Wednesday, October 16, 2024
More
    હોમપેજક્રાઈમ'હિંદુઓ કીડા-મકોડા, અમારી સરકાર આવે ત્યારે મસળી નાખીશું': કેમેરા સામે ફાંકાફોજદારી કરનાર...

    ‘હિંદુઓ કીડા-મકોડા, અમારી સરકાર આવે ત્યારે મસળી નાખીશું’: કેમેરા સામે ફાંકાફોજદારી કરનાર અયાન કુરેશીને યુપી પોલીસે દબોચ્યો, વીડિયો થયો હતો વાયરલ

    સરકાર દ્વારા હિંદુ તીર્થસ્થળોને તેમના પૌરાણિક નામ ફરીથી આપવા પર પણ અયાન કુરેશીએ વાંધાજનક નિવેદનો આપ્યાં હતાં. તેણે કહ્યું કે, "પ્રયાગરાજનું નામ આ રાખી દીધું, તે રાખી દીધું. ભાઈ તમારી સરકાર છે, તમે કંઈપણ રાખી લો. જે દિવસે અમારી સરકાર આવશે, તે દિવસે બધાનો સફાયો થઈ જશે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના (UP) ગાઝિયાબાદ જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પોતાને અયાન કુરેશી તરીકે ઓળખાવતો મુસ્લિમ યુવક હિંદુઓને કીડા-મકોડા ગણાવી રહ્યો છે અને તેની સરકાર સત્તામાં આવતાં જ બધું સાફ થઈ જશે તેવાં નિવેદનો કરી રહ્યો છે. આરોપી હિંદુ તહેવારો પર માંસની દુકાનો બંધ રાખવાના નિર્ણય સામે પણ વાંધો ઉઠાવતો જોવા મળી રહ્યો છે. મુસ્લિમ સમુદાયના કેટલાક અન્ય લોકો પણ પાછળ જોવા મળે છે, જે અયાન કુરેશીનું સમર્થન કરી રહ્યા છે. પોલીસે વાયરલ વીડિયોની નોંધ લઈને FIR નોંધી છે. અયાન કુરેશીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

    આ વિડીયો ઉત્તર પ્રદેશના મસૂરી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. ન્યૂઝ ગેલેરી નામની એક યુટ્યુબ ચેનલે આ વિડીયો શનિવારે (4 નવેમ્બર 2023) પ્રસારિત કર્યો હતો. 7 મિનિટ 48 સેકન્ડના આ યુટ્યુબ વિડિયોમાં પત્રકારે રફીકાબાદમાં રહેતા લોકોને સવાલ-જવાબ કર્યા હતા. આ દરમિયાન અયાન કુરેશીએ પણ જવાબ આપ્યો હતો. અયાને કહ્યું કે, “ભાઈ હિંદુ શું છે? તમે ઈન્ડિયામાં રહ્યા બાદ માત્ર હિંદુ-હિંદુ છો. ક્યાં દેશમાં છે હિંદુ, એ બતાવો મને. બાબરનો ઇતિહાસ અને તેનો ઇતિહાસ શું કરી રહ્યા છો.. તમે કંઈપણ કરી લો બસ ઇન્ડિયા સુધી જ સીમિત છો.”

    સરકાર દ્વારા હિંદુ તીર્થસ્થળોને તેમના પૌરાણિક નામ ફરીથી આપવા પર પણ અયાન કુરેશીએ વાંધાજનક નિવેદનો આપ્યાં હતાં. તેણે કહ્યું કે, “પ્રયાગરાજનું નામ આ રાખી દીધું, તે રાખી દીધું. ભાઈ તમારી સરકાર છે, તમે કંઈપણ રાખી લો. જે દિવસે અમારી સરકાર આવશે, તે દિવસે બધાનો સફાયો (એટલે કે બધા વિપક્ષી સાફ, બધા વિરોધી સાફ, થયેલા બધા કામો સાફ, વગેરે) થઈ જશે. જે પહેલાનું હતું, તે જ રહેશે.”

    - Advertisement -

    કર્ણાટક બુરખા વિવાદ પર પણ અયાન કુરેશીએ કહ્યું કે મુસ્લિમ છોકરીઓની મરજી, એ કંઈપણ પહેરે. આ દરમિયાન વિચિત્ર રીતે અયાને કરવા ચોથ જેવા હિંદુ તહેવારોનું નામ લઈને તે દરમિયાન બંધ કરાવવામાં આવતી માંસની દુકાનો પર વાંધો ઉઠાવ્યો.

    ચિકન મીટ વેચનાર અયાન કુરેશીએ ગાયોના સંરક્ષણ પર પણ કટાક્ષ કર્યો. તેણે કહ્યું કે, જેવી રીતે ગાયની ચિંતા કરવામાં આવી રહી છે તેવી રીતે જ બિલાડી, મરઘી અને ભેંસોની પણ ચિંતા કરવામાં આવવી જોઈએ. અયાનના મતે યોગી આદિત્યનાથે એકપણ કામ સારું નથી કર્યું. છેલ્લે અયાને કહ્યું, “ઈસ્લામ જીવિત હતો, છે અને રહેશે પણ.”

    આ સમગ્ર ઇન્ટરવ્યૂ દરમિયાન અયાન કુરેશીની પાછળ રહેલા કેટલાક લોકોની ભીડ આ નિવેદનનું સમર્થન કરતાં વચ્ચે-વચ્ચે નારા લગાવી રહી હતી. કેમેરામાં નથી જોઈ શકાતો પણ બાજુમાં ઉભેલા એક શખ્સે એવું પણ કહ્યું કે, બાબર તેમનો છે.

    ભારતમાં રહેતા, ભારતના લોકોના પૈસા પર જીવતા અયાન કુરેશીએ હદ ત્યારે કરી દીધી, જ્યારે તેણે કહ્યું, “મુસલમાનોની લડાઈ માત્ર યહૂદીઓ સાથે છે. આ હિંદુ શું છે? તેને કીડા-મકોડાની જેમ મસળવામાં આવશે.”

    આ નિવેદન પર પત્રકારે વાંધો ઉઠાવ્યો હતો અને આવું ન બોલવા માટેની સલાહ પણ આપી હતી. જોકે, તેનો અયાન કુરેશીને કોઈ ફરક પડ્યો નહીં અને તે તેની વાત પર અડગ રહ્યો. આ દરમિયાન અન્ય એક વ્યક્તિએ સરકારને ઢોંગી ગણાવી. અંતમાં અયાને કહ્યું, “આ સરકાર ગયા પછી, તેને સંતાવ માટે ક્યાંય જગ્યા પણ નહીં મળે. આ બધા જેલમાં જશે. એક પછી એક. સફાયો એકદમ. અમે તો આટલું જાણીએ છીએ.”

    UP પોલીસે આ વાયરલ વિડીયોની નોંધ લીધી છે. ગાઝિયાબાદ ACP મસૂરીના જણાવ્યા અનુસાર, વિડિયોના આધારે કેસ નોંધી લેવામાં આવ્યો છે. આરોપી અયાન કુરેશીની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં