Monday, April 29, 2024
More
    હોમપેજદેશદલિત સમાજ ડુક્કરની બલિ ચઢાવતો હતો તો મુસ્લિમોએ કર્યો વિરોધ: 7 વર્ષમાં...

    દલિત સમાજ ડુક્કરની બલિ ચઢાવતો હતો તો મુસ્લિમોએ કર્યો વિરોધ: 7 વર્ષમાં એકવાર આવતી રવિદાસ સમુદાયની પૂજામાં પાડ્યો વિક્ષેપ

    લિત સમુદાયના લોકોનું કહેવું છે કે તેમનો આ તહેવાર 7 વર્ષમાં એકવાર આવે છે જેમાં તેઓ પરંપરાગત રીતે ડુક્કરની બલિ આપે છે. તેઓ તેમના પ્રિય દેવતાને પ્રસન્ન કરવા માટે ડાંગરની કાપણી કરતા પહેલા આ કરે છે. રવિદાસ સમુદાયના લોકો તેમની પૂજામાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ ઈચ્છતા નહોતા.

    - Advertisement -

    ઝારખંડના ગોમિયામાં દલિત સમાજ દ્વારા ડુક્કરની બલિ ચઢાવવાના પરંપરાગત કાર્યક્રમ દરમિયાન વિવાદ ઊભો થયો હતો. મુસ્લિમ સમુદાયે વાંધો ઉઠાવ્યા બાદ આ વિવાદ થયો હતો. મુસ્લિમ પક્ષનો આરોપ છે કે બલિ અપાયેલા ડુક્કરના કેટલાક ટુકડા તેમના વિસ્તારમાં પણ નાખવામાં આવ્યા હતા. હાલ ગામમાં તણાવપૂર્ણ શાંતિ છે. તે વિસ્તારમાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. આ ઘટના રવિવાર (19 નવેમ્બર, 2023)ના રોજ બની હતી.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મામલો બોકારોના ગોમિયાના અઈયર ગામનો છે. અહીં રવિવારે (19 નવેમ્બરે) રવિદાસ સમાજના લોકોએ તેમની પરંપરાગત પૂજા કરી હતી. આ પૂજા દરમિયાન ડુક્કરની બલિ આપવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ડુક્કરની બલિ ચઢાવ્યા બાદ નજીકના લોકો તેનું માંસ પોતાની સાથે લઈ ગયા હતા. મુસ્લિમ સમુદાયના લોકોનો આરોપ છે કે બલિ આપનારાઓએ માંસના ટુકડાઓ જ્યાં-ત્યાં વિખેરી નાખ્યા હતા. મુસ્લિમ વિસ્તારમાં પણ કેટલાક ટુકડા મળી આવ્યા હતા. થોડી વારમાં આ સમાચાર ફેલાઈ ગયા અને મુસ્લિમ સમુદાયના લોકો ઘરની બહાર આવી ગયા.

    સ્થિતિ તંગ બનતી જોઈ રવિદાસ સમાજના લોકો પણ મોરચા પર આવી ગયા હતા. દલિત સમુદાયના લોકોનું કહેવું છે કે તેમનો આ તહેવાર 7 વર્ષમાં એકવાર આવે છે જેમાં તેઓ પરંપરાગત રીતે ડુક્કરની બલિ આપે છે. તેઓ તેમના પ્રિય દેવતાને પ્રસન્ન કરવા માટે ડાંગરની કાપણી કરતા પહેલા આ કરે છે. રવિદાસ સમુદાયના લોકો તેમની પૂજામાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ ઈચ્છતા નહોતા. આમ છતાં મુસ્લિમ સમુદાય દ્વારા વિક્ષેપ પાડવામાં આવ્યો હતોઆ મામલાની જાણ થતાં જ ભારે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને પક્ષોને શાંત પાડીને અલગ કર્યા હતા.

    - Advertisement -

    બાદમાં રવિદાસ સમાજ અને મુસ્લિમ પક્ષ વચ્ચે જિલ્લાના વરિષ્ઠ વહીવટી અધિકારીઓની હાજરીમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં બંને પક્ષો પોતાને સાચા અને બીજાને ખોટા ગણાવતા હતા. આખરે વરિષ્ઠ અધિકારીઓએ બંને પક્ષોને હાલ માટે શાંતિ જાળવવા કહ્યું. વાતચીત દરમિયાન બંને પક્ષો વચ્ચે જમીનનો વિવાદ પણ સામે આવ્યો હતો. વહીવટી અધિકારીઓએ જણાવ્યું છે કે આદિવાસી લોકોના ધર્મ મહાસંમેલન બાદ આ બાબતનો કાયમી ઉકેલ શોધી કાઢવામાં આવશે. સાવચેતીના પગલારૂપે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

    નોંધનીય છે કે ઓગસ્ટ 2021માં બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં પણ આવો જ વિવાદ થયો હતો. ત્યારે દેવરિયાના રામલીલા ગાછી બજારમાં શુક્રવારે (20 ઓગસ્ટ, 2021)ના રોજ તાજિયા જુલૂસ અને સુઅરિયા મેળાના આયોજનને લઈને બે પક્ષો વચ્ચે વિવાદ થયો હતો. ત્યારે મુસ્લિમ પક્ષે તાજિયાના જુલૂસ દરમિયાન યોજાતા સુઅરિયા મેળાનો વિરોધ કર્યો હતો.તણાવ અને તંગદિલી વધવાના કારણે બંને પક્ષના લોકો ઘાયલ થયા હતા. આક્રોશિત હિંદુઓનું પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં