Friday, October 18, 2024
More
    હોમપેજદેશ'પનીર ટીકા નહીં, ટિક્કા': સ્વિગીને હિંદુ તિલકને લઈને પોસ્ટ કરવી ભારે પડી,...

    ‘પનીર ટીકા નહીં, ટિક્કા’: સ્વિગીને હિંદુ તિલકને લઈને પોસ્ટ કરવી ભારે પડી, જનાક્રોશ બાદ હટાવવી પડી; પહેલા પણ હિંદુદ્વેષના લાગી ચૂક્યા છે આરોપ

    ભારે આલોચનાઓ અને વિરોધ બાદ સ્વિગીએ પોસ્ટ ડિલીટ કરવી પડી. પણ તેઓ ડિલીટ કરે તે પહેલા જ તેના સ્ક્રિન શોટ સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા હતા.

    - Advertisement -

    આપણા દેશમાં મોર્ડન અને એડવાન્સ દેખાવા માટે હિંદુ ધર્મની મજાક બનાવવી હવે સામાન્ય બાબત થઈ ગઈ છે. આવું જ કઈક કર્યું હતું ફૂડ ડિલીવર કરતી કંપની સ્વિગીએ. તેમણે સોશિયલ મીડિયા પર હિંદુઓના આસ્થાના અને ઓળખના પ્રતિક સમાન ચાંલ્લા/તિલકના ચિહ્નને લઈને આપત્તિજનક પોસ્ટ કરી હતી. પણ ફૂડ ડિલીવર કરતી કંપની સ્વિગીને હિંદુ ચિહ્નની મજાક બનાવતી પોસ્ટ કરવી ભારે પડી અને જનાક્રોશનો સામનો કરવો પડ્યો.

    ભારે આલોચનાઓ અને વિરોધ બાદ સ્વિગીએ પોસ્ટ ડિલીટ કરવી પડી. પણ તેઓ ડિલીટ કરે તે પહેલા જ તેના સ્ક્રિનશોટ સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા હતા. વાસ્તવમાં સ્વિગીએ સોશિયલ મીડિયામાં એક કટોરામાં પનીર અને તેના પણ ટીકો/તિલક લગાવીને મજાક કરી હતી. આ જોઈ હિંદુ યુઝર્સમાં રોષ ફાટી નીકળ્યો હતો.

    સ્વિગીએ મંગળવારે (9 જુલાઈ 2024) 12:06 વાગ્યે આ ફોટો શેર કર્યો હતો. આટલું જ નહીં, પનીર પર ટીકો લગવીને તેમણે એમ પણ લખ્યું “સ્ક્ર્રૂ ઈંટ, પનીર ટીકા” (Screw It, Paneer Tika)

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે પનીર ટીક્કા એક લોકપ્રિય ભારતીય વાનગી છે. પરંતુ કંપનીએ ફોટામાં પનીર ભરેલા બાઉલ પર તિલક લગાવીને શબ્દોની રમત રમી હિંદુઓની અસ્થાને ઠેસ પહોંચાડી. તેમણે પનીર ટીક્કાને પનીર ટીકા લખ્યું. હિન્દી ભાષામાં તિલકને ટીકા કહેવામાં આવે છે અને કંપની પણ તેનો અર્થ જાણતી જ હશે. આ મજાકથી હિંદુઓ આક્રોશિત થઇ ઉઠ્યા હતા. X પર અનેક યુઝરોએ આ ફોટો શેર કરીને સ્વિગીને માફી માંગવા કહ્યું. અનેક યુઝરો એ તો સ્વિગીનો બહિષ્કાર કરવાની પણ વાત કરી.

    પોતાની આ બદમાશી બાદ સ્વિગીને ભારે આલોચનાનો સામનો કરવો પડ્યો હતો અને ત્યાર બાદ તેમણે આ પોસ્ટ હટાવી લીધી. જોકે અનેક યુઝરોને તેનાથી પણ સંતોષ નહોતો થયો અને કહ્યું હતું કે કંપનીએ જાહેરમાં એક પોસ્ટ લખીને માફી માંગવી જોઈએ.

    એક યુઝરે સ્વિગીએ ડિલીટ કરેલી પોસ્ટનો સ્ક્રિન શોટ શેર કરીને લખ્યું કે, “એક વાર ફરી સ્વિગી દ્વારા હિંદુફોબીક ટ્વીટ કરવામાં આવ્યું. તેમણે આ પોસ્ટ ડિલીટ કરી છે, પણ તે પૂરતું નથી. સ્વિગી તમારે માફી માંગવી જોઈએ. માર્કેટિંગના નામે હિંદુઓ પ્રત્યે નફરત ફેલાવનારા વ્યવસાયોનો બહિષ્કાર કરો.”

    અન્ય એક યુઝરે અફસોસ જતાવતાં લખ્યું, “ભારતમાં હિંદુઓની આસ્થાની મજાક બનાવવી ખૂબ સરળ છે. સ્વિગી જેવા લોકો હિંદુઓ પાસેથી પૈસા કમાય છે અને અમારી અસ્થાનો મજાક બનાવે છે કારણકે હિંદુ સહિષ્ણુ છે. જો તેમણે કોઈ લીલા શાકભાજી પર ટોપી પહેરાવી હોત તો અત્યાર સુધીમાં તેમને રસ્તા પર દોડાવી દોડાવીને મારવામાં આવતા.”

    પોસ્ટથી આક્રોશિત થયા બાદ અનેક યુઝરોએ ડિલીવરી એપ વિરુદ્ધ કેટલાક હેશટેગ પણ ચલાવ્યા હતા. નોંધનીય છે કે આ પહેલી વાર નથી, આ પહેલા પણ સ્વિગી પર હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગી ચૂક્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં