Sunday, May 5, 2024
More
    હોમપેજક્રાઈમગોંડલમાં બે સગા ભાઈઓનાં મોત મામલે ચોંકાવનારો ખુલાસો: પોલીસે પિતાની ધરપકડ કરી

    ગોંડલમાં બે સગા ભાઈઓનાં મોત મામલે ચોંકાવનારો ખુલાસો: પોલીસે પિતાની ધરપકડ કરી

    બંને બાળકોના પિતા રાજેશ મકવાણાના થોડા દિવસ પહેલાં જ પત્ની સાથે છૂટાછેડા થયા હતા. તે પહેલાં બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા.

    - Advertisement -

    તાજેતરમાં ગોંડલમાં બે સગા ભાઈઓનાં રહસ્યમય સંજોગોમાં મોત થઈ ગયાં હતાં. જે મામલે તપાસ બાદ પોલીસે તેમના પિતાની ધરપકડ કરી છે. મૃતક બંને સગા ભાઈ હતા, જેમાંથી એકની ઉંમર 3 વર્ષ અને બીજાની 13 વર્ષ હતી. 15 દિવસ પહેલાં માતા-પિતાના છૂટાછેડા થયા બાદ બંને પિતા સાથે રહેતા હતા. 

    બંને બાળકોના પિતા રાજેશ મકવાણાએ દાવો કર્યો હતો કે તે તેમને ઘરની નજીક આવેલી એક દરગાહમાં ન્યાજ જમવા માટે લઇ ગયો હતો. ત્યાંથી પરત આવ્યા બાદ તેમને ઉલટીઓ શરૂ થઈ ગઈ અને બંને બેભાન થઈ ગયા હતા. જ્યાંથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ટૂંકી સારવાર બાદ બંનેએ વારાફરતી દમ તોડી દીધો હતો. 

    મામલાની જાણ પોલીસને થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી અને બંને મૃતદેહો કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. જે રિપોર્ટમાં બંનેનાં મોત ઝેરના કારણે થયાં હોવાનું સામે આવ્યું હતું. શરૂઆતથી જ શંકાની સોય પિતા તરફ જ જઈ રહી હતી. દરમ્યાન પોલીસે તેની પૂર્વ પત્નીની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે રાજેશ કાયમ આ બંને બાળકો તેના ન હોવાનું કહીને ઝઘડા કરતો હતો અને તેના જ ત્રાસથી તેણે છૂટાછેડા આપી દીધા હતા. ત્યારબાદ પોલીસે આ વિષયને લઈને રાજેશની પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો. 

    - Advertisement -

    પોલીસે જણાવ્યા અનુસાર, બંને બાળકોના પિતા રાજેશ મકવાણાના થોડા દિવસ પહેલાં જ પત્ની સાથે છૂટાછેડા થયા હતા. તે પહેલાં બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. રાજેશ તેની પૂર્વ પત્ની પર કાયમ ચારિત્ર્યને લઈને શંકા કરતો અને તે જ વિષયને લઈને બંને વચ્ચે વિવાદ થતો રહેતો હતો. ઉપરાંત, તે પત્નીને એમ પણ વારંવાર કહેતો કે બંને બાળકો તેનાં નથી. 

    આખરે પત્નીથી છૂટા પડ્યા બાદ તેણે બંને બાળકો પોતાનાં ન હોવાની શંકા રાખીને પોતે જ બંનેને ઝેર આપી દીધું હતું. જેના કારણે બંને મૃત્યુ પામ્યાં હતાં. મૃતક બાળકોમાંથી એક આઠમા ધોરણમાં ભણતો (13 વર્ષનો) હતો અને બીજાની ઉંમર માત્ર 3 વર્ષ હતી. મૃત્યુના દિવસે બંને દરગાહ ખાતે ન્યાજ જમીને આવ્યા હતા અને રમી રહ્યા હતા ત્યારે અચાનક તબિયત લથડી હતી. ત્યારબાદ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, પરંતુ બચી શક્યા ન હતા. 

    ગોંડલમાં બે ભાઈઓનાં મોત મામલે આખરે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં