Saturday, October 5, 2024
More
    હોમપેજક્રાઈમરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પર આયોજિત કાર્યક્રમ માટે ફાળો ઉઘરાવતા હિંદુ ખેડૂત નેતાની...

    રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પર આયોજિત કાર્યક્રમ માટે ફાળો ઉઘરાવતા હિંદુ ખેડૂત નેતાની હત્યા, હિસ્ટ્રીશીટર કાલે ખાઁ સામે ગુનો- પોલીસે નકાર્યો સાંપ્રદાયિક એન્ગલ

    કાલે ખાનના હુમલાથી ઢળી પડેલા વિનોદ કશ્યપને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. બીજી તરફ હુમલો કરીને કાલે ખાન ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં એક હિંદુ ખેડૂત આગેવાનની હત્યા કરી દેવામાં આવી છે. તેઓ આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં થનાર ભવ્ય પ્રાણપ્રતિષ્ઠાને અનુલક્ષીને તેમના ગામના રામમંદિરમાં યોજવામાં આવેલા કાર્યક્રમ માટે ફાળો ઉઘરાવવા નીકળ્યા હતા. આ દરમિયાન તેમના ભાઈ પણ તેમની સાથે હાજર હતા. આરોપી કાલે ખાઁએ તેમના ઉપર પણ હુમલો કર્યો હતો, તેઓ પણ આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા.

    અહેલાવોમાં જણાવ્યા, અનુસાર મૃતકનું નામ વિનોદ કશ્યપ છે. તેઓ શ્રીરામલલા પ્રાણપ્રતિષ્ઠાના ઉત્સવને લઈને ફાળો એકત્રિત કરી રહ્યા હતા. અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે ફાળો ઉઘરાવતા દરમિયાન તેઓ ‘જય શ્રીરામ’ના નારા પણ લગાવી રહ્યા હતા. દરમ્યાન, કાલે ખાઁ ત્યાં પહોંચ્યો અને તલવાર અને કટ્ટો લઈને તેમની પર હુમલો કરી દીધો હતો. તેણે પહેલાં તલવારથી વિનોદ પર હુમલો કર્યો. આ હુમલાથી તેઓ ત્યાં જ ઢળી પડ્યા. તેમના ભાઈ તેમને બચાવવા વચ્ચે પડ્યા તો આરોપીએ તેમના પર પણ હુમલો કરી દીધો.

    કાલે ખાનના હુમલાથી ઢળી પડેલા વિનોદ કશ્યપને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. બીજી તરફ હુમલો કરીને કાલે ખાન ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. આ હુમલા દરમિયાન તેણે ફાયરિંગ પણ કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો. મૃતક વિનોદ કશ્યપ ભારતીય કિસાન યુનિયનના નગર અધ્યક્ષ હતા. સ્થાનિક આગેવાનની હત્યા થતાં પરિવારજનો અને સ્થાનિકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ઉન્નાવમાં હિંદુ આગેવાનની હત્યા કરનાર આરોપી કાલે ખાન હિસ્ટ્રીશીટર છે અને ગંભીર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ઘટનાની જાણ થતા જ ગંગાઘાટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. લોકોના ટોળા એકઠા થયા બાદ પોલીસે મહામહેનતે તેમને શાંત પડ્યા હતા. બીજી તરફ પરિવારની ફરિયાદ પર પોલીસે આરોપી કાલે ખાઁ વિરુદ્ધ હત્યા સહિતના ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. કાલે ખાન હાલ પોલીસની પકડથી દૂર છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવી તેને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

    પોલીસે કહ્યું- કોઇ ધાર્મિક કારણ નહીં, હાલ તપાસ કરી રહ્યા છીએ

    આ સમગ્ર ઘટનામાં ઉન્નાવ પોલીસે કોઇ પણ ધાર્મિક કારણ હોવાની વાતોનો ઇનકાર કર્યો છે અને કહ્યું કે બંને પક્ષે પૈસાની બાબતમાં ધમાલ થઈ હતી. એક નિવેદનમાં પોલીસે જણાવ્યું કે, અમુક ઠેકાણે સમાચાર ફેલાઇ રહ્યા છે કે ધાર્મિક કારણોના લીધે મારપીટ થઈ હતી, પરંતુ જાણવાનું છે કે FIRમાં આ પ્રકારનો કોઈ આરોપ ફરિયાદીએ લગાવ્યો નથી અને હાલ તમામ તથ્યોની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    પોલીસે જણાવ્યું કે ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે એક પરિવારના સભ્યો પાસે બીજા પક્ષના કાલે નામ વ્યક્તિએ પૈસાની માંગ કરી હતી અને પછી તેમની સાથે મારપીટ કરીને પથ્થરથી મરવામાં આવ્યા, જેના કારણે 2 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવતાં એકનું મોત થયું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં