Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાત'ઈલાકે મેં કામ કરના હૈ તો હપ્તા દેના પડેગા': જમાલપુરમાં ઘરનું સમારકામ...

    ‘ઈલાકે મેં કામ કરના હૈ તો હપ્તા દેના પડેગા’: જમાલપુરમાં ઘરનું સમારકામ કરાવી રહેલ યુવાન પાસે જમીલા મેનપુરવાલા ગેંગે 2 લાખની ખંડણી માંગી, ફરિયાદ નોંધાઈ

    જમીલા મેનપુરવાલા ગેંગ જમાલપુર અને આસપાસના વિસ્તારોમાં ખંડણી માંગવા માટે કુખ્યાત છે. આ પહેલા પણ આ લોકો પે અનેક બિલ્ડરો અને વેપારીઓ પાસે ખંડણી માંગવાના આરોપ લાગી ચુક્યા છે. કહેવામાં આવે છે કે સ્થાનિક વિસ્તારમાં કોઈ પણ નવા બાંધકામ કે જુના બાંધકામના કામમાં આ ગેંગ દખલ કરીને અવારનવાર પૈસા પડાવતી રહે છે.

    - Advertisement -

    અમદાવાદના જમાલપુરમાં કુખ્યાત જમીલા મેનપુરવાલા ગેંગ વિરુદ્ધ ખંડણી લેવા બદલ એક યુવકે ફરિયાદ દાખલ કરાવી છે. આરોપ છે કે જમીલા અને તેના પરિવારની ટોળકીએ મકાનનું રીનોવેશન કરી રહેલા યુવકને ધમકી આપીને 2 લાખ રૂપિયા માંગ્ય હતા. આ ગેંગે રૂપિયા પડાવવા યુવકના બાંધકામ અટકાવવા કોર્પોરેશનમાં ફરિયાદ કરીને 1.38 લાખ લઇ લીધા હતા. હાલ યુવકે જમીલા મેનપુરવાલા અને તેના પરિવાર વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

    મળતી માહિતી અનુસાર જમાલપુરમાં રહેતા એક યુવકે પોતાના જુના મકાનને રીનોવેટ કરવાનું કામ શરુ કર્યું હતું. આ દરમિયાન જમીલા મેનપુરવાલા અને તેના દીકરા સોહેલે “કિસકી પરમીશન લે કે તુને એ કામ ચાલુ કિયા, હમારે ઇલાકે મેં કામ કરના હૈ તો હપ્તા દેના પડેગા. વરના તુમ્હારા કામ નહીં હોને દેંગે” કહીને 2 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. આ યુવકે તે સમયે ગેંગને 25 હજાર રૂપિયા આપી દીધા હતા. પણ ત્યારપછી પણ જમીલાએ તેની દીકરી મિસ્બાહ અને દીકરા વસીમ સાથે મળીને ટુકડે ટુકડે 1 લાખ 38 હજાર રૂપિયા પડાવી લીધા હતા.

    1.38 લાખ આપ્યા બાદ પણ ત્રાસ યથાવત રહેતા યુવકે કરી ફરિયાદ

    ઉલ્લેખનીય છે કે આ દરમિયાન ખંડણીખોર ગેંગે મકાન બનાવનાર યુવકને ધમકી પણ આપી હતી કે, જો તે પૈસા નહીં આપે તો કૉર્પોરેશનમાં ફરિયાદ આપીને તેનું કામ અટકાવડાવી દેશે. યુવકે ટુકડે ટુકડે 1 લાખ 38 હજાર રૂપિયા આપવા છતાં ત્રાસ યથાવત રહેતા તેણે જમાલપુરમાં કુખ્યાત જમીલા મેનપુરવાલા ગેંગ વિરુદ્ધ ખંડણી લેવા બદલ ફરિયાદ દાખલ કરાવડાવી હતી.

    - Advertisement -

    યુવકે જમીલા મેનપુરવાલા, હારુન મેનપુરવાલા, મિસ્બાહ મેનપુરવાલા, સોહેલ મેનપુરવાલા એમ 4 લોકો વિરુદ્ધ ફરિયાદ આપી ન્યાયની માંગ કરી છે. તો બજી તરફ ‘The Power Of Truth’ નામના પોર્ટલના અહેવાલ મુજબ ફરિયાદ દાખલ થયા બાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા જમીલા મેનપુરવાલા ગેંગની ધરપકડ કરવામાં આવી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

    વિસ્તારમાં ખાંડણીઓ માંગવા માટે કુખ્યાત છે મેનપુરવાલા ગેંગ

    ઉલ્લેખનીય છે કે જમીલા મેનપુરવાલા ગેંગ જમાલપુર અને આસપાસના વિસ્તારોમાં ખંડણી માંગવા માટે કુખ્યાત છે. આ પહેલા પણ આ લોકો પર અનેક બિલ્ડરો અને વેપારીઓ પાસે ખંડણી માંગવાના આરોપ લાગી ચુક્યા છે. કહેવામાં આવે છે કે સ્થાનિક વિસ્તારમાં કોઈ પણ નવા બાંધકામ કે જુના બાંધકામના કામમાં આ ગેંગ દખલ કરીને અવારનવાર પૈસા પડાવતી રહે છે.

    તેવામાં ફરી એક વાર જમીલા અને તેના પરિવારના સભ્યોએ ખંડણી માંગતા તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમુક અહેવાલો તેની ધરપકડની પણ વાત કરી રહ્યા છે. તેવામાં જોવાનું એ રહેશે કે પોલીસ હવે આ ગેંગ વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં