રાજસ્થાનના સવાઈ માધોપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક હિન્દૂ વેપારી પરિવારની સગીર યુવતીને મુસ્લિમ યુવક લવ-જેહાદ કરીને લઇ જાય છે. બાદમાં તેનો અશ્લીલ વિડીયો બનાવી મિત્રો સાથે ગેંગરેપ કરે છે અને અંતમાં તેના પરિવાર પાસે 15 લાખની ખંડણીની માંગ કરે છે.
દૈનિક ભાષ્કરના અહેવાલ અનુસાર પીડિતાના પરિવારજનોએ રિપોર્ટમાં જણાવ્યું કે તેમની પુત્રી 14 વર્ષની હતી. ત્યારથી યુવક તેને શાળાએ આવતી-જતી વખતે હેરાન કરતો હતો. આ દરમિયાન એક આરોપીએ તેને ધાકધમકી આપીને તેના પર ઘણી વખત બળાત્કાર કર્યો હતો. આ અંગે તેણે આરોપીના પિતાને જાણ કરતાં તેણે તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન આરોપીએ કહ્યું કે તેને લવ જેહાદ હેઠળ ધર્મ પરિવર્તન માટે 15 લાખ રૂપિયા મળે છે. 15 લાખ રૂપિયા આપો તો સગીરાને છોડી દઈશ.
*नाबालिग का वीडियो बनाकर गैंगरेप:* बिजनेसमैन को धमकी- धर्म परिवर्तन कराने पर 15 लाख मिलते हैं, तुम दे दो तो बेटी को छोड़ देंगे https://t.co/fkF1wahVxo
— SITA (@sheetalzyes) December 3, 2022
આ પહેલા પણ 2 વાર કર્યું હતું અપહરણ
સગીરાના પિતાએ જણાવ્યું કે તેમની સગીર પુત્રીનું માર્ચ 2021, 14 જૂન 2022, અને 19 ઓક્ટોબર 2022ના રોજ એમ 3 વાર આરોપીઓએ ઘરમાંથી અપહરણ કર્યું હતું. સગાસંબંધીઓ માર્ચ અને જૂન મહિનામાં સગીરાને આરોપીના ઘરેથી મુક્ત કરાવી હતી.
19 ઓક્ટોબરે દીકરી ન મળતાં પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેની અટકાયત કરી અને તેને નારી નિકેતન મોકલી દીધી હતી. પીડિતા બે-ત્રણ દિવસ પહેલા ઘરે પરત ફરી હતી. આ પછી કેસ નોંધવામાં આવ્યો હતો. હવે સગીરા 18 વર્ષની છે. આરોપીઓએ પાંચ વર્ષ સુધી સગીરા સાથે ગેંગરેપ કર્યો હતો. આરોપીઓ સગીરાના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે, જેના ડરથી યુવતી તેમના કહેવા મુજબ નિવેદન આપી રહી છે.
લગ્નનું ખોટું સર્ટિફિકેટ બનાવ્યું હતું
પોલીસના જણાવ્યા અનુસાર, રેકોર્ડ કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આરોપીએ સગીરાનું અપહરણ કરીને આર્ય સમાજ વૈદિક સંસ્કાર ટ્રસ્ટમાં લગ્નનું નકલી પ્રમાણપત્ર તૈયાર કર્યું હતું, જ્યારે આરોપીનો ધર્મ અલગ છે. ધર્મ પરિવર્તન કર્યા વિના આર્ય સમાજમાં લગ્નની નોંધણી શક્ય નથી. આર્ય સમાજના લગ્નને ભૂતકાળમાં પણ ગેરકાયદેસર ગણવામાં આવ્યું છે.
બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને સગીરાને ધાકધમકી આપી આરોપીએ હાઈકોર્ટમાં ખોટી હકીકતો રજૂ કરીને પોલીસ રક્ષણ મેળવવાના આદેશો મેળવ્યા છે. આ દરમિયાન સગીરા આરોપીના કબજામાં હતી. તેને ડરાવી-ધમકાવીને કોર્ટમાં ખોટી હકીકતો રજૂ કરી હતો. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.
સગીરાના પરિવારે રાજ્યસભાના સાંસદ ડૉ.કિરોડી લાલ મીના સાથે સવાઈ માધોપુરમાં મુલાકાત કરી પોતાની દીકરીને બચાવી લેવાની વિનંતી કરી હતી. આ પછી કિરોરી લાલ મહિલા પોલીસ સ્ટેશનની બહાર ધરણા પર બેસી ગયા. પોલીસ એક્શનમાં આવી ગઈ અને પાંચ કલાકમાં યુવતીની અટકાયત કરી. અટકાયત બાદ યુવતીને નારી નિકેતમ ખાતે મોકલી દેવામાં આવી હતી.