Monday, May 6, 2024
More
    હોમપેજગુજરાત​બુરહાનુદ્દીન, નાસીર, યાસીફ, ઈનાયતખાન સહિત પાંચની ગેંગ ગૌહત્યા કરીને કરતી હતી ગૌમાંસની...

    ​બુરહાનુદ્દીન, નાસીર, યાસીફ, ઈનાયતખાન સહિત પાંચની ગેંગ ગૌહત્યા કરીને કરતી હતી ગૌમાંસની તસ્કરી: કલોલ પોલીસે કરી ધરપકડ, શાહરૂખ-સલમાન સહિત ત્રણની શોધખોળ ચાલુ

    પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરાવતા માહિતી મળી હતી કે, બુરહાનુદ્દીન કુરેશી મિરઝાપુર માર્કેટમાં ગૌમાંસનું વેચાણ કરે છે જેને પગલે તેને ઝડપી લઈ પૂછપરછ કરતા તેણે અન્ય ઈસમોના નામ આપ્યા હતા.

    - Advertisement -

    ગાંધીનગરના કલોલમાં ગૌવંશની હત્યાને અંજામ આપનાર ગેંગને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય ચારની શોધખોળ હાલ પણ ચાલુ છે. ઝડપાયેલા આરોપીઓની ઓળખ બુરહાનુદ્દીન મોહમ્મદ યાસીન કુરેશી, નાસીરમિયાં સફિનમિયાં પઠાણ, યાસીફખાન હયાતખાન કુરેશી, ઈનાયતખાન અસબાબખાન સૈયદ અને એક સગીર આરોપી તરીકે થઈ છે. હાલ પણ ત્રણ આરોપીઓઓ પોલીસ પકડથી દૂર છે. જેમાં શાહરૂખ ઉર્ફે ઘઉ, સલમાન કુરેશી અને આસિફ ઉર્ફે પૂંજીનો સમાવેશ થાય છે.

    ગાંધીનગરના કલોલમાં ગૌવંશની હત્યાને અંજામ આપનાર ગેંગને પોલીસે ઝડપી પાડી છે. થોડા સમય પહેલાં કલોલના ખોરજાપરા પાસે કપાયેલી હાલતમાં ગૌવંશ મળી આવ્યો હતો. જેને પગલે ગ્રામજનો અને હિંદુ સંગઠનોએ રોષ વ્યક્ત કર્યો હતો અને પોલીસને આરોપીઓને ઝડપી પાડવા માટે રજૂઆત કરી હતી. જે બાદ પોલીસે ચોક્કસ બાતમીના આધારે બુરહાનુદ્દીન, નાસીર, યાસીફ, ઈનાયતખાન સહિત પાંચની ગેંગને ઝડપી પાડી છે. આરોપીઓ સાથે પોલીસે વાહન અને 4.65 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરી લીધો હતો. હાલ પોલીસે અન્ય ત્રણ આરોપીઓને શોધવાની કામગીરી હાથ ધરી છે.

    ‘કલોલના ખોરજાપરામાં મળી આવ્યા હતા ગૌવંશના ટુકડા’

    આખી ઘટના ત્યારે પ્રકાશમાં આવી હતી. જ્યારે કલોલ તાલુકાના ખોરજાપરઆ ગામ પાસે ગૌમાંસ મળી આવ્યું હતું. માત્ર એક દિવસ ગૌમાંસ મળ્યું તેવું નહોતું, પરંતુ સતત કેટલાક દિવસોથી તે જ જગ્યા પર ગૌવંશના ટુકડા મળી આવતા હતા. રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો આવીને ગૌમાંસ નાખી જતાં હતા, જેને પગલે ગ્રામવાસીઓ સહિત હિંદુ સંગઠનોમાં પણ રોષ વ્યાપ્યો હતો. ગ્રામીણોની ધાર્મિક લાગણી દુભાઈ હોવાથી કલોલ પોલીસ સ્ટેશનમાં તે અંગે રજૂઆત કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ પણ પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા.

    - Advertisement -

    કલોલ તાલુકા પોલીસે ગૌહત્યાના આરોપીઓને ઝડપી લેવા સર્વેલન્સ સ્ટાફને કામે લગાડયો હતો. પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરાવતા માહિતી મળી હતી કે, બુરહાનુદ્દીન કુરેશી (રહે અમદાવાદ) મિરઝાપુર માર્કેટમાં ગૌમાંસનું વેચાણ કરે છે જેને પગલે તેને ઝડપી લઈ પૂછપરછ કરતા તેણે અન્ય ઈસમોના નામ આપ્યા હતા. જે બાદ પોલીસે તેની સાથે અન્ય ચારને પણ ઝડપી પાડ્યા હતા. જેમાં એક સગીર આરોપી પણ સામેલ હતો.

    આ મામલે પોલીસે જણાવ્યું છે કે, “આરોપીઓ ગૌહત્યા માટે જગ્યાની તપાસ કરીને ગાડીના ઉપયોગથી કલોલ શહેર અને છત્રાલ GIDCમાંથી બિનવારસી ભટકતી ગાયો ઉપાડી લાવતા હતા. જે બાદ તે ગૌહત્યા કરીને ગૌમાંસની હેરાફેરી તેમજ વેચાણ કરતાં હતા. આ કામગીરીમાં બાળકોનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો. એક વર્ષ અગાઉ આરોપીઓએ એક જગ્યાએ ગૌહત્યા કરી હોવાની કબૂલાત પણ કરી છે. જેથી તેમની અટકાયત કરવામાં આવી છે. પોલીસે બે ગાડી, CNG રિક્ષા તેમજ મોબાઈલ મળીને કુલ 4.65 લાખનો મુદ્દામાલ હસ્તગત કર્યો છે. તેમજ બાકીના આરોપીઓને પકડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં