Friday, September 13, 2024
More
    હોમપેજરાજકારણસ્વામી પ્રસાદ મૌર્ય સામે કાર્યવાહીની માંગ, કારસેવકોને ગણાવ્યા હતા અસામાજિક તત્વો: બલિદાની...

    સ્વામી પ્રસાદ મૌર્ય સામે કાર્યવાહીની માંગ, કારસેવકોને ગણાવ્યા હતા અસામાજિક તત્વો: બલિદાની કારસેવકના પુત્રએ કહ્યું- ‘નકલી ફોર્સ’ મોકલી કરાવી હતી રામભક્તોની હત્યા

    સંજય કુમારનું કહેવું છે કે, સ્વામી પ્રસાદ મૌર્ય અને આ પ્રકારના અન્ય લોકો 22 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહેલાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલાં આવા નિવેદનો આપી સામાજિક સોહાર્દ બગાડવા માંગે છે.

    - Advertisement -

    હાલમાં જ ઉત્તરપ્રદેશના સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ રામ મંદિર અંદોલન વખતે કારસેવકોને ગોળી મારવાના નિર્ણયને યોગ્ય ગણાવતી ટિપ્પણી કરી હતી. જે પછી તેમનો ખુબ વિરોધ પણ થઇ રહ્યો છે. ત્યારે 1990માં અયોધ્યામાં થયેલા ગોળીકાંડમાં મૃત્યુ પામેલા એક કારસેવકના પુત્રએ સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્ય સામે કાનૂની કાર્યવાહીની કરવાની માંગ કરી છે.

    રામ મંદિર આંદોલનમાં બલિદાન આપનાર રામ અચલ ગુપ્તના દીકરા સંજય કુમારે કારસેવકો પર કરવામાં આવેલા ગોળીબારને યોગ્ય કહેનાર સ્વામી પ્રસાદ મૌર્યની ધરપકડની માંગ કરી છે. આ સાથે તેમણે અમુક સોશિયલ મીડિયા હેન્ડ્લ્સ પર પણ એક્શન લેવા કહ્યું છે, જેઓએ કારસેવકોને ‘અસામાજિક તત્વ’ ગણાવ્યા છે.

    સંજય કુમારે અયોધ્યાના જિલ્લા અધિકારીને લખેલા પત્રમાં જણાવ્યું કે, “દિવસ 10.01.2024ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર સુર્યા સમાજવાદી નામના હેન્ડલે ખુબ જ નિંદનીય અને આપત્તિજનક પોસ્ટ મુકતા 1990માં રામ મંદિર માટે બલિદાન વહોરેલા કારસેવકોને અસામાજિક તત્વો કહી સંબોધન કર્યું છે. આ ઉપરાંત સમાજવાદી પાર્ટીનાં નેતા સ્વામી પ્રસાદ મૌર્યનો એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. જ્યાં તેઓ 1990માં થયેલા કારસેવકોના નરસંહારને યોગ્ય ગણાવી રહ્યા છે.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે સ્વામી પ્રસાદ મૌર્યએ 10 જાન્યુઆરી, 2024ના ઉત્તર પ્રદેશના કાસગંજ ખાતે એક નિવેદન આપ્યું જેમાં તેમણે તત્કાલીન સમાજવાદી પાર્ટીની સરકાર દ્વારા કારસેવકો પર ગોળી ચલાવવાના આદેશને યોગ્ય ગણાવતા કહ્યું કે, “જે સમયે અયોધ્યામાં રામ મંદિર ખાતે ઘટના ઘટી, ત્યાં કોઈ ન્યાયાલયના આદેશ કે પ્રશાસનની મંજુરી વગર મોટા પાયે અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. જે પછી તત્કાલીન સરકારે સંવિધાનની રક્ષા માટે, કાયદાની રક્ષા માટે અને શાંતિ સ્થાપવા માટે ગોળી ચલાવી હતી. સરકારે બસ તેમનું કર્તવ્ય નિભાવ્યું હતું.”

    પત્રમાં આગળ લખતા સંજય કુમાર કહે છે, “મારા પિતા શ્રી રામ અચલ ગુપ્ત 2 નવેમ્બર 1990માં અયોધ્યમાં થયેલા ગોળીકાંડમાં બલિદાન થયા હતા. મને 22 જાન્યુઆરીના રોજ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ માટે નિમંત્રિત પણ કરવામાં આવેલ છે. એક બલિદાની કારસેવકના પુત્ર હોવાના હિસાબે સ્વામી પ્રસાદ મૌર્યના નિવેદન અને સુર્યા સમાજવાદીના શબ્દોથી મારી લાગણી દુભાઈ છે. આ સાથે આવા શબ્દોથી મારા પિતાશ્રી સાથે કારસેવામાં ગયેલાં કારસેવકો અને હિંદુ સમાજમાં પણ આક્રોશની લાગણી છે.”

    સંજય કુમારનું કહેવું છે કે, સ્વામી પ્રસાદ મૌર્ય અને આ પ્રકારના અન્ય લોકો 22 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહેલાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલાં આવા નિવેદનો આપી સામાજિક સોહાર્દ બગાડવા માંગે છે.

    આ ઉપરાંત સંજય કુમારે અયોધ્યામાં 1990માં થયેલા ગોળીકાંડમાં ગંભીર આરોપ લગાવતા જઈને કહ્યું કે, ગોળીકાંડ દરમિયાન સાંસદ મુન્નન ખાન અને તેના ગુંડાઓ નકલી ફોર્સ બની કારસેવકોની હત્યા કરી રહ્યા હતા. તેમનું કહેવું છે કે 1987ના હાશિમપુર કાંડની તપાસ કરવામાં આવી શકાતી હોય તો પછી આ મામલે તપાસ કેમ ન થઇ શકે. આ અંગે તેમણે UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ડીજીપી વિજય કુમારને કાર્યવાહી કરવા માટેની માંગ કરી છે.

    સંજય કુમારના પિતા અને 1990માં થયેલા ગોળીકાંડમાં વીરગતિને પામેલા રામ અચલ ગુપ્તના બલિદાનની સંપૂર્ણ ગાથા વાંચવા અહિયાં ક્લિક કરો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં