Friday, October 11, 2024
More
    હોમપેજક્રાઈમઝારખંડમાં ઈમરાન અલીના ઘરેથી 500 કિલો ગૌમાંસ ઝડપાયું, 17 જીવતી ગાયોને પણ...

    ઝારખંડમાં ઈમરાન અલીના ઘરેથી 500 કિલો ગૌમાંસ ઝડપાયું, 17 જીવતી ગાયોને પણ બચાવી: 3 કલાકના દરોડામાં 5ની ધરપકડ

    જીવતી ગાયોને કસ્ટડીમાં લઈને પોલીસે આરોપીઓ વિરુદ્ધ ઝારખંડ ગાય પશુ પ્રતિબંધ અધિનિયમ 2005 હેઠળ એફઆઈઆર નોંધી છે. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે જ્યાંથી તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. ઝડપાયેલી જીવતી ગાયોને ગૌશાળાના અધિકારીને સોંપવામાં આવી છે.

    - Advertisement -

    ઝારખંડના પૂર્વ વિસ્તારમાં આવેલ સિંઘભૂમ જિલ્લામાં ગૌહત્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસે ગાયની હત્યા કરીને તેનું માંસ વેચવા બદલ બે આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા ગૌહત્યા કરનારાઓ પાસેથી 500 કિલો ગૌમાંસ પણ મળી આવ્યું છે. પોલીસે આ માંસ ખરીદનારા 3 ગ્રાહકોની પણ ધરપકડ કરી છે. પોલીસની આ કાર્યવાહી દરમિયાન 17 ગાયોને પણ કતલ થતી બચાવવામાં આવી છે. પોલીસ દ્વારા આ જાણકારી શનિવારે (24 ડિસેમ્બર, 2022) ઉપલબ્ધ કરાઈ હતી.

    મીડિયા અહેવાલો અનુસાર, મામલો જમશેદપુરથી 30 કિલોમીટર દૂર કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં હલ્દીપોખર ગામમાં પોલીસને ગૌહત્યાની ગુપ્ત માહિતી મળી હતી. માહિતીના આધારે પોલીસે ઈમરાન અલીના ઘરે દરોડો પાડ્યો હતો. માહિતી સાચી હોવાનું જાણવા મળતાં પોલીસે સ્થળ પરથી 5 લોકોની ધરપકડ કરી હતી. આ આરોપીઓમાં શમીમ ઉર્ફે પપ્પુનો પણ સમાવેશ થાય છે. પપ્પુ ઈમરાન અલીનો સાથી હોવાનું કહેવાય છે.

    કહેવામાં આવી રહ્યું છે કે અલી પોતાના ઘરમાં જ પ્રાણીઓની કતલ કરતો અને માંસ વેચતો હતો. પોલીસને જોઈને તે દિવાલ કૂદીને ભાગવા લાગ્યો હતો. પોલીસે દોડીને તેને પકડી લીધો હતો. જીવતી ગાયોને કસ્ટડીમાં લઈને પોલીસે આરોપીઓ વિરુદ્ધ ઝારખંડ ગાય પશુ પ્રતિબંધ અધિનિયમ 2005 હેઠળ એફઆઈઆર નોંધી છે. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે જ્યાંથી તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. ઝડપાયેલી જીવતી ગાયોને ગૌશાળાના અધિકારીને સોંપવામાં આવી છે. નોંધનીય છે કે ઝારખંડમાં ગૌવંશ પ્રાણીઓની હત્યા અને તેમના માંસના વેચાણ પર પ્રતિબંધ છે.

    - Advertisement -

    જણાવવામાં આવી રહ્યું છે કે એક દિવસ પહેલા ગુરૂવારે સાકચીમાંથી ગૌમાંસ સાથે પકડાયેલા વ્યક્તિએ પોલીસને ઈમરાન અલીના ઠેકાણા અંગે જાણકારી આપી હતી. હિંદુસ્તાનના રિપોર્ટ અનુસાર, જ્યાંથી આ માંસ મળી આવ્યું છે તેને મુસ્લિમ બસ્તી કહેવામાં આવે છે.

    અહીં શુક્રવારે (23 ડિસેમ્બર 2022) દરોડો થયો હતો. આ કાર્યવાહી સવારે 6:30 વાગ્યે શરૂ થઈ હતી અને લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલ્યા બાદ બપોરે 11 વાગ્યે સમાપ્ત થઈ હતી. કાર્યવાહી દરમિયાન ગાયની કતલ માટે વપરાતી લાકડાની પાટી અને છરા પણ મળી આવી છે સાથે 500 કિલો ગૌમાંસ પણ શોધી નીકાળાયુ હતું. દરોડા દરમિયાન કુલ 8 લોકોની અટકાયત કરવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં