Sunday, October 6, 2024
More
    હોમપેજદેશભજનમાં બેઠેલા મહિલાઓ-બાળકો પર મુસ્લિમ ટોળાનો હુમલો, પૂજારીને પણ માર્યા: 'લેન્ડ જેહાદ'...

    ભજનમાં બેઠેલા મહિલાઓ-બાળકો પર મુસ્લિમ ટોળાનો હુમલો, પૂજારીને પણ માર્યા: ‘લેન્ડ જેહાદ’ કરીને હિંદુ ધર્મસ્થળ પર કબજો કરવાનું કાવતરું

    ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસને જોઈને હુમલાખોરો ભાગી ગયા હતા. થોડી વારમાં આસપાસના અને હિંદુ સમાજના લોકો એકઠા થતાં તેમણે હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માગણી શરૂ કરી હતી. રાહુરી પોલીસ સ્ટેશનમાં સેંકડો પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા.

    - Advertisement -

    મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં પૂજા કરવા ગયેલા હિંદુ શ્રદ્ધાળુઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ હુમલામાં મંદિરના પૂજારી સહિત કેટલીક મહિલાઓને પણ ઈજાઓ પહોંચી હતી. રાજુ શેખ, રઝાક, સતાર, નાસિર અને ઇબ્રાહિમ સહિત તેમના 40 જેટલા સાથીઓ પર આ હુમલાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ઘટનાના અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પીડિત હિંદુ પક્ષે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેના પર ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટના સોમવાર (13 નવેમ્બર, 2023)ના રોજ બની હતી. ઑપઇન્ડિયા સાથે વાત કરતા પીડિત પક્ષે આ ઘટનાને ‘લેન્ડ જેહાદ’નું કાવતરું ગણાવ્યું છે.

    સ્થાનિક પત્રકાર બાબુલાલ રાઠોડે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે આ ઘટના અહમદનગર રાહુરી તાલુકામાં બની હતી. અહીંના ગુહા ગામમાં એક પ્રાચીન તીર્થસ્થાન છે. હિંદુ પક્ષ તેને સંત કનિફનાથ મહારાજની સમાધિ કહે છે. આ ગામ અને તેની આસપાસના મુસ્લિમો તેને વક્ફ બોર્ડ દ્વારા રીઝર્વ મુસ્લિમોની જમીન ગણાવીને પીરની દરગાહ હોવાનો દાવો કરે છે. હિંદુ પક્ષે આરોપ લગાવ્યો છે કે લગભગ એક વર્ષ પહેલા મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ સંત કનિફનાથની સમાધિ પર લગાવેલી ભગવા ચાદરને હટાવી લીધી હતી અને તેના બદલે લીલી ચાદર ચઢાવી દીધી હતી.

    ત્યાર બાદથી જ આ જગ્યાને લઇને તણાવ ઉભો થઇ ગયો છે. જોકે, હિંદુ પક્ષે પોતાનો દાવો છોડ્યો ન હતો. સોમવારે (13 નવેમ્બર, 2023) અમાવસ્યાને લઈને હિંદુ પક્ષે તેમની પરંપરાગત પ્રથાનું કહીને આ સ્થળે કીર્તન-ભજન અને ભંડારાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો જોડાયા હતા. આરોપ છે કે સવારે 8:30 વાગ્યાથી 9:00 વાગ્યાની વચ્ચે મુસ્લિમ સમુદાયના લગભગ 40 લોકો પ્રાર્થના સ્થળમાં ઘૂસી ગયા હતા. આ ટોળાની આગેવાની રાજુ દાગુ શેખ, રઝાક દાગુ શેખ, સત્તાર બશીર શેખ, નાસીર ફતુ શેખ અને ઇબ્રાહિમ ઇસ્માઇલ શેખ કરી રહ્યા હતા.

    - Advertisement -

    આ લોકોએ કશું જ કહ્યા વગર ભજન-કીર્તન કરી રહેલા લોકો પર હુમલો કરી દીધો હતો. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે હુમલાખોરો પાસે ડંડા-લાકડીઓ હતી. આ હુમલામાં મહિલાઓ અને બાળકોની સાથે પૂજારી શંકર કિશન માજરેને પણ માર મારવામાં આવ્યો હતો. અચાનક બનેલી આ ઘટનામાં કેટલાક શ્રદ્ધાળુઓ ઘાયલ પણ થયા છે. પોલીસ આ તમામની મેડિકલ તપાસ કરાવી રહી છે. આ મારપીટનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં ભગવા વસ્ત્રોમાં રહેલા પૂજારીને મારી રહેલું ટોળું ‘માર આને’ની બુમો પડતું નજરે પડી રહ્યું છે. અન્ય એક વીડિયોમાં મહિલાઓને ચીસો પાડતી સાંભળી શકાય છે.

    ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસને જોઈને હુમલાખોરો ભાગી ગયા હતા. આ ઘટનાની જાણ આસપાસના અને હિંદુ સમાજના લોકોને થતાં તેમણે હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માગણી શરૂ કરીછે. રાહુરી પોલીસ સ્ટેશનમાં સેંકડો પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. પોલીસે ગુનો નોંધી મામલાની તપાસ હાથ ધરી છે. જોકે હજી સુધી કોઈ ધરપકડના અહેવાલ મળ્યા નથી. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના આ ગામમાં હાલ ગામમાં શાંતિનો માહોલ છે.

    મંદિર સાથે સંકળાયેલી જમીન હડપવાનું કાવતરું

    ઑપઇન્ડિયાએ પોલીસ સ્ટેશનમાં હાજર હિંદુ સંગઠનના કાર્યકર્તા ઋષિકેશ સાથે વાત કરી હતી. આ મામલે ઋષિકેશે જણાવ્યું કે સંત કનિફનાથ સમાધિ મંદિર લગભગ 400 વર્ષ જૂનું છે જે લાંબા સમયથી હિંદુ આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. તેમનો દાવો છે કે 10 વર્ષ પહેલા જ મુસ્લિમોએ તેને રામઝાની શાહની દરગાહ કહેવાનું શરૂ કર્યું છે. મુસ્લિમ પક્ષના આ દાવાને ઋષિકેશ બાંગર દ્વારા સમાધિ સ્થળની આશરે 40 વીઘા જમીન હડપ કરી લેવાનું કાવતરું કહેવામાં આવી રહ્યું છે.

    ઋષિકેશના જણાવ્યા અનુસાર જાન્યુઆરી 2022માં પણ મુસ્લિમોએ મંદિરના ભંડારા પ્રસાદને પગથી લાત મારીને સાંપ્રદાયિક માહોલ બગડી નાંખ્યો હતો. ઋષિકેશે વધુમાં જણાવ્યું હતું કે પૂજારી શંકર કિશન માજરે ગુહા ગામના રહેવાસી છે અને તેઓ છેલ્લા ઘણા વર્ષોથી મંદિરમાં પૂજા કરી રહ્યા છે. ઋષિકેશે એવો પણ દાવો કર્યો છે કે 10 વર્ષ પહેલા મુસ્લિમોએ આ જગ્યા પર પોતાનો દાવો ઠોકીને વિવાદને મોટું સ્વરૂપ આપી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં