Monday, April 29, 2024
More
    હોમપેજગુજરાતઆણંદ: આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખના ઘરે દારુની રેલમ-છેલ, વિદેશી દારૂની બાટલીઓ અને...

    આણંદ: આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખના ઘરે દારુની રેલમ-છેલ, વિદેશી દારૂની બાટલીઓ અને બિયરના ટીનનો જથ્થો ઝડપાયા બાદ ગુનો નોંધાયો

    પોલીસે આણંદના આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખના ઘરેથી મળી આવેલ દારુ અને બિયરનો જથ્થો તેમજ એક મોટર સાઈકલ અને મહેન્દ્રસિંહ પરમારના મોબાઈલ સહીત 95 હજાર 700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    - Advertisement -

    ગુજરાત કોંગ્રેસ દારૂબંધી મુદ્દે અનેક વાર રાજ્ય સરકાર અને પ્રશાસન પર સવાલો ઉભા કરતી હોય છે. કોંગ્રેસ પાર્ટીના મોટા નેતાઓ આ મુદ્દા પર અનેક વાર હોબાળો પણ કરી ચુકી છે. તેવામાં હવે કોંગ્રેસના નેતાના ઘરમાંથી જ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે આણંદના આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખના ઘરેથી દારુ અને બિયરનો જથ્થો ઝડપી પડ્યો છે.

    મળતી માહિતી અનુસાર પોલીસે આણંદના આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ પરમારના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં પોલીસને કોંગ્રેસ પ્રમુખના ઘરમાંથી વિદેશી બ્રાંડના દારૂની બાટલીઓ અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે આ દારૂના બાટલા અને બિયરના ટીન જપ્ત પરીને મહેન્દ્રસિંહ પરમારની અટકાયત કરી હતી. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

    પોલીસે આણંદના આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખના ઘરેથી મળી આવેલ દારુ અને બિયરનો જથ્થો તેમજ એક મોટર સાઈકલ અને મહેન્દ્રસિંહ પરમારના મોબાઈલ સહિત 95 હજાર 700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    - Advertisement -

    બીજી તરફ આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહના ઘરમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળ્યા બાદ પાર્ટીએ તેમની સાથે છેડો ફાડી નાંખ્યો છે. હાલ પાર્ટીએ મહેન્દ્રસિંહની શહેર કોંગ્રેસ પ્રમુખના પદ પરથી સસ્પેન્ડ કરી દીધા છે. દારૂબંધીને લઈને હંમેશા બૂમ બરાડા કરતી કોંગ્રેસ પાર્ટીના નેતાના ઘરમાંથી જ નશાનો ભંડાર મળી આવતા કોંગ્રેસ પાર્ટી ફરી એક વાર અવઢમાં મુકાઈ છે.

    કોંગ્રેસના મહિલા મોરચાના પૂર્વ પ્રમુખની ગાડીમાંથી ઝડપાયો હતો લાખોનો દારૂ

    ઉલ્લેખનીય છે કે આ કોઈ પ્રથમ ઘટના નથી કે કોંગ્રેસના નેતા પાસેથી દારૂનો જથ્થો ઝડપાયો હોય. આ પહેલા દારૂના કેસમાં સુરત કોંગ્રેસના મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ મેઘના પટેલ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. કોંગ્રેસના મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ મેઘના પટેલ ગત બે માર્ચના રોજ દારૂના મોટા જથ્થા સાથે પકડાયાં હતાં. બોલેરો ગાડીમાં સાડા સાત લાખનો દારૂ પકડાવા મામલે મેઘના પટેલની ધરપકડ થઇ હતી.

    મેઘના પટેલ કોંગ્રેસમાં પ્રદેશ લેવલના મોટા હોદ્દા પર રહી ચૂક્યાં છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અવારનવાર મેઘના પટેલ કોઈને કોઈ કેસમાં વિવાદમાં સપડાતા રહ્યા છે. તેઓ છેલ્લે પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ હતા. પરંતુ મેઘના પટેલનું નામ અવારનવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામે આવવા લાગતા કોંગ્રેસ દ્વારા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતા.

    બુટલેગરો સામે જનતા રેડ કરનાર કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો ભાઈ દારૂ સાથે ઝડપાયો હતો

    ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ કોંગ્રેસના એક નેતા દારુ મામલે વિવાદમાં આવ્યા હતા. ભાભરના અબાસણા ગામે એક વ્યક્તિ ચિક્કાર દારૂ પીને જોર જોરથી બકવાસ કરતો હોવાની ફરિયાદ મળતા LCBએ દરોડો પડતા મોટો ભાંડાફોડથયો હતો.

    પોલીસના હાથે ઝડપાયેલો આ વ્યક્તિ અન્ય કોઈ નહિ પણ વાવના કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો સગો ભાઈ રમેશ ઠાકોર હતો. આ દરોડામાં રમેશ નગાજી ઠાકોર, જેની પાસેથી 2 દારૂની બોટલ મળી આવી હતી અને બીજા, પ્રહલાદ મણાજી ઠાકોર, પાસેથી 4 દારૂની બોટલ મળી આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં