Wednesday, November 6, 2024
More
    હોમપેજક્રાઈમ2 મહિનાથી દુષ્કર્મ કરતો હતો ટ્યુશન ટીચર વસીમ, સગીર વિદ્યાર્થીએ ત્રાસીને પેપર...

    2 મહિનાથી દુષ્કર્મ કરતો હતો ટ્યુશન ટીચર વસીમ, સગીર વિદ્યાર્થીએ ત્રાસીને પેપર કટરથી ગળું કાપી નાખ્યું: ધરપકડ

    સગીરે પોલીસને જણાવ્યું હતું કે મૃતક વસીમે તેનું યૌન શોષણ કરતી વખતે એક અશ્લીલ વિડીયો પણ બનાવ્યો હતો. આ વિડીયોના આધારે તે તેને બ્લેકમેલ કરતો હતો અને તેના પર શારીરિક સંબંધ બાંધવાનું દબાણ કરતો હતો. સગીરે ઉમેર્યું કે તે વસીમના આવા કૃત્યથી કંટાળી ગયો હતો.

    - Advertisement -

    દિલ્હીમાં એક સગીરે ટ્યુશન ટીચરનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી. દિલ્હી પોલીસે આ મામલે 16 વર્ષના આરોપીની ધરપકડ કરીને પુછપરછ કરતા તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. બુધવારે (30 ઓગસ્ટ, 2023)ના રોજ થયેલી આ હત્યા અંગે સગીરે પોલીસને જણાવ્યું કે મૃતક વસીમ તેનું યૌનશોષણ કરતો હતો. સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને મૃતકે તેનો વિડીયો પણ બનાવ્યો હતો. આ વિડીયો દ્વારા બ્લેકમેલ કરીને તે સંબંધ બાંધવા મજબુર કરતો, જેનાથી કંટાળીને સગીરે વસીમની હત્યા કરી હતી.

    દિલ્હી સ્થિત જામિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારના બાટલા હાઉસ ખાતે રહેતા 28 વર્ષીય મોહમ્મદ વસીમની (અલ્તાફની) 16 વર્ષના સગીરે હત્યા કરી નાંખી હતી. 30 ઓગસ્ટ, 2023ના રોજ લગભગ 2.15 કલાકે દિલ્હી પોલીસને આ વિશે માહિતી મળી હતી. ઘટનાસ્થળે પહોંચીને પોલીસે જોયું તો ઘરમાં એક યુવક લોહીના ખાબોચિયામાં મૃત હાલતમાં પડેલો હતો. મૃતકના ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે કરાયેલા ઊંડા ઘાનાં નિશાન હતાં.

    ત્યારબાદ પોલીસ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું 28 વર્ષીય મૃતકની મોહમ્મદ વસીમ ઉર્ફે અલ્તાફ છે. તે ખાનગી ટ્યુશન ટીચર તરીકે કામ કરતો હતો. હત્યા કરનાર 16 વર્ષના સગીરે જણાવ્યું કે તે (વસીમ) હોમોસેક્યુઅલ (સમલૈંગિક) હતો.

    - Advertisement -

    વાસીમન પિતા મોહમ્મદ જમીલ વ્યવસાયે શિક્ષક છે. બાટલા હાઉસની ખલીલુલ્લાહ મસ્જિદ પાસે M-45 નામનો ફ્લેટ જ્યાં વસીમનો મૃતદેહ મળ્યો હતો, તે પણ તેમનો પોતાનો છે. પહેલાં તે ફ્લેટ કોઈને ભાડે આપવામાં આવ્યો હતો અને તાજેતરમાં જ તેને ખાલી કરવામાં આવ્યો હતો. વસીમ તેના પિતા સાથે જાકીર નગરમાં મક્કા પેલેસ હોટલની સામે રહેતો હતો.

    પોલીસે CCTV દ્વારા કરી આરોપીની ઓળખ

    આ મામલે પોલીસે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન આ હત્યાકાંડના સંબંધમાં સીસીટીવીના આધારે આરોપી સગીરની ઓળખ થઈ હતી. પૂછપરછ દરમિયાન સગીરે જણાવ્યું હતું કે મૃતક વસીમ સમલૈંગિક પ્રવૃતિઓમાં સામેલ હતો. તે બે મહિના પહેલાં આરોપી સગીરના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારથી તેનું યૌનશોષણ કરતો હતો.

    સગીરે પોલીસને વધુમાં જણાવ્યું હતું કે મૃતક વસીમે તેનું યૌનશોષણ કરતી વખતે એક અશ્લીલ વિડીયો પણ બનાવ્યો હતો. આ વિડીયોના આધારે તે તેને બ્લેકમેલ કરતો હતો અને તેના પર શારીરિક સંબંધ બાંધવાનું દબાણ કરતો હતો. સગીરે ઉમેર્યું કે તે વસીમના આવા કૃત્યથી કંટાળી ગયો હતો. વસીમના ત્રાસથી છૂટવા માટે તેણે એક યોજના બનાવી હતી. આ દરમિયાન 30 ઓગસ્ટના રોજ વસીમે ફોન કરીને બળજબરીથી સગીરને પોતાને ઘરે સંબંધ બાંધવા માટે બોલાવ્યો હતો. ઘરે પહોંચતા જ સગીરે ધારદાર પેપર કટર વડે વસીમ પર હુમલો કરી ત્યાંથી ભાગી ગયો હતો. ઘા ઊંડો હોવાના કારણે વસીમનું મૃત્યુ થયું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં