Sunday, April 28, 2024
More
    હોમપેજક્રાઈમઆંખો કાઢી લીધી, જીભ અને પ્રાઇવેટ પાર્ટ કાપ્યાં: બિહારમાં શિવ મંદિરના પૂજારીની...

    આંખો કાઢી લીધી, જીભ અને પ્રાઇવેટ પાર્ટ કાપ્યાં: બિહારમાં શિવ મંદિરના પૂજારીની કરપીણ હત્યા, 5 દિવસથી હતા ગુમ

    મનોજ કુમાર તેમના ગામમાં આવેલા એક શિવ મંદિરના પૂજારી હતા. તેમની ઉંમર 32 વર્ષ હતી અને પિતાનું નામ વૈધનાથ ગુપ્તા હતું. તેઓનું રહેઠાણ પણ ત્યાં જ હતું. તેઓ 11 ડિસેમ્બર, 2023થી ગુમ થઈ ગયા હતા.

    - Advertisement -

    બિહારના ગોપાલગંજમાંથી એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે ગોપાલગંજમાં આવેલા શિવ મંદિરના પૂજારી 5 દિવસથી ગુમ હતા. જે બાદ શનિવારે (16 ડિસેમ્બરે) ઝાડીઓમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. પૂજારીની હત્યા ગોળી મારીને કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સાથે જ તેમના મૃત શરીરને પણ વિકૃત કરી દેવામાં આવ્યું છે. હત્યારાઓએ પૂજારીની આંખો કાઢી નાખી, પ્રાઈવેટ પાર્ટ અને જીભ પણ કાપી નાખ્યા છે. સમગ્ર ઘટનાને લઈને ગોપાલગંજના સ્થાનિક લોકોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે.

    બિહારના ગોપાલગંજના માઝાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના દાનાપુર ગામના રહેવાસી મનોજ કુમાર તેમના ગામમાં આવેલા એક શિવ મંદિરના પૂજારી હતા. તેમની ઉંમર 32 વર્ષ હતી અને પિતાનું નામ વૈધનાથ ગુપ્તા હતું. તેઓનું રહેઠાણ પણ ત્યાં જ હતું. તેઓ 11 ડિસેમ્બર, 2023થી ગુમ થઈ ગયા હતા. તેમના ભાઈ અશોક કુમાર સાહે આ અંગે પોલીસને સૂચના આપી હતી, પરંતુ 5 દિવસ થયા હોવા છતાં પોલીસ પૂજારીને શોધવામાં નિષ્ફળ રહી હતી. જે બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના પરથી જાણી શકાયું હતું કે પૂજારીની ગોળી મારીને ખૂબ જ નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. મનોજ કુમારના ભાઈ અશોક કુમાર ગામના પૂર્વ સરપંચ અને ભાજપના મંડળ પ્રમુખ છે.

    બર્બરતાથી કરવામાં આવી પૂજારીની હત્યા

    પૂજારીના ભાઈ અશોક કુમારે આ મામલે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પરંતુ બિહાર પોલીસ તેમને શોધવામાં નિષ્ફળ સાબિત થઈ હતી. જે બાદ 16 ડિસેમ્બરના રોજ ભડકુઈયા ગામની નજીકની ઝાડીઓમાં પૂજારીનો મૃતદેહ મળી આવ્યો હતો. મનોજ કુમારના મૃતદેહ સાથે ખૂબ ક્રૂરતા આચરવામાં આવી હતી. તેમને ગળાના ભાગમાં ગોળી મારવામાં આવી હતી. તેમની આંખો ખેંચી લઈને ઝાડીઓમાં ફેંકી દેવામાં આવી હતી. આ ઉપરાંત તેમના પ્રાઈવેટ પાર્ટ અને જીભ પણ કાપી નાખવામાં આવ્યા હતા. એ સિવાય મૃતદેહ પર અન્ય પણ ઘણા ઈજાઓના નિશાન જોવા મળ્યાં હતાં.

    - Advertisement -

    ઉશ્કેરાયેલા લોકોએ નેશનલ હાઈવે કર્યો જામ

    પૂજારીનો મૃતદેહ મળી આવ્યા બાદ, સમગ્ર ઘટનાથી ઉશ્કેરાયેલા ગ્રામજનો અને સ્થાનિકોએ શનિવારે (16 ડિસેમ્બર) ગોપાલગંજથી નીકળતો નેશનલ હાઈવે-27 જામ કરી દીધો હતો. લોકોએ પોલીસ પર લાપરવાહીનો આરોપ લગાવ્યો હતો અને ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. પોલીસે લોકોના ટોળાંને વિખેરવા માટે લાઠીચાર્જ અને હવામાં ગોળીબાર પણ કર્યો હતો. જેના કારણે લગભગ 6 કલાક સુધી નેશનલ હાઈવે જામ થઈ ગયો હતો. સમગ્ર ઘટના દરમિયાન ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પથ્થરમારાથી પોલીસની એક જીપ નુકશાનનો ભોગ બની હતી. ઈન્ચાર્જ એસપી હ્રદયકાંતે જણાવ્યું છે કે, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

    ગોપાલગંજ પોલીસે આ મામલે કહ્યું છે કે, CCTVના આધારે કેટલાક તથ્યો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ મામલાની તપાસ માટે પોલીસ અધિકારીના નેતૃત્વમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં