Friday, October 11, 2024
More
    હોમપેજદેશરામલલાની પ્રાણપ્રતિષ્ઠા પર ફખરુદ્દીન કુરેશીને ભગવા ધ્વજનું વિતરણ ભારે પડ્યું: કટ્ટરપંથીઓએ આપી...

    રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પર ફખરુદ્દીન કુરેશીને ભગવા ધ્વજનું વિતરણ ભારે પડ્યું: કટ્ટરપંથીઓએ આપી જાનથી મારવાની ધમકી, રડતા-રડતા કરી ન્યાયની માંગ

    ફખરુદ્દીન કુરેશી દ્વારા ગત 22 તારીખે ધાર્મિક સૌહાર્દ જળવાય તે લખનૌમાં ભગવા ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો વિડીયો ભારત સમાચાર દ્વારા જ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. આ વિડીયોમાં કુરેશીએ ગળામાં ભાજપનો ખેસ પહેરેલો દેખાઈ રહ્યો છે.

    - Advertisement -

    ગત 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રીરામલલા બિરાજમાન થઈ ચુજ્યા છે. આ પાવન દિવસે આખા દેશમાં ઉત્સવ-મહોત્સવ મનાવવામાં આવ્યા. આ શ્રેણીમાં જ ઉત્તર પ્રદેશના ફખરુદ્દીન કુરેશીએ હિંદુ-મુસ્લિમ એકતા દર્શાવવા માટે ભગવાન રામની છબીવાળા ભગવા ધ્વજનું વિતરણ કર્યું હતું. તેવામાં હવે લખનૌમાં ભગવા ધ્વજનું વિતરણ કરનાર ફખરુદ્દીન કુરેશીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ધમકીઓને લઈને કુરેશીએ રડતા રડતા વિડીયો બનાવીને ન્યાયની માંગ કરી છે.

    મળતી માહિતી અનુસાર ગત 24 જાન્યુઆરીએ ફખરુદ્દીન શેખે એક વિડીયો જાહેર કરીને ઉત્તર પ્રદેશ સરકાર અને પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી હતી. આ વિડીયોમાં તેઓ રડતા રડતા કહી રહ્યા છે કે તેમણે માત્ર હિંદુ અને મુસ્લિમ ધર્મ વચ્ચે એકતા વધે તે માટે ધ્વજ વહેચ્યાં હતા. ફખરુદ્દીન કુરેશીનો આ વિડીયો ભારત સમાચાર નામની ચેનલ દ્વારા શેર કરવામાં આવ્યું છે. X પર કરવામાં આવેલી આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે લોકો ફખરુદ્દીનને ધમકાવી રહ્યા છે.

    આ વિડીયોમાં જોઈ શકાય છે કે ફખરુદ્દીન બે હાથ જોડીને ઉભા છે અને તેમની આંખોમાં આંસુ છે. તેઓ રડતા રડતા કહી રહ્યા છે કે, “ભૈયા હું ખૂબ જ પરેશાન છું, મેં હિંદુ મુસ્લિમ એકતા માટે આમ કર્યું હતું. લોકો મને ખરાબ-ખરાબ મેસેજ કરી રહ્યા છે. ગાળો આપી રહ્યા છે. મને કોઈ પણ રીતે ન્યાય અપાવો. હું સવારથી ઘરની બહાર નથી નીકળ્યો, ભૈયા મને ન્યાય અપાઓ. મેં કોઈ ખોટું કામ કર્યું હોય તો મને સજા આપો, લોકો મને ગાળો આપી રહ્યા છે. મેં શુ ખોટું કામ કર્યું? હું તમામ મંત્રીઓને કહું છું કે મારી સાથે ન્યાય કરવામાં આવે. હું ઘરથી બહાર નથી નીકળી શકતો.”

    - Advertisement -

    આ વિડીયોની નીચે જ લખનૌ પોલીસે પીડિતનું સરનામું અને સ્થાનિક પોલીસ સ્ટેશનની માહિતી માંગી છે.

    ભારત સમાચારે જ જાહેર કર્યો હતો પ્રથમ વિડીયો

    ઉલ્લેખીય છે કે, ફખરુદ્દીન કુરેશી દ્વારા ગત 22 તારીખે ધાર્મિક સૌહાર્દ જળવાય તે લખનૌમાં ભગવા ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો વિડીયો ભારત સમાચાર દ્વારા જ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. આ વિડીયોમાં કુરેશીએ ગળામાં ભાજપનો ખેસ પહેરેલો દેખાઈ રહ્યો છે. સાથે જ તેમાં લખવામાં આવ્યું હતું કે. “લખનૌમાં મુસ્લિમ પરિવારે વેચ્યા ઝંડા, પ્રભુ શ્રીરામ નામના ઝંડા વહેચીને મુસ્લિમ પરિવારે આપ્યો એકતાનો સંદેશ. રાજધાની લખનૌમાં અલગ અલગ વિસ્તારોમાં કુરેશી પરિવારે ઝંડા વેચ્યા.”

    આ વિડીયોમાં જોઈ શકાય છે કે ફખરુદ્દીન કુરેશીના ગળામાં ભાજપનો ખેસ છે. તેઓ કેટલાક યુવાઓને ભગવા રંગના પ્રભુ શ્રીરામની છબી દોરેલા ઝંડા આપે છે. આ દરમિયાન તેઓ તે યુવકોને ગળામાં શાલ પણ ઓઢાડે છે. આ પછી જે લોકોને ઝંડા આપવામાં આવ્યા છે તે લોકો કુરેશીની ફરતે ઉભા રહે છે અને ભગવાન રામના નામના જયઘોષ કરે છે. આ વિડીયો સામે આવ્યા બાદ જ ફખરુદ્દીન કુરેશીને ધમકીઓ મળી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં