Sunday, October 6, 2024
More
    હોમપેજદેશદિલ્હીમાં 4 વર્ષીય હિંદુ બાળકી સાથે રેપ, આક્રોશિત સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન:...

    દિલ્હીમાં 4 વર્ષીય હિંદુ બાળકી સાથે રેપ, આક્રોશિત સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન: 34 વર્ષીય આરોપી પકડાયો, પીડિતાની હાલત સ્થિર

    પીડિતાએ માતા-પિતાને જણાવ્યું હતું કે તેની શિક્ષિકા જ્યારે આસપાસ ન હતી ત્યારે તેના (શિક્ષિકાના) ભાઈએ તેની સાથે રેપ કર્યો હતો અને કોઈને ન જણાવવાનું કહીને ધમકી આપી હતી.

    - Advertisement -

    રાજધાની દિલ્હીમાં એક 4 વર્ષીય હિંદુ બાળકી સાથે રેપ થવાનો મામલો સામે આવ્યો છે. આરોપ એક 34 વર્ષીય મુસ્લિમ યુવક પર લાગ્યો છે. ક્યાંક તેનું નામ અપ્પુ જણાવવામાં આવી રહ્યું છે તો ક્યાંક તેની ઓળખ અરમાન તરીકે આપવામાં આવી રહી છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. બીજી તરફ આક્રોશિત સ્થાનિકોએ એકઠા થઈને પ્રદર્શન કર્યું, પછીથી પોલીસે સ્થળ પર પહોંચીને તેમને શાંત પાડ્યા હતા. 

    આ ઘટના દિલ્હીના પાંડવ નગર વિસ્તારમાં બની છે. પીડિતા માત્ર 4 વર્ષની છે, જેને હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. જણાવાય રહ્યું છે કે તે જેને ત્યાં ટ્યુશન જતી હતી, આરોપી તેનો ભાઈ છે. 34 વર્ષીય આરોપીને પોલીસે પકડી લીધો છે અને તેની વિરુદ્ધ IPCની 376 (રેપ) અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીડિતાએ માતા-પિતાને જણાવ્યું હતું કે તેની શિક્ષિકા જ્યારે આસપાસ ન હતી ત્યારે તેના (શિક્ષિકાના) ભાઈએ તેની સાથે રેપ કર્યો હતો અને કોઈને ન જણાવવાનું કહીને ધમકી આપી હતી. પીડિતાએ પરિવારને જણાવ્યા બાદ તેમણે પોલીસને જાણ કરી અને બીજી તરફ તેને હૉસ્પિટલ ખસેડી હતી. હાલ તેને AIIMS ખાતે ખસેડવામાં આવી હોવાનું કહેવાય છે. 

    - Advertisement -

    બીજી તરફ, ઘટના વિશે જાણકારી મળતાં જ પીડિતાના સંબંધીઓ અને સ્થાનિક લોકોએ આરોપીના ઘરની બહાર ઘેરાવ કર્યો હતો અને તેની ધરપકડ અને કડક કાર્યવાહીની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન અમુક કારમાં તોડફોડ કરવામાં આવી તો ક્યાંક કહેવાય રહ્યું છે કે આરોપીની દુકાનમાં પણ તોડફોડ કરાઈ હતી. જોકે, પછીથી ત્યાં પોલીસે પહોંચીને કાબૂ મેળવી લીધો હતો. 

    ઘટનાને લઈને દિલ્હીના ઈસ્ટર્ન રેન્જ એડિશનલ સીપી સાગર સિંઘ કલસીએ જણાવ્યું કે, “ઈસ્ટ દિલ્હીના મંડાવલી પોલીસ મથકમાં કાલે ફરિયાદ આવી હતી. બાળકી 4 વર્ષની છે, ટ્યૂશન જ્યાં જાય છે ત્યાં એક 34 વર્ષનો યુવક છે, તેણે તેની સાથે દુષ્કર્મ કર્યું છે. અમે તરત કાર્યવાહી શરૂ કરી અને કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે.” આગળ કહ્યું કે, “આજે વિસ્તારમાં અફવા ફેલાઇ કે પોલીસે કાર્યવાહી કરી નથી, જેથી લોકો એકઠા થઈ ગયા અને તોડફોડ થઈ હોવાનું પણ અમને જાણવા મળ્યું છે. પરંતુ હવે સ્થિતિ શાંતિપૂર્ણ છે.”

    DCP ઈસ્ટ અપૂર્વા ગુપ્તાએ જણાવ્યું કે, “એવી અફવા ફેલાવવામાં આવી રહી છે કે બાળકીની સ્થિતિ ગંભીર છે, પરંતુ એવું નથી. તેની સ્થિતિ સામાન્ય છે. વાતચીત પણ કરી રહી છે. અમે અમારી તરફથી તમામ કાયદાકીય કાર્યવાહી કરી રહ્યા છીએ. કાઉન્સેલરો હાલ તેની સાથે વાતચીત કરી રહ્યા છે.” 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં