Thursday, May 2, 2024
More
    હોમપેજક્રાઈમ‘મારી સાથે સંબંધ કેમ નથી રાખતો’ કહીને મેહજબીન મોહસીને હિંદુ કંડક્ટર પર...

    ‘મારી સાથે સંબંધ કેમ નથી રાખતો’ કહીને મેહજબીન મોહસીને હિંદુ કંડક્ટર પર ફેંક્યું એસિડ, પીડિત હૉસ્પિટલમાં દાખલ; ધર્મ પરિવર્તન માટે દબાણ કરતી હોવાનો પણ આરોપ

    એસિડ ફેંકવાથી ફરિયાદી જમણી આંખે, પીઠ તથા ગુપ્ત ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા. પીડાથી તેઓએ બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો પણ ત્યાં એકઠા થઈ ગયા હતા. આ ઘટનાને જોઈને મહેજબીન તથા તેનો મિત્ર ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

    - Advertisement -

    દેશમાં અને રાજ્યમાં સામાન્ય રીતે એવી અનેક ઘટનાઓ સામે આવતી રહી છે. જેમાં પ્રેમસંબંધ દરમિયાન યુવક યુવતી પર એસિડ ફેંકીને ગુનાહિત કૃત્ય આચરે છે. પરંતુ અમદાવાદમાંથી તેની વિપરીત ઘટના બનવા પામી છે. અમદાવાદમાં મહેજબીન મોહસીન નામની મુસ્લિમ યુવતીએ આધેડ વયના હિંદુ કંડકટર પર એસિડ ફેંક્યું છે. આ યુવતી કંડકટરની પૂર્વ પ્રેમિકા હોવાનું સામે આવ્યું છે. 38 વર્ષીય યુવતીએ તેના મિત્ર સાથે મળીને 51 વર્ષના આ વ્યક્તિ પર ‘મારી સાથે સંબંધ કેમ નથી રાખતો’ કહીને એસિડ ફેંકી દીધું છે. જેને લઈને કંડકટરને ગંભીર ઈજા પણ થઈ છે. સમગ્ર મામલે કાલુપુર પોલીસે FIR નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.

    અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા 51 વર્ષીય રાકેશ બ્રહ્મભટ્ટ AMTSમાં કન્ટ્રોલર તરીકે ફરજ બજાવે છે. તેઓ 26 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. 5 વર્ષ અગાઉ તેઓ બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા હતા. જે દરમિયાન બસમાં મુસાફરી કરતી વેળાએ તેમનો પરિચય મહેજબીન મોહસીનભાઈ છુવારા સાથે થયો હતો અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. મહેજબીન જુહાપુરામાં આયશા મસ્જિદ પાસે આવેલા અંજુમ પાર્કની રહેવાસી છે. બંને વચ્ચે 4 વર્ષ સુધી પ્રેમસંબંધ રહ્યો હતો. પરંતુ એક વર્ષ અગાઉ રાકેશ બ્રહ્મભટ્ટના પરિવારના સભ્યો અને તેમની પત્નીને આ અંગે જાણ થતાં પ્રેમસંબંધ તોડી નાખ્યો હતો.

    મહેજબીને મિત્ર સાથે મળીને એસિડ એટેકનું કાવતરું રચ્યું

    જે બાદ મહેજબીને પ્રેમસંબંધ તોડયાની અદાવત રાખી તેના એક મિત્ર સાથે મળીને રાકેશ પર એસિડ હુમલો કરવાનું કાવતરું રચ્યું હતું. શનિવારે (27 જાન્યુઆરી) રાત્રિના 8:30ની આસપાસ રાકેશ બ્રહ્મભટ્ટ અમદાવાદમાં સ્થિત કાલુપુર રેલવે સ્ટેશન પાસે આવેલા AMTS કંટ્રોલ કેબિન 7માં ફરજ બજાવી રહ્યા હતા. જે દરમિયાન મહેજબીન તેના એક મિત્ર સાથે તે જગ્યા પર આવી હતી. જે બાદ તેના મિત્રએ તેને પ્લાસ્ટિકનો એક ડબ્બો આપ્યો હતો. ત્યાર પછી મહેજબીને રાકેશને “મારી સાથે સંબંધ કેમ નથી રાખતો?” કહીને એસિડ ભરેલો ડબ્બો તેના પર ફેંકી દીધો હતો.

    - Advertisement -

    એસિડ ફેંકવાથી ફરિયાદી જમણી આંખે, પીઠ તથા ગુપ્ત ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા. પીડાથી તેઓએ બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો પણ ત્યાં એકઠા થઈ ગયા હતા. આ ઘટનાને જોઈને મહેજબીન તથા તેનો મિત્ર ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે બાદ લોકોએ કંડકટરને સારવાર માટે GCS હોસ્પિટલ ખસેડ્યા હતા.

    ઑપઇન્ડિયાએ તેમનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ હાલ તેઓ હોસ્પિટલમાં હોવાથી વાત થઈ શકી નહાતી. રાકેશ બ્રહ્મભટ્ટના પત્નીએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “તેમની (રાકેશ બ્રહ્મભટ્ટ) આંખમાં ખૂબ જ ગંભીર ઈજા પહોંચી છે, અમે પ્રાર્થના કરી રહ્યા છીએ કે તેમની આંખ બચી જાય. હાલ તેમને GCS હોસ્પિટલેથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.” સાથે તેમણે એ પણ જણાવ્યું હતું કે આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

    પીડિતની ફરિયાદના આધારે પોલીસે IPCની કલમ 326(A), 333 અને 114 હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. FIR કાલુપુર પોલીસ મથકે નોંધાઈ છે.

    ધર્મ પરિવર્તન કરવા માટે કરતી હતી દબાણ

    ભાસ્કરના અહેવાલ મુજબ, ભોગ બનનાર રાકેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, મહેજબીને તેમને ખૂબ હેરાન કર્યા હતા. તેમને હાલમાં આંખે કશું દેખાતું પણ નથી. સાથે તેમણે કહ્યું કે, આ અગાઉ પણ મહેજબીને તેમની દીકરીનું ઘર તોડવા માટે પ્રયાસો કર્યા હતા અને તે સમયે પણ રાકેશ અને તેમના પરિવારે તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. સાથે તેમણે એ પણ આરોપ લગાવ્યો છે કે, મહેજબીન તેમને ધર્મ પરિવર્તન કરવા માટે પણ દબાણ કરતી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં