Wednesday, May 8, 2024
More
    હોમપેજદુનિયાચીનના બેઇજિંગમાં ઇઝરાયેલના રાજદ્વારી પર છરી વડે જીવલેણ હુમલો: હમાસે આપ્યો હતો...

    ચીનના બેઇજિંગમાં ઇઝરાયેલના રાજદ્વારી પર છરી વડે જીવલેણ હુમલો: હમાસે આપ્યો હતો વિશ્વભરમાં જેહાદ દિન ઉજવવાનો કોલ

    એ પણ નોંધવાપાત્ર છે કે હમાસ દ્વારા વિશ્વભરના મુસ્લિમોને શુક્રવારની નમાજને "ક્રોધનો દિવસ" અને "જેહાદ દિન" તરીકે જોવાના કોલ વચ્ચે આ ઘટના બની છે. આ પછી, વિશ્વભરના ઇઝરાયેલ અને યહૂદીઓને હાઇ એલર્ટ પર રહેવાની સલાહ આપવામાં આવી હતી.

    - Advertisement -

    ચીનમાં શુક્રવારે ઇઝરાયેલના રાજદ્વારી પર છરી વડે જીવલેણ હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ચીનની રાજધાની બેઈજિંગમાં થયેલા હુમલાને આતંકવાદી હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે શુક્રવારે ટાઇમ્સ ઓફ ઇઝરાયેલને આપેલી માહિતીમાં આ વાતની પુષ્ટિ કરી છે. ચીનમાં થયેલા આતંકવાદી હુમલામાં ઇઝરાયેલના રાજદ્વારી પર ચાકુ વડે હુમલો થયો હોવાના અહેવાલ છે. રાજદ્વારી હાલમાં બેઇજિંગની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે.

    આ હુમલાનો એક વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં સફેદ શર્ટ પહેરેલા હુમલાખોરને એકા લાંબા ચાકુ સાથે જોઈ શકાય છે. વિડીયોમાં દેખાય છે કે હુમલાખોર રાજદ્વારીને ઓછામાં ઓછા 5 વખત તેના ગળાને નિશાન બનાવીને છરી મારી રહ્યો છે અને વારંવાર તેની તરફ આવી રહ્યો છે. તે જ સમયે રાજદ્વારીએ પણ હુમલાખોર સામે લડવાનો પ્રયાસ કર્યો હતો અને હુમલાખોરને પણ થોડો ઘાયલ કર્યો હોય તેવું વિડીયોમાં દેખાય રહ્યું છે.

    આ આખી ઘટના દિવસ દરમિયાન, સેંકડો લોકો સામે એકદમ વ્યસ્ત રસ્તા પર બની હતી. જે જગ્યાએ ઇઝરાયેલી રાજદ્વારી પર હુમલો થયો હોય છે તે ફૂટપાથ આખેઆખો લોહીથી રંગાઇ જાય છે. QuickUpdate (@BigBreakingWire) નામના X એકાઉન્ટે વિડીયો શેર કર્યો અને લખ્યું, “વિડીયો પરથી એવું લાગે છે કે હુમલાખોર તો ચાઈનીઝ નથી પણ તે કોઈ આરબ વ્યક્તિ જેવો લાક્ષણિક દેખાવ પણ ધરાવતો નથી.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ચીનની રાજધાની બેઈજિંગમાં આ ઘટના બની છે. એ પણ નોંધવાપાત્ર છે કે હમાસ દ્વારા વિશ્વભરના મુસ્લિમોને શુક્રવારની નમાજને “Hate Day” અને “જેહાદ દિન” તરીકે જોવાના કોલ વચ્ચે આ ઘટના બની છે. આ પછી, વિશ્વભરના ઇઝરાયેલ અને યહૂદીઓને હાઇ એલર્ટ પર રહેવાની સલાહ આપવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં