Monday, May 6, 2024
More
    હોમપેજગુજરાતપાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલા કચ્છમાં નકલી નોટ સાથે ફિરોઝ, ઇમરાન અને અશરફ...

    પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલા કચ્છમાં નકલી નોટ સાથે ફિરોઝ, ઇમરાન અને અશરફ ઝડપાયા: ₹500ના 30 બંડલ જપ્ત

    મોટાપીર પાસેના વાહેદના સ્કૂલના ગ્રાઉન્ડમાં સફેદ કલરની GJ-12-FD-0691 નંબરની સ્વિફ્ટ ગાડી ઉભી હતી. ગાડીમાં બેઠેલા ફિરોઝ શેખ, ઇમરાન સુમરા અને અશરફ આમદની હિલચાલ શંકાસ્પદ લગતા પોલીસે તપાસ કરી હતી. ગાડીની તપાસ કરતા તેમાંથી ₹ 500 લખેલી અસલ નોટ જેવા કલરની નોટના 30 બંડલ મળી આવ્યા હતા.

    - Advertisement -

    પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલા કચ્છ જિલ્લામાં અનેકવાર નકલી નોટો ઝડપાઈ ચુકી છે. તેવામાં ભુજના મોટાપીર પાસેના ખૂલ્લા મેદાનમાંથી પોલીસે નકલી નોટો સાથે ત્રણ લોકોને ઝડપ્યા હોવાની માહિતી મળી રહી છે. આ તમામ લોકો સફેદ કલરની ગાડીમાં બેઠા હતા અને તેમની પાસે અસલ ચલણી નોટ જેવા જ રંગની બનાવટી 500ની નોટોના 30 બંડલ મળી આવ્યા હતા.

    દિવ્ય ભાસ્કરે આપેલા અહેવાલ અનુસાર ભુજની A ડિવીઝન પોલીસ રાત્રે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મોટાપીર પાસેના વાહેદના સ્કૂલના ગ્રાઉન્ડમાં સફેદ કલરની GJ-12-FD-0691 નંબરની સ્વિફ્ટ ગાડી ઉભી હતી. ગાડીમાં બેઠેલા ફિરોઝ શેખ, ઇમરાન સુમરા અને અશરફ આમદની હિલચાલ શંકાસ્પદ લગતા પોલીસે તપાસ કરી હતી. ગાડીની તપાસ કરતા તેમાંથી ₹500 લખેલી અસલ નોટ જેવા કલરની નોટના 30 બંડલ મળી આવ્યા હતા.

    પોલીસે તપાસ કરતા તમામ બંડલની ઉપર અને નીચે અસલી નોટ અને વચ્ચે નકલી નોટ મુકેલી હતી. આ મામલે પોલીસે ₹500ના દરની અસલી 12 નોટ તેમજ નકલી નોટના 30 બંડલ અને 2 લાખની કાર કબ્જે કરી હતી. ઝડપાયેલા ત્રણેય લોકોએ અગાઉ કોઈની સાથે ઠગાઇ કરી છે કે કેમ અને તેમણે આ નોટ ક્યાંથી મેળવી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

    - Advertisement -

    આ મામલે ઑપઇન્ડિયાએ A ડિવીઝન પોલીસનો સંપર્ક કરતા તેમણે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, આ પ્રકારની મોડસઓપરેન્ડીથી ભૂતકાળમાં અનેક છેતરપીંડીના બનાવ બની ચુક્યા છે. ત્યારે સાવચેતીના ભાગ રૂપે ફરી આવી કોઈ ઘટના ન બને તે માટે પોલીસ સતત સતર્ક છે. હાલ બધો મુદ્દામાલ જપ્ત કરી લેવામ આવ્યો છે. કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં