Sunday, September 15, 2024
More
    હોમપેજદેશફેવિક્વિકથી ચોંટાડ્યા હોઠ, ઘા પર લાલ મરચું…..મધ્ય પ્રદેશના ગુનામાં હિંદુ યુવતી સાથે...

    ફેવિક્વિકથી ચોંટાડ્યા હોઠ, ઘા પર લાલ મરચું…..મધ્ય પ્રદેશના ગુનામાં હિંદુ યુવતી સાથે હેવાનિયત, આરોપી અયાન પઠાણના ઘર પર ચાલ્યું બુલડોઝર 

    પીડિતા પર હુમલા બાદ જેલમાં સજા ભોગવી રહેલા આરોપી અયાન પઠાણના ગુનામાં સ્થિત ઘર પર પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું છે. 20 એપ્રિલે જિલ્લા વહીવટીતંત્રને તેની તપાસમાં જાણવા મળ્યું હતું કે, અયાનનું ઘર સરકારી જમીન પર બનેલું છે. આ સાથે જ પ્રશાસને આરોપીના ઘરે નોટિસ ફટકારી હતી અને 12 કલાકમાં જવાબ માંગવામાં આવ્યો હતો.

    - Advertisement -

    મધ્ય પ્રદેશના ગુનામાં 16 એપ્રિલે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. તેમાં અયાન પઠાણ નામના શખ્સે પ્રેમમાં ફસાવેલી એક હિંદુ યુવતીને નિર્દયતાથી માર માર્યો હતો. મારપીટ બાદ આરોપીએ યુવતી સાથે હેવાનિયત આચરી હતી. તેણે પીડિતાના હોઠ અને આંખો ફેવીક્વિકથી ચોંટાડી દીધાં હતાં. આ સાથે જ પીડિતાના ઘા પર પણ લાલ મરચું નાખી દેવામાં આવ્યું હતું. હવે પીડિતાએ પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી છે. આ સાથે પ્રશાસને પણ આરોપી અયાન પઠાણના ઘર પર બુલડોઝર ફેરવી દીધું છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે (20 એપ્રિલ, 2024) પીડિતાને સારી સારવાર માટે ગુના જિલ્લા હોસ્પિટલમાંથી ગ્વાલિયર રિફર કરવામાં આવી છે. અહીં સારવાર દરમિયાન પીડિતાએ એક આંખની રોશની ગુમાવી દીધી હતી. તેને બીજી આંખથી પણ ઓછું દેખાય તેવા અહેવાલ સામે આવ્યા છે. આરોપ છે કે, અયાન પઠાણે પહેલાં ઝાડુના પાછળના ભાગેથી અને પછી પથ્થર વડે યુવતીની બંને આંખો પર માર માર્યો હતો. જોકે, ડોકટરો પીડિતાની સારવારમાં વ્યસ્ત છે. શનિવારે (20 એપ્રિલ) જ કોર્ટમાં પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.

    જ્યારે પીડિતા પર હુમલા બાદ જેલમાં સજા ભોગવી રહેલા આરોપી અયાન પઠાણના મધ્ય પ્રદેશના ગુનામાં સ્થિત ઘર પર પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું છે. 20 એપ્રિલે જિલ્લા વહીવટીતંત્રને તેની તપાસમાં જાણવા મળ્યું હતું કે, અયાનનું ઘર સરકારી જમીન પર બનેલું છે. આ સાથે જ પ્રશાસને આરોપીના ઘરે નોટિસ ફટકારી હતી અને 12 કલાકમાં જવાબ માંગવામાં આવ્યો હતો. 12 કલાકથી વધુ સમય વીતી જવા છતાં અયાન પઠાણના પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નહોતી. આખરે 21 એપ્રિલે વહીવટીતંત્ર બુલડોઝર લઈને અયાનના ઘરે પહોંચ્યું હતું અને તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર બનેલા મકાનને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું.

    - Advertisement -

    નોંધનીય છે કે, જે આરોપીના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે, તેણે એક હિંદુ યુવતીને એક મહિના સુધી પોતાના ઘરમાં બંધક બનાવીને રાખી હતી. આ દરમિયાન તેણે પીડિતા પર નિર્દયતાથી હેવાનિયત આચરી હતી. તેણે તેની સાથે મારપીટ કરી અને મોઢામાં મરચું નાખીને હોઠ ફેવીક્વિકથી ચોંટાડી દીધા હતા. પીડિતાએ પણ હોસ્પિટલમાં જણાવ્યું હતું કે, અયાને તેની સાથે ખૂબ જ બર્બરતા આચરી હતી અને માર માર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં