Thursday, May 2, 2024
More
    હોમપેજદેશઈઝરાયેલી દૂતાવાસ બહાર જ્યાં થયો બ્લાસ્ટ, ત્યાંથી મળી આવ્યો પત્ર: 'સર અલ્લાહ...

    ઈઝરાયેલી દૂતાવાસ બહાર જ્યાં થયો બ્લાસ્ટ, ત્યાંથી મળી આવ્યો પત્ર: ‘સર અલ્લાહ રેઝિસ્ટન્સ’ સમૂહનું નામ બહાર આવ્યું, અપાઈ ‘જેહાદ ચાલુ રાખવાની’ ધમકી

    ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી કેમેરાનું પણ ચેકિંગ ચાલી રહ્યું છે. જાણવા મળ્યા અનુસાર, વિસ્ફોટની જગ્યાએ બે શકમંદ વ્યક્તિઓ ફરતી જોવા મળી હતી. સીસીટીવી ફૂટેજના આધારે તે લોકો ક્યાંથી આવ્યા હતા અને પછી ક્યાં ગયા તેની તપાસ પોલીસ કરી રહી છે.

    - Advertisement -

    રાજધાની દિલ્હીમાં મંગળવારે (26 ડિસેમ્બર, 2023) ઈઝરાયેલી દૂતાવાસ નજીક બૉમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં ચાલતી તપાસ દરમિયાન હવે પોલીસને ઘટનાસ્થળની નજીકથી એક પત્ર મળ્યો છે. ઈઝરાયેલી રાજદૂતને સંબોધીને લખવામાં આવેલા આ પત્ર સાથે એક ઝંડો વીંટળાવામાં આવ્યો હતો. જેમાં એક ઇસ્લામિક સમૂહ દ્વારા ધમકી આપવામાં આવી હતી. પોલીસે વિસ્ફોટની જગ્યાએ મળેલી તમામ વસ્તુઓ જપ્ત કરી લીધી છે.

    અહેવાલો પ્રમાણે, રાજદૂતને લખવામાં આવેલા આ પત્રમાં ઈઝરાયેલને લઈને ગુસ્સો વ્યકત કરવામાં આવ્યો છે. અંગ્રેજીમાં લખેલા પત્રની શરૂઆત ‘અલ્લાહ હુ અકબર’થી કરવામાં આવી છે. પત્રમાં ગાઝા, ઈઝરાયેલ, પેલેસ્ટાઇન જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લેટરમાં ‘Sir Allah Resistance’ નામના કથિત ગ્રુપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેણે આ હુમલાની જવાબદારી લીધી છે. આ ગ્રુપે ‘જેહાદ’ ચાલુ રાખવાની પણ વાત કરી છે. એક કવરમાં મળેલા આ પત્રને કોમ્પ્યુટર દ્વારા ટાઈપ કરવામાં આવેલ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે પત્ર વિશે વધુ વિગતો જાહેર કરી નથી. પત્ર પર મળેલા ફિંગરપ્રિન્ટ્સની તપાસ માટે તેને ફોરેન્સિક લેબમાં મોકલી આપવામાં આવ્યો છે.

    આ મામલે હાલ પોલીસ તપાસ કરી છે. ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી કેમેરાનું પણ ચેકિંગ ચાલી રહ્યું છે. જાણવા મળ્યા અનુસાર, વિસ્ફોટની જગ્યાએ બે શકમંદ વ્યક્તિઓ ફરતી જોવા મળી હતી. સીસીટીવી ફૂટેજના આધારે તે લોકો ક્યાંથી આવ્યા હતા અને પછી ક્યાં ગયા તેની તપાસ પોલીસ કરી રહી છે. આ અંગે ભારતના ઈઝરાયેલી દૂતાવાસના DCMs (ડેપ્યુટી ચીફ ઓફ મિશન)એ નિવેદન આપ્યું કે, “મંગળવારે સાંજે આ બ્લાસ્ટ થયો. જોકે, અમારા કર્મચારીઓ અને રાજનયિક સુરક્ષિત છે. અમારી સુરક્ષા ટીમ દિલ્લી પોલીસ સાથે મળીને કામ કરી રહી છે.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે મંગળવારે (26 ડિસેમ્બર, 2023) અંદાજે 5 વાગ્યાની આસપાસ દિલ્લીના ચાણક્યપુરીમાં આવેલા ઈઝરાયેલી દૂતાવાસ નજીક જોરદાર બ્લાસ્ટ થયો હતો. જોકે, સદ્ભાગ્યે કોઈ જાનહાનિ થઇ ન હતી. બ્લાસ્ટ બાદ બૉમ્બસ્ક્વૉડ સહિત પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.

    વિસ્ફોટની ઘટના બાદ ઈઝરાયેલ દ્વારા જાહેર કરાઈ એડવાઇઝરી

    વિસ્ફોટ બાદ ઈઝરાયેલે એક એડવાઈઝરી જાહેર કરી છે. વિસ્ફોટની ગંભીરતાને ધ્યાને લઈને ઇઝરાયેલ સુરક્ષા પરિષદે ભારતમાં રહેતા અને પ્રવાસ કરતા પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી હતી. સાથે જ ઇઝરાયેલ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે એ પણ કહ્યું છે કે, વિસ્ફોટ સંભવતઃ ‘આતંકી હુમલો’ પણ હોય શકે છે. માટે ભારતમાં રહેતા તમામ ઈઝરાયેલીઓએ સતર્ક રહેવું જોઈએ.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં