Thursday, July 25, 2024
More
  હોમપેજક્રાઈમ‘આદિવાસી, તુજે જાન સે માર દૂંગા’ કહીને સુરતના કોસંબામાં બે હિંદુ યુવકો...

  ‘આદિવાસી, તુજે જાન સે માર દૂંગા’ કહીને સુરતના કોસંબામાં બે હિંદુ યુવકો પર હુમલો, તલવાર લઈને તૂટી પડ્યા હનીફ-મહંમદ: FIR દાખલ થયા બાદ ધરપકડ  

  ઑપઇન્ડિયા સાથે વાત કરતા પીડિત રોહિત વસાવાએ તેમ પણ જણાવ્યું હતું કે, તેના પર હુમલો કરનાર બંને આરોપીઓ ક્રિમિનલ માઈન્ડેડ છે. તેમના ઉપર આ પહેલાં પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. રોહિતના જણાવ્યા અનુસાર, હનીફ અને મહંમદ નશાખોર છે, તેમજ તેઓ લૂંટ અને ચોરી કરવાના આદિ છે.

  - Advertisement -

  સુરતના કોસંબામાં આદિવાસી યુવકો પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. હુમલાખોરો પીડિતના ગામમાં જ રહેતા મુસ્લિમ સમાજના યુવકો છે. પ્રસંગમાં મહેમાન માટે ઠંડુ-પીણું લેવા ગયેલા પીડિત યુવકને પહેલા જાતિસૂચક શબ્દો કહીને અપમાનિત કરવામાં આવ્યો, તેણે પ્રતિકાર કરતાં હનીફ શેખ અને મહંમદ ઝૈદ નામના બંને આરોપીઓ તેના પર તૂટી પડ્યા હતા. તેમણે માથામાં તલવારનો ઘા ઝીંકી દેતાં પીડિત ઢળી પડ્યો હતો. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલના સળિયા ગણતા કરી દીધા છે.

  મળતી માહિતી અનુસાર, આ ઘટના ગત 28 નવેમ્બર, 2023ના રોજ ઘટી હતી. પીડિત રોહિત વસાવા પોતાના માસીના દીકરા સોહન વસાવા સાથે એક પારિવારિક પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો. આ દરમિયાન તે બંને પ્રસંગમાં હાજર મહેમાનો માટે ઠંડુ-પીણું લેવા માટે મોટરસાઈકલ લઈને કોસંબા જૂના રિક્ષા સ્ટેન્ડ પાસે ગયા હતા. આ દરમિયાન હનીફ શેખ ઉર્ફે સફીયો ચીનો અને મહંમદ ઝૈદ બંનેએ તેમને રોકીને જીવલેણ હુમલો કરી દીધો હતો.

  ઘટના વિશે માહિતી લેવા ઑપઇન્ડિયાએ પીડિત યુવક રોહિત વસાવાનો સંપર્ક કર્યો હતો. રોહિતના જણાવ્યા અનુસાર જ્યારે તે અને તેની માસીનો દીકરો મોટરસાઈકલ લઈને ઠંડુ પીણું લેવા પહોંચ્યા, તે સમયે ત્યાં પહેલેથી ઉભેલા બંને આરોપીઓએ તેમને અટકાવ્યા હતા અને જાતિસૂચક શબ્દો કહ્યા હતા. તેણે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “હનીફ ઉર્ફે સાફીયા ચીનાએ મને અને મારા ભાઈને કહ્યું હતું કે “આદિવાસી દુ*&, અહીં કેમ ફરો છો?” આમ કહીને તેણે અમને અભદ્ર ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું. મેં તેને ગાળો ન બોલવાનું કહેતાં તે બંને ઉશ્કેરાઈ ગયા હતા અને મને ઢીકા-પાટુનો માર મારવા લાગ્યા હતા.”

  - Advertisement -

  માથામાં તલવાર મારીને પીડિત ઢળી પડ્યો

  રોહિતે આગળ જણાવ્યું કે, “આ દરમિયાન હનીફ શેખે નજીક પડેલી સફેદ કલરની ગાડીમાંથી ડ્રાઈવર સીટમાં મૂકી રાખેલી તલવાર કાઢી હતી અને મને માથાના ભાગે મારી દીધી હતી.” પીડિત યુવકના જણાવ્યા અનુસાર માથામાં તલવારનો ઘા વાગતાં તે ત્યાં જ ઢળી પડ્યો હતો. જોકે હનીફ આટલે જ ન અટક્યો, તેણે અર્ધ બેભાન અવસ્થામાં પડેલા રોહિતને જીવથી મારી નાંખવાના ઈરાદે બીજો ઘા કરવાનો પ્રયત્ન પણ કર્યો. પરંતુ રોહિતના માસીનો દીકરો વચ્ચે પડતા તેનો બચાવ થયો. જોકે, તે પણ પછીથી તલવારથી ઘવાયો હતો. આ દરમિયાન આસપાસના લોકો દોડી આવતાં હનીફ અને મહંમદ ભાગી છૂટ્યા હતા.

  ત્યારબાદ સ્થળ પર હાજર લોકો બેભાન થઇ ગયેલા પીડિત યુવકને લઈને સ્થાનિક દવાખાને પહોંચ્યા હતા, જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી. આ હુમલામાં રોહિત વસાવાના માથામાં 10 જેટલા ટાંકા આવ્યા છે, જ્યારે તેના ભાઈને સામાન્ય ઈજાઓ પહોંચી છે. પીડિતના જણાવ્યા અનુસાર બંને આરોપીઓએ જતાં-જતાં પણ તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હનીફે ભાગતાં-ભાગતાં રોહિત અને તેના માસીના દીકરાને કહ્યું હતું કે, “આજ તો તુ બચ ગયા, જબ અકેલા મિલેગા તબ જાન સે માર દુંગા.”

  બંને આરોપીઓ ગુનાહિત માનસિકતા ધરાવનારા: રોહિત વસાવા

  ઉલ્લેખનીય છે કે ઑપઇન્ડિયા સાથે વાત કરતાં પીડિત રોહિત વસાવાએ તેમ પણ જણાવ્યું હતું કે, તેના પર હુમલો કરનાર બંને આરોપીઓ ક્રિમીનલ માઈન્ડેડ છે. તેમના ઉપર આ પહેલાં પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. રોહિતના જણાવ્યા અનુસાર હનીફ અને મહંમદ નશાખોર છે, તેમજ તેઓ લૂંટ અને ચોરી કરવાના આદિ છે. બંને આરોપીઓ કોઈ પણ વ્યક્તિના ગળા પર ચપ્પુ મુકીને લૂંટ ચલાવી લે છે. તેઓ પોતાની પાસે કાયમ તીક્ષ્ણ હથિયાર રાખતા હોવાનું પણ રોહિતે જણાવ્યું હતું.

  કોસંબામાં આદિવાસી જીવલેણ હુમલો કરનાર હનીફ શેખ ઉર્ફે ફીયો ચીનો તેમજ મહંમદ ઝૈદને પોલીસે ઝડપી લીધા છે. રોહિત વસાવાની ફરિયાદ પર પોલીસે બંને વિરુદ્ધ IPCની કલમો 307, 324, 323, 504, 506 (2), 114 ઉપરાંત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ 3 (1) (r), 3 (1) (s), 3 (2) (v) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં