખાવી. તેમણે અમિતને રામધૂન વગાડવા પર ધમકાવ્યો અને પછી તેની સાથે ગાળાગાળી કરીને તેને મારવા લાગ્યા. અમે તેમને શાંત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આરોપીઓએ અમિતના માથા પર લોખંડના રોડથી ફટકો મારી દીધો. જેના કારણે તેના માથામાં ગંભીર ઈજા પહોંચી.

  - Advertisement -

  મહારાષ્ટ્રમાં પોતાની ગાડીમાં રામધૂન વગાડનાર અમિત પરદેશી નામના યુવક પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ગત તારીખ 9 ઓકટોબર 2023ના રોજ ઘટેલી આ ઘટનામાં પોલીસે અદનાન શેખ, મોબીન શેખ, શાહબાઝ શેખ અને અબ્દુલ સૈય્યદ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.

  ચારેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમો 307, 324, 323, 452, 504, 506, 141, 143, 147, 149 અને 34 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચારેય વિરુદ્ધ મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમ 1951ની 37 (1), 37 (3) સહિત ધારા 135 પણ લગાવવામાં આવી છે.

  આરોપીઓએ પીડિત યુવકને ધમકીઓ આપી હતી અને તેને લોખંડના રોડથી ફટકા માર્યા હતા, જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ જીવલેણ હુમલાથી યુવકના માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી. જેના કારણે તે બેભાન થઈને ત્યાં જ ઢળી પડ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ તેનો ઈલાજ ચાલી રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મહારાષ્ટ્રના પુણે જિલ્લાના મુંડવા વિસ્તારની છે.

  - Advertisement -

  મહારાષ્ટ્રમાં પોતાની ગાડીમાં રામધૂન વગાડનાર યુવક પર મુસ્લિમોનો જીવલેણ હુમલો 8 ઓકટોબર 2023ની સાંજે થયો હતો. ઑપઇન્ડિયાને એક્સકલૂસિવ રીતે મળેલી FIRની નકલ મુજબ પીડિત યુવક રાત્રે લગભગ 11:30 વાગ્યે સ્વિફ્ટ ગાડીમાં જઈ રહ્યો હતો. ગાડીમાં હિંદુ ભજન વાગી રહ્યા હતા, તે સમયે આરોપીઓએ બાઈક પર આવીને ગાડીને આંતરી હતી. ત્યારબાદ તેમણે પીડિત યુવકને ધમકી આપી હતી કે તેમના ‘ઇલાકા’માં શ્રી રામના ભજન ન વગાડે.

  FIR નકલ સાભાર ऑपइंडिया हिंदी

  ઉલ્લેખનીય છે કે મૂંડવા વિસ્તારમાં મુસ્લિમોની આબાદી બહુસંખ્યક છે. આ મામલે ફરિયાદ દાખલ કરાવનાર પીડિત યુવકના 24 વર્ષીય મિત્ર રામકૃષ્ણએ કહ્યું હતું કે, “ઘટના સમયે હું અને અમિત સાથે જ હતા. અમે આખો દિવસ સાથે જ હતા, સાંજે મારી માતાએ મને ફોન કરીને ઘરે ઈમરજન્સી કામ હોવાનું જણાવ્યું હતું. ફોન બાદ હું અને અમિત તેની ગાડીમાં કેમ્પથી બાલાજીનગર વિસ્તાર તરફ જઈ રહ્યા હતા.”

  પીડિતના મિત્રએ આગળ જણાવ્યું કે, “મારો અન્ય એક દોસ્ત પણ અમારી સાથે હતો. જેવા અમે બાલાજીનગર પહોંચ્યા, આરોપીઓ બાઈક પર આવ્યા અને ગાડીને આંતરીને ઉભી રખાવી. તેમણે અમિતને રામધુન વગાડવા પર ધમકાવ્યો અને પછી તેની સાથે ગાળાગાળી કરીને તેને મારવા લાગ્યા. અમે તેમને શાંત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આરોપીઓએ અમિતના માથા પર લોખંડના રોડથી ફટકો મારી દીધો. જેના કારણે તેના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.”

  FIRની નકલ મુજબ, પીડિતે સૌથી પહેલા પોતાના મિત્રના ત્યાં ઈમરજન્સી હોવાનું કહીને પોતાની ગાડી માટે રસ્તો આપવા કહ્યું હતું, જોકે તે છતાં આરોપીઓએ ગાડી રોકાવીને કહ્યું હતું કે, “ક્યાં જઈ રહ્યા છો અને અહીં રામ ભજન કેમ વગાડી રહ્યા છો.”

  ત્યારબાદ પીડિતે ગાડીમાંથી બહાર આવીને આરોપીઓને ચાલ્યા જવા અનુરોધ કર્યો હતો. તેવામાં આરોપીના અન્ય સાથીઓ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા અને અમિત સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા. આરોપીઓએ પીડિતને જાનથી મારી નાંખવાની ધમકી આપતા કહ્યું કે, “હવેથી આ ઇલાકામાં મોટેથી આવા ગીતો ન વગાડતો, નહિતર ગંભીર પરિણામો ભોગવવા પડશે. પોતાની હદમાં રહેતા શીખી લેજે.”

  ઑપઇન્ડિયાએ આ ઘટનાની અપડેટ લેવા માટે મૂંડવા પોલીસ સ્ટેશનના પીઆઇ વિષ્ણુ તમ્હાનેનો સંપર્ક પણ કર્યો હતો. તેમણે પણ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, “પીડિત અને તેના મિત્રો પર આરોપીઓએ તેમના ઇલાકામાં મોટેથી સંગીત વગાડવા પર હુમલો કરી દીધો હતો. પીડીતને ગંભીર ઈજાઓ થઇ છે અને તે દવાખાનામાં દાખલ છે. આરોપીઓ અને પીડિત એક જ વિસ્તારમાં રહે છે, જેના કારણે તેઓ એક બીજાથી પરિચિત હતા. આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ વિસ્તારમાં શાંતિ છે અને તપાસ ચાલી રહી છે.”

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં