Saturday, October 12, 2024
More
    હોમપેજદેશસરકારે દલિતોને આપી જમીન, મુસ્લિમોએ કરી લીધો કબજો: કોર્ટમાં જીત પછી પણ...

    સરકારે દલિતોને આપી જમીન, મુસ્લિમોએ કરી લીધો કબજો: કોર્ટમાં જીત પછી પણ ઝારખંડ સરકાર નથી કરતી મદદ, પોલીસ આવે તો ભગાડે છે મુસ્લિમ મહિલાઓ

    દરમિયાન અબ્દુલ, મશરફે, ખલીલ, હમીદ, અલીબખ્શ વગેરેએ તે જમીન પર બળજબરીથી કબજો જમાવી લીધો હતો. આરોપીઓએ પીડિતોને માર માર્યો અને દુર્વ્યવહાર કર્યો અને તેમને ભગાડી ગયા. પીડિતોએ આ અંગે પોલીસને અનેક વખત ફરિયાદ કરી હતી પરંતુ તેની કોઈ કાર્યવાહી થઈ ન હતી.

    - Advertisement -

    ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં દલિત સમુદાયના લોકોએ પોતાની જમીન પર ગેરકાયદે કબજો કરાયો હોવાનો આરોપ લગાવ્યો છે. વહીવટીતંત્રને આપવામાં આવેલી અરજીમાં દલિતોએ મુસ્લિમોએ તેમની જમીનો પચાવી પાડવાની ફરિયાદ કરી છે. પોતાની જમીન પાછી મેળવવા માટે, પીડિત પરિવારો 12 સપ્ટેમ્બરથી ડીસી (જિલ્લા નાયબ કમિશનર) ઓફિસમાં ધરણાં-પ્રદર્શન કરી રહ્યા છે, જે હજુ પણ ચાલુ છે. આ દલિતોને સતત ધરણાં કરવા પડતા હોવાથી આ પરિવારોને પોતાનો કામધંધો પણ બંધ રાખવો પડતો હોય છે, જેથી તેઓ આર્થિક કટોકટીનો સામનો પણ કરી રહ્યા છે. ભાજપે આ મુદ્દે રાજ્ય સરકારની ટીકા કરી છે. OpIndia સાથે વાત કરતા એક સ્થાનિક બીજેપી નેતાએ કહ્યું કે ધરણાં હજુ પણ ચાલુ છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર મામલો ગિરિડીહ જિલ્લાના જમુઆ બ્લોકનો છે. અહીં ડીસી ઓફિસમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા સાવિત્રી ભારતી, જીરા દેવી, ગુલાબી દેવી વગેરેએ જણાવ્યું કે વર્ષ 1986-87માં નવાડીહના કેટલાક દલિત પરિવારોને તત્કાલીન બિહાર સરકારે જમુઆ ક્ષેત્રમાં સત્તાવાર રીતે 11 હજાર એકર જમીન રહેવા માટે આપી હતી. શરૂઆતમાં પીડિતોએ ત્યાં વૃક્ષો અને છોડનું વાવેતર કર્યું હતું. જમીનની રસીદો પણ નિયમિત રીતે ભરવામાં આવતી હતી.

    ગિરિડીહઃ દલિતોની જમીન પર મુસ્લિમોનો કબજો

    દરમિયાન અબ્દુલ, મશરફે, ખલીલ, હમીદ, અલીબખ્શ વગેરેએ તે જમીન પર બળજબરીથી કબજો જમાવી લીધો હતો. આરોપીઓએ પીડિતોને માર માર્યો અને દુર્વ્યવહાર કર્યો અને તેમને ભગાડી ગયા. પીડિતોએ આ અંગે પોલીસને અનેક વખત ફરિયાદ કરી હતી પરંતુ તેની કોઈ સુનાવણી થઈ ન હતી.

    - Advertisement -

    પીડિતોનું કહેવું છે કે લગભગ 37 વર્ષ પછી પણ તેઓને ત્યાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા નથી. આખરે તમામ પીડિતો કોર્ટમાં ગયા હતા. વર્ષ 2016માં આ જમીન વિવાદ ગિરિડીહના ડેપ્યુટી કમિશનરની કોર્ટમાં પહોંચ્યો હતો. આ કેસમાં મોહન તુરી દલિત પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા જ્યારે ખલીલ મિયાં મુસ્લિમ પક્ષનું નેતૃત્વ કરી રહ્યા હતા. 3 વર્ષ સુધી ચાલેલા ટ્રાયલમાં બંને પક્ષોએ પોત-પોતાની દલીલો આપી અને પોતાના દસ્તાવેજો રજૂ કર્યા. અંતે, 3 વર્ષ પછી, 2019 માં, ડેપ્યુટી કમિશનરની અદાલતે મોહન તુરીની તરફેણમાં ચુકાદો આપ્યો અને ખલીલ મિયાંના દાવાને ગેરકાયદેસર જાહેર કર્યો હતો.

    પીડિતોનો આરોપ છે કે 2019માં કેસ જીત્યા છતાં 4 વર્ષ પછી પણ વહીવટીતંત્ર તેમને તેમની જમીનનો કબજો અપાવી શક્યું નથી. કોર્ટમાં જીતેલી જમીનના કબજાથી વંચિત રહેલા દલિત પરિવારોએ આખરે 12 સપ્ટેમ્બર, 2023ના રોજ ફરી એકવાર ગિરિડીહ ડેપ્યુટી કમિશનરને અપીલ કરી. તેમની માંગણી હતી કે પોલીસ ફોર્સ તૈનાત કરીને જમીનની માપણી કરવામાં આવે અને ગેરકાયદેસર અતિક્રમણ કરનારાઓને દૂર કરવામાં આવે અને તમામને માલિકી હક્ક આપવામાં આવે. જ્યારે પીડિતોને સાંભળવામાં ન આવતાં પીડિતોએ યોગ્ય કચેરી ખાતે વિરોધ શરૂ કર્યો હતો.

    અસરગ્રસ્ત પરિવારોની સંખ્યા 11 છે. 12મી સપ્ટેમ્બરના વિરોધ પછી, જ્યારે લગભગ એક મહિના સુધી તેમની સંભાળ લેવા માટે કોઈ ન આવ્યું, ત્યારે અસરગ્રસ્ત પરિવારોએ વિરોધ સ્થળે જ તેમની આજીવિકા માટે કામ કરવાનું શરૂ કર્યું. પીડિત પરિવારોનું કહેવું છે કે તેમના દિવાળી અને છઠ જેવા તહેવારો આવી રહ્યા છે. આવી સ્થિતિમાં આ બધાની સામે ગંભીર આર્થિક સંકટ ઊભું થયું છે. પરિવારને ટેકો આપવા માટે, પીડિત પરિવારે મંગળવાર (10 ઓક્ટોબર, 2023) થી ડીસી ઓફિસમાં સૂપડીઓ અને ટોપલીઓ બનાવવાનું શરૂ કર્યું છે. પીડિતોનું કહેવું છે કે તેઓ તેમની રોજીરોટી કમાવાની સાથે તેમનો વિરોધ ચાલુ રાખશે.

    ભાજપના ચંદનક્યારી ધારાસભ્ય અરુણ કુમારે આવી ઘટનાઓને અસ્વીકાર્ય ગણાવી છે. તેમણે જિલ્લા વહીવટીતંત્ર પાસે દોષિતોની ઓળખ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે. બીજેપી ધારાસભ્યના જણાવ્યા અનુસાર, આ પહેલા પણ પલામુમાં એક ખાસ સમુદાય દ્વારા મહાદલિત પરિવારોને તેમના ઘરોમાંથી બહાર કાઢવાની ઘટના બની છે.

    આપવામાં આવે છે જાનથી મારી નાખવાની ધમકીઓ

    ઑપઇન્ડિયાએ આ મામલે સ્થાનિક બીજેપી નેતા કામેશ્વર પાસવાન સાથે વાત કરી હતી. કામેશ્વરે જણાવ્યું કે જ્યાં મુસ્લિમ પક્ષે ગેરકાયદેસર કબજો લીધો છે ત્યાંથી પોલીસને ઘણી વખત ભગાડી દેવામાં આવી છે. પોલીસને ભગાડવામાં મુસ્લિમ મહિલાઓ પણ સામેલ હતી. કામેશ્વરના કહેવા પ્રમાણે, તે જગ્યાએ મુસ્લિમોએ ગેરકાયદેસર રીતે પણ મકાનો બનાવ્યા છે અને જો કોઈ તેને હટાવવાની વાત કરશે તો તેમને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે.

    ઉલ્લેખનીય છે કે 29 ઓગસ્ટ, 2022ના રોજ, ઝારખંડના પલામુમાં 50 મહાદલિત પરિવારોએ મુસ્લિમ ટોળા પર તેમની સાથે મારપીટ કરીને તેમની જમીન પર બળજબરીથી કબજો કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ, પીડિત પરિવારો જે જગ્યા પર 40 વર્ષથી રહેતા હોવાનો દાવો કરી રહ્યા હતા, મુસ્લિમ પક્ષ દ્વારા તેમની મદરેસાની જમીન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. ત્યારે પણ પીડિત પરિવારોએ પોલીસ પર કાર્યવાહી કરવામાં ઢીલ હોવાનો આક્ષેપ કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં