Sunday, June 16, 2024
More
    હોમપેજદેશસહેલીના નિકાહમાં ગયેલ દલિત યુવતીને તેના જ અબ્બુએ ફસાવી, કર્યો બળાત્કાર અને...

    સહેલીના નિકાહમાં ગયેલ દલિત યુવતીને તેના જ અબ્બુએ ફસાવી, કર્યો બળાત્કાર અને ફોસલાવીને લઇ આવ્યો વાપી: મોહમ્મદ સમીર પહેલા જ 2 બેગમોને આપી ચૂક્યો છે તલાક, અને કર્યા છે 3જા નિકાહ

    ઑપઈન્ડિયાને મળેલી માહિતી અનુસાર, ફેબ્રુઆરી 2024માં પુત્રીના નિકાહમાં મળ્યા બાદ મોહમ્મદ સમીર પીડિતાને વારંવાર ફોન કરતો હતો. લગભગ એક મહિના પછી જ્યારે પીડિતા ઘરે એકલી હતી, ત્યારે તે ત્યાં આવી પહોંચ્યો હતો. અહીં તેણે પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાંથી ગ્રૂમિંગ જેહાદનો મામલો સામે આવ્યો છે. અહીં BA ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 22 વર્ષીય દલિત યુવતી તેની મુસ્લિમ સહેલીના નિકાહમાં ગઈ હતી. ત્યાં સહેલીના 45 વર્ષના અબ્બા મોહમ્મદ સમીરે જ તેને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. આટલું જ નહીં, આરોપી મોહમ્મદ સમીર દલિત વિદ્યાર્થિનીને 11 મે, 2024ના રોજ લલચાવી-ફોસલાવીને પોતાની સાથે લઈને ફરાર થઈ ગયો હતો.

    મંગળવારે (21 મે 2024), પોલીસે મોહમ્મદ સમીરની ધરપકડ કરી અને હિંદુ વિદ્યાર્થિનીને પરત મેળવી હતી. મોહમ્મદ સમીર પર આરોપ છે કે, તેણે પહેલાં બે મુસ્લિમ યુવતીઓ સાથે નિકાહ કર્યા હતા અને તેમને તલાક આપી દીધા હતા. આ પછી, તેણે નીરા યાદવ (નામ બદલ્યું છે) નામની હિંદુ મહિલા સાથે ત્રીજી વખત નિકાહ કર્યા હતા. મોહમ્મદ સમીરે 25 વર્ષ પહેલાં નીરા યાદવ સાથે નિકાહ કર્યા હતા. આ નિકાહથી તેને ચાર બાળકો છે.

    આ મામલો ગાઝીપુરના દુલ્લહપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં 17 મેના રોજ પીડિતાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેમની પુત્રી BA ત્રીજા વર્ષની વિદ્યાર્થિની છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં તેમની પુત્રી તેની સહેલી સાહિબાના નિકાહ માટે ગાઝીપુરના જલાલાબાદ વિસ્તારમાં ગઈ હતી. આ નિકાહમાં પીડિતાનો તેની સહેલીના અબ્બુ મોહમ્મદ સમીર સાથે પરિચય થયો હતો.

    - Advertisement -

    બંનેએ પોતાના મોબાઈલ નંબર એકબીજા સાથે શેર કર્યા હતા. આ પછી મોહમ્મદ સમીરે દલિત વિદ્યાર્થિનીને જાળમાં ફસાવવા માટે વિવિધ યુક્તિઓનો ઉપયોગ શરૂ કર્યો હતો. તેણે પીડિતાને અલગ-અલગ રીતે લલચાવવાનું શરૂ કર્યું હતું. ફરિયાદમાં જણાવાયું છે કે, 11 મેના રોજ સમીર પીડિતાને ફસાવીને પોતાની સાથે લઈ ગયો હતો. યુવતીના પરિવારજનોએ ઘણી શોધખોળ કરી હતી, પરંતુ કંઈ મળ્યું ન હતું.

    આ ઘટનાના લગભગ એક અઠવાડિયા પછી 17 મે 2024ના રોજ દલિત યુવતી ગાઝીપુરમાં મળી આવી હતી. પીડિતાને સાથે લઈને તેના પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને મોહમ્મદ સમીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં કહેવાયું છે કે, સમીર 4 બાળકોનો અબ્બા છે. તેણે બે મુસ્લિમ છોકરીઓ સાથે નિકાહ કરીને તેને તલાક પણ આપી દીધા છે. વર્ષ 1999માં સમીરે નીરા યાદવ નામની હિંદુ મહિલા સાથે નિકાહ કર્યા હતા.

    ઑપઈન્ડિયાને મળેલી માહિતી અનુસાર, ફેબ્રુઆરી 2024માં પુત્રીના નિકાહમાં મળ્યા બાદ મોહમ્મદ સમીર પીડિતાને વારંવાર ફોન કરતો હતો. લગભગ એક મહિના પછી જ્યારે પીડિતા ઘરે એકલી હતી, ત્યારે તે ત્યાં આવી પહોંચ્યો હતો. અહીં તેણે પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં સમીર પીડિતા સાથે નિકાહ કરવાનું વચન આપી 11 મેના રોજ તેને ગુજરાતના વાપી લઈ ગયો હતો. યુવતી 17મીએ કોઈક રીતે વાપીથી ગાઝીપુર આવી હતી.

    જ્યારે યુવતીએ તેની આપવીતી તેના પરિવારજનોને જણાવી ત્યારે મોહમ્મદ સમીર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે સમીર વિરુદ્ધ FIR નોંધીને તેની શોધખોળ શરૂ કરી હતી. મોહમ્મદ સમીર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની (IPC) કલમ 366 અને SC/ST એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પીડિતાના નિવેદનના આધારે આ કેસમાં બળાત્કારની કલમ 376 ઉમેરવામાં આવી છે.

    મંગળવારે (21 મે 2024) પોલીસને મોહમ્મદ સમીરની તેના ગાઝીપુર સ્થિત ઘરમાં હાજરી વિશે બાતમી મળી હતી. આ પછી પોલીસે ત્યાં દરોડો પાડીને મોહમ્મદ સમીરની ધરપકડ કરી હતી. પોલીસે સમીરને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી આપ્યો છે. આ મામલે અન્ય જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં