Tuesday, October 8, 2024
More
    હોમપેજક્રાઈમ'લવ જેહાદનું ઇનામ 25 લાખ': જયપુરમાં આ ચોંકાવનારો મામલો આવ્યો સામે; પણ...

    ‘લવ જેહાદનું ઇનામ 25 લાખ’: જયપુરમાં આ ચોંકાવનારો મામલો આવ્યો સામે; પણ લવ જેહાદ માટે ઇનામમાં પૈસા મળવા એ કોઈ નવી વાત નથી – જાણો વિગતે

    આ પહેલા પણ મુસ્લિમ યુવાનોને અન્ય ધર્મની યુવતીઓ સાથે લગ્ન કરવા માટે તેમના વિવિધ સંગઠનો તરફથી ઇનામરૂપી રાશિ મળવાના અનેક કિસ્સા સામે આવી ચુક્યા છે. લવ જેહાદને બાલ આપવા માટે કેટલાક કટ્ટરપંથી સંગઠનો મુસ્લિમ યુવકોને લગ્ન પહેલા અને પછી પણ આર્થિક મદદ કરતા હોય છે.

    - Advertisement -

    રાજસ્થાનમાં ફરી એકવાર ઉદયપુરના કન્હૈયાલાલની ઘાતકી હત્યા બાદ અન્ય એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટના રાજસ્થાનના પાટનગર જયપુરની છે અને લવ જેહાદ માટે પૈસા મળવા સાથે જોડાયેલી છે. અહેવાલો મુજબ સલમાન, અસ્લીલ અને કાલુ ખાને હિન્દુ સમાજની યુવતીના પરિવારને ધમકી આપી હતી અને કહ્યું હતું કે, ’15 જુલાઈએ તમારી દીકરી પુખ્ત થઈ જશે. તે પછી અમે તેને ઉપાડી લઈશું. હિંદુ છોકરી સાથે લગ્ન કરવા માટે અમને 25 લાખ રૂપિયા મળે છે. વિરોધ કરશો તો કન્હૈયા લાલ જેવી હાલત થશે.’

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીડિતાની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસને આપેલા પોતાના રિપોર્ટમાં તેણે જણાવ્યું કે મારી સગીર દીકરી ચાકસુ વિસ્તારની એક સ્કૂલમાં જતી હતી. સલમાનના પુત્રો અસલાન અને કાલુ ખાન તેને સતત હેરાન કરતા હતા. તેણે લગભગ એક વર્ષ પહેલા તેની પુત્રીનું અપહરણ કર્યું હતું. કેસ નોંધ્યા બાદ ચાકસુ પોલીસ સ્ટેશને પુત્રીને પરત મેળવી લીધી હતી. થોડા દિવસો બાદ આરોપીએ ફરી પુત્રીનું અપહરણ કર્યું હતું. બાદમાં માનસરોવર પોલીસ સ્ટેશને તેની શોધ કરી અને તેને યુવતીના ઘરે મોકલી દીધી. ત્યારથી તે ત્યાં રહે છે.

    લગ્ન કરીને 25 લાખ લઈને તેને તલ્લાક આપી દઈશું

    પીડિતાની માતાએ જણાવ્યું કે 7 જુલાઈએ ત્રણેય આરોપીઓએ તેને ધમકી આપી હતી. તેણે કહ્યું કે 15 જુલાઈએ તમારી દીકરી પુખ્ત થઈ જશે, ત્યાર બાદ અમે તેને લઈ જઈશું અને તેના લગ્ન કરાવીશું. હિન્દુ સમાજની છોકરી સાથે લવ જેહાદ માટે પૈસા પુરા 25 લાખ રૂપિયા અમને મળે છે.

    - Advertisement -

    ‘લગ્ન કર્યા પછી 25 લાખ રૂપિયા મળી જાય એટલે અમે તારી છોકરીને મારી કાઢીશું અથવા તલાક આપી દઈશું’ , પોતાની ધમકીમાં આરોપીઓએ આ પણ જોડ્યું હતું.

    કન્હૈયા લાલની જેમ ગળું કાપવાની પણ આપી ધમકી

    આરોપીઓએ યુવતીની માતાને ધમકીમાં આગળ કહ્યું કે, “તું કે તારો પરિવાર આમાં વિરોધ કરશો તો તારા પતિ અને પરિવારને ઉદયપુરમાં કન્હૈયા લાલનું ગળું કાપ્યું હતું એમ ગળું કાપીને મારી નાખીશું.”

    પીડિતાની ફરિયાદના આધારે જયસિંહપુરા ખોર પોલીસ સ્ટેશને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

    લવ જેહાદ માટે ઇનામ, નવી વાત નથી

    આ પહેલા પણ મુસ્લિમ યુવાનોને અન્ય ધર્મની યુવતીઓ સાથે લગ્ન કરવા માટે તેમના વિવિધ સંગઠનો તરફથી ઇનામરૂપી રાશિ મળવાના અનેક કિસ્સા સામે આવી ચુક્યા છે. લવ જેહાદને બળ આપવા માટે કેટલાક કટ્ટરપંથી સંગઠનો મુસ્લિમ યુવકોને લગ્ન પહેલા અને પછી પણ આર્થિક મદદ કરતા હોય છે.

    આ પહેલા ગુજરાતમાં 2016માં સોશિયલ મીડિયા પર મુસ્લિમ યુવકો દ્વારા કયા ધર્મ અને કયા સમાજની છોકરીને લવ જેહાદમાં ફસાવીને લગ્ન કરવા પર કેટલા રૂપિયા મળશે તેનું એક ભાવપત્રક વાયરલ થયું હતું.

    લવ જેહાદની વ્હોટ્સએપ પોસ્ટ કથિત રીતે ‘મુસ્લિમ યુથ ફોરમના વિદ્યાર્થીઓ’ દ્વારા પ્રસારિત કરવામાં આવી હતી જે મુસ્લિમ છોકરાઓને અન્ય સમુદાયની છોકરીઓને પ્રેમમાં ફસાવી તેમની સાથે લગ્ન કરવા પ્રોત્સાહિત કરે છે. પોસ્ટમાં એ સરનામું પણ છે કે જ્યાંથી મુસ્લિમ યુવક, જેઓ સફળતાપૂર્વક અન્ય ધર્મની છોકરી સાથે લગ્ન કરે છે, તેઓ તેમના પુરસ્કાર અને સહાય માટે સંપર્ક કરવા માટે 11 ફોન નંબર પણ જોડવામાં આવ્યા હતા.

    આટલું જ નથી, 2019માં પણ એક અહેવાલ અનુસાર કેરળમાં ધર્માંતરણ માટેનું રેટ કાર્ડ ફરતું કરવામાં આવ્યું હતું. જેમાં કહેવાયું હતું કે ખાસ હેલ્પલાઈન નંબરો દ્વારા પણ આરોપીઓને તમામ રીતે મદદ કરવામાં આવશે. જો કેરળનો કોઈ મુસ્લિમ છોકરો અન્ય રાજ્યની બિન-મુસ્લિમ છોકરીને લલચાવવાનું મેનેજ કરે છે, તો તેને પણ એવું જ ઈનામ આપવામાં આવશે.

    • શીખ/પંજાબી છોકરી – 7 લાખ રૂપિયા
    • પંજાબી હિન્દુ છોકરી – 6 લાખ રૂપિયા
    • ગુજરાતી બ્રાહ્મણ છોકરી – 6 લાખ રૂપિયા
    • ગુજરાતી [કચ્છ] છોકરી – 5 લાખ રૂપિયા
    • હિંદુ બ્રાહ્મણ યુવતી – 5 લાખ રૂપિયા
    • હિન્દુ ક્ષત્રિય છોકરી – 4.5 લાખ રૂપિયા
    • હિન્દુ દલિત/ઓબીસી છોકરી – 2 લાખ રૂપિયા
    • ખ્રિસ્તી [રોમન કેથોલિક] છોકરી – 4 લાખ રૂપિયા
    • ખ્રિસ્તી [પ્રોટેસ્ટન્ટ] છોકરી – 3 લાખ રૂપિયા
    • જૈન યુવતી – 3 લાખ રૂપિયા
    • બૌદ્ધ છોકરી – 1.5 લાખ રૂપિયા

    આ સિવાય 2020માં કાનપુરમાં પણ આવી રીતે લવ જેહાદ કરીને પૈસા બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો હતો અને સ્થાનિક હિન્દૂ સંગઠનો દ્વારા તેનો ખુબ વિરોધ કરાયો હતો. લવ જેહાદના ખતરાને એક સુનિયોજિત કાવતરું ગણાવતા, જે દેશમાં મોટા પાયે થઈ રહ્યું છે, બજરંગ દળના રાજ્ય સચિવ રામજી તિવાઈએ કહ્યું કે ‘આ દેશને ગૃહયુદ્ધ તરફ ધકેલવાનો પ્રયાસ છે.’

    આમ હિન્દૂ દીકરીઓ અથવા બિન મુસ્લિમ યુવતીઓને ફસાવીને તેમની સાથે લવ જેહાદ કરીને જે તે સંગઠનોમાંથી પૈસા મેળવવાની આ કુપ્રથા ઘણા સમયથી ચાલતી આવી છે જે ઘણી વાર ખુલ્લી પણ પડી છે. ઘણા કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનો આ રીતે મુસ્લિમ યુવાનોને પૈસાની લાલચ આપીને તેમની પાસે લવ જેહાદ કરાવતા હોય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં