Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાત'વસીમ માટે બીજી પત્ની શોધી લઈશું' કહીને મારપીટ કરતાં સાસરિયાં, પતિએ ત્રણ...

    ‘વસીમ માટે બીજી પત્ની શોધી લઈશું’ કહીને મારપીટ કરતાં સાસરિયાં, પતિએ ત્રણ વખત તલાક કહીને ઘરમાંથી કાઢી મૂકી: લુણાવાડામાં મુસ્લિમ મહિલાએ નોંધાવી ફરિયાદ

    નિકાહ પછી થોડાં વર્ષ સુધી સારી રીતે ઘરસંસાર ચાલ્યા બાદ વસીમ બકોરીયાએ અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધો બનાવવાના શરૂ કરી દીધા હતા. ફરિયાદ એવી પણ છે કે તે અવારનવાર તે દારૂ પીને આવતો અને તેની સાથે બાળકોને પણ અપશબ્દ બોલતો અને મારપીટ કરતો હતો.

    - Advertisement -

    મહીસાગર જિલ્લામાંથી ટ્રિપલ તલાકનો મામલો સામે આવ્યો છે. જેમાં વસીમ બકોરીયા નામના વ્યક્તિએ તેની પત્નીને ત્રણ વાર તલાક બોલી ઘરમાંથી કાઢી મૂકી હતી. જે પછી પીડિત મહિલાએ તેની સાથે થયેલા અત્યાચાર વિરુદ્ધ, પતિ અને સાસરિયાં સામે લુણાવાડામાં મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

    પીડિત મહિલાએ લુણાવાડા મહિલા પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદ મુજબ તેના નિકાહ 14 વર્ષ પહેલાં મૂળ માલવણના અને હાલ લુણાવાડામાં રહેતા વસીમ બકોરીયા ઘાંચી સાથે થયા હતા. નિકાહ પછી થોડાં વર્ષ સુધી સારી રીતે ઘરસંસાર ચાલ્યા બાદ વસીમ બકોરીયાએ અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધો બનાવવાના શરૂ કરી દીધા હતા. ફરિયાદ એવી પણ છે કે તે અવારનવાર તે દારૂ પીને આવતો અને તેની સાથે બાળકોને પણ અપશબ્દ બોલતો અને મારપીટ કરતો હતો. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.

    પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું કે, વસીમ બકોરીયાનો પરિવાર પણ તેના પતિ સાથે મળીને તેના પર અત્યાચાર ગુજારતો હતો. પતિ વસીમ સાથે સાસુ, સસરા, દિયર અને નણંદ પણ તેની સાથે મારઝૂડ કરતા અને અપશબ્દો કહેતા. તેઓ વસીમને ઉશ્કેરતા કે “આને ઘરમાંથી કાઢી મુકો, અમને આ જોઈતી નથી. અમે વસીમ માટે બીજી પત્ની શોધી લઈશું”. જે પછી વસીમ બકોરીયાએ મહિલાને ત્રણ વાર તલાક બોલી તલાક આપી દીધા હતા અને બળજબરીપૂર્વક ઘરમાંથી કાઢી મૂકી અને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો.

    - Advertisement -

    આ અંગે પીડિતાએ પતિ વસીમ હનીફ બકોરીયા સહિત સસરા હનીફ ઇલ્યાસ બકોરીયા, સાસુ સફિયાબીબી હનીફ બકોરીયા, દિયર ફેઝલ હનીફ બકોરીયા અને નણંદ કજિયાબીબી તોસીફ ઘાંચી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

    આ પહેલાં મહેસાણામાંથી આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં એક મુસ્લિમ મહિલાને તેના પતિએ ટ્રિપલ તલાક આપી છૂટી કરી દીધી હતી. પીડિત મહિલાએ મહેસાણામાં રહેતા ફકીર જાકીરશા હુસેનશા સાથે 2003માં નિકાહ કર્યાં હતા. 17 વર્ષના પછી પતિ ફકીર જાકીરશાને બીજી પત્ની લાવવાનું સૂઝતાં તેણે પહેલી પત્નીને ત્રાસ આપવાનું ચાલુ કર્યું અને અંતે 2018માં બીજી મહિલા સાથે નિકાહ કરી લીધા. જે પછી ફકીર જાકીરશાએ પહેલી પત્નીના પિયરમાં જઈને માથાકૂટ કરી હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા ફકીર જાકીરશાએ ત્રણ વાર તલાક શબ્દ બોલી પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. જે પછી મામલો કોર્ટમાં પહોંચતા મહેસાણા કોર્ટે આરોપીને 5000 હજારનો દંડ અને 2 વર્ષની કેદની સજા સંભળાવી હતી.

    ઉલ્લખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે મુસ્લિમ મહિલાઓના હિતાર્થે અને આ કુપ્રથાને બંધ કરવા વર્ષ 2019માં આ કાયદો લાવી હતી. જે અંતર્ગત કોઇ પણ મુસ્લિમ વ્યક્તિ પત્નીને આ રીતે ત્રણ વખત ‘તલાક’ બોલીને છૂટાછેડા આપી શકે નહીં અને તેમ કરવા પર 3 વર્ષ સુધીની સજા અને દંડ થઈ શકે છે. આ કાયદાને નરેન્દ્ર મોદી સરકારની પ્રમુખ ઉપલબ્ધિઓ પૈકીનો એક ગણવામાં આવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં