Sunday, May 5, 2024
More
    હોમપેજદેશદિલ્હીની ડૉ. બાબા ભીમરાવ આંબેડકર હોસ્પિટલ એન્ડ મેડિકલ કૉલેજના પ્રોફેસર સલીમ શેખ...

    દિલ્હીની ડૉ. બાબા ભીમરાવ આંબેડકર હોસ્પિટલ એન્ડ મેડિકલ કૉલેજના પ્રોફેસર સલીમ શેખ વિરુદ્ધ યૌન ઉત્પીડના આરોપ: 13 વિદ્યાર્થીનીઓએ આપી પોલીસમાં ફરિયાદ

    ઘટના 31 જાન્યુઆરી 2024ની હોવાનું કહેવામાં આવી રહ્યું છે, તે સમયે 2 વિદ્યાર્થીનીઓએ સલીમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. આ મામલે મહિલા આયોગે પણ સંજ્ઞાન લઈને કૉલેજના ડાયરેક્ટરને નોટીસ આપીને 4 દિવસમાં જવાબ માંગ્યો છે.

    - Advertisement -

    દિલ્હીના રોહિણી વિસ્તારમાં આવેલી ડૉ. બાબા ભીમરાવ આંબેડકર હોસ્પિટલ એન્ડ મેડિકલ કૉલેજમાં વિદ્યાર્થીનીઓના શારીરિક શોષણની ઘટના સામે આવી છે. MBBS ભણી રહેલી 13 જેટલી વિદ્યાર્થીનીઓએ પ્રોફેસર સલીમ શેખ પર શારીરિક શોષણ અને યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. દિલ્હીની કૉલેજના પ્રોફેસર વિરુદ્ધ યૌન ઉત્પીડનના આરોપો બાદ હિંદુ સંગઠનો પણ હરકતમાં આવ્યા છે.

    આ ઘટના 31 જાન્યુઆરી 2024ની હોવાનું કહેવામાં આવી રહ્યું છે, તે સમયે 2 વિદ્યાર્થીનીઓએ સલીમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. આ મામલે મહિલા આયોગે પણ સંજ્ઞાન લઈને કૉલેજના ડાયરેક્ટરને નોટીસ આપીને 4 દિવસમાં જવાબ માંગ્યો છે. ઘટનાને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સોમવારે (18 માર્ચ 2024) હિંદુ સંગઠનો દ્વારા કૉલેજની બહાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભારે પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર આ મેડીકલ કૉલેજમાં દેશના અનેક ભાગોથી વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે. સલીમ શેખ અહીં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરી કરે છે. ગત 31 જાન્યુઆરીએ વાઈવા પરીક્ષા દરમિયાન તેણે 2 વિદ્યાર્થીનીઓનું યૌન શોષણ કર્યું હતું. થોડા સમય સુધી આ ઘટના દબાયેલી રહી, પરંતુ ધીમે-ધીમે અન્ય કેટલીક યુવતીઓએ પણ સલીમ શેખ પર શરીરક શોષણ અને યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા.

    - Advertisement -

    દિલ્હીની કૉલેજના પ્રોફેસર વિરુદ્ધ યૌન ઉત્પીડના આરોપો બાદ હોબાળો વધતા ગત 22 ફેબ્રુઆરીના રોજ આસિસ્ટન્ટ પ્રોફેસર સલીમ શેખ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી. કહેવામાં આવી રહ્યું છે કે આ ફરિયાદમાં 13 જેટલી MBBS વિદ્યાર્થીનીઓની સહી છે. આ ફરિયાદના આધારે દિલ્હીની રોહિણી નોર્થ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. પીડિત યુવતીઓની માંગ છે કે આરોપી પ્રોફેસર વિરુદ્ધ વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે. જોકે ઘટનાના 20 દિવસ બાદ મામલો હિંદુ સંગઠનો પાસે પહોંચતા તેમણે કૉલેજના ગેટ પર પ્રદર્શન કર્યા હતા.

    આ દરમિયાન સલીમ શેખને બચાવી રહેલા કૉલેજ પ્રશાસન પર પણ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ પણ શામેલ હતી, તે પૈકીની એક મહિલાએ જણાવ્યું હતું કે, “અમે આ જગ્યાને સંદેશખાલી નહીં બનવા દઈએ.” આ બધા વચ્ચે મોટી સંખ્યામાં પોલીસ પ્રદર્શન સ્થળે દોડી આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં