Sunday, April 21, 2024
More
  હોમપેજગુજરાતદાણીલીમડામાં CID ક્રાઇમના નાર્કોટિક્સ વિભાગનો દરોડો: પીરકમાલથી ગાંજો વેચનાર મોહંમદ શરીફ રંગરેજ...

  દાણીલીમડામાં CID ક્રાઇમના નાર્કોટિક્સ વિભાગનો દરોડો: પીરકમાલથી ગાંજો વેચનાર મોહંમદ શરીફ રંગરેજ રંગેહાથે ઝડપાયો, વોન્ટેડ સપ્લાયર ઈમ્તિયાઝ ફરાર

  હાલ CID ક્રાઇમના નાર્કોટિક્સ વિભાગ દ્વારા દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમો 8 (c), 20 (b) અને 29 અંતર્ગત ગુન્હો નોંધવામાં આવ્યો છે. સાથે જ મોહંમદ શરીફની ધરપકડ કરાઈ છે અને વોન્ટેડ ઈમ્તિયાઝ ઉર્ફે રાજા બાબુ મુખ્તાર શેખ (રંગરેજ) ને શોધવા તજવીજ હાથ ધરાઇ છે.

  - Advertisement -

  અમદાવાદ શહેરનો દાણીલીમડા વિસ્તાર હમેશાથી ગુન્હાખોરી બાબતે કુખ્યાત રહ્યો છે. લૂંટ, ચોરી, મારામારી, હત્યાથી લઈને લવ જેહાદ, લેન્ડ જેહાદ જેવા ગુન્હાઓમાં પણ વિસ્તારનું નામ આગળ પડતું છે. કેટલીય આતંકવાદી ઘટનાઓ અને આરોપીઓના તાર આ વિસ્તારના શાહઆલમ અને ચંડોળા સાથે જોડાતા આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી દાણીલીમડામાં જુદાજુદા ડ્રગ્સ અને નશાકારક પદાર્થોનું વેચાણ પણ ખુબ વધ્યું છે. આવા જ એક કિસ્સામાં બાતમીના આધારે CID ક્રાઇમના નાર્કોટિક્સ વિભાગે અહીં દરોડો પાડીને મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો.

  અહેવાલ અનુસાર સોમવાર 4 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરથી CID ક્રાઇમના નાર્કોટિક્સ વિભાગની એક ટીમે પૂરતા સરકારી પંચો સાથે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં દરોડો પાડીને એક આરોપી મોહંમદ શરીફ સુબાનભાઈ રંગરેજને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો . દરોડા બાદ ટીમ દ્વારા દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ FIR અનુસાર આ દરોડા માટે તેમણે એકદમ પાક્કી બાતમી મળી હતી. ઑપઇન્ડિયા પાસે FIRની નિકલ ઉપલબ્ધ છે.

  ફરિયાદમાં લખાવ્યા અનુસાર CID ક્રાઇમના નાર્કોટિક્સ વિભાગને બાતમી મળી હતી કે અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં રાજા બાબુ (ઈમ્તિયાઝ શેખ) નામનો વ્યક્તિ અને તેના સાગરીતો ગાંજાનો જથ્થો પોતાના કબ્જામાં રાખીને પૈસા લઈને નશાના બંધાણીઓને છૂટક વેચે છે. આ બાતમીને માહિતી બહાર ના જાય તેમ તેની ખરાઈ કરીને નાર્કોટિક્સ વિભાગે એક રેડ ટીમ તૈયાર કરી હતી. સાથે જ દાણીલીમડા પોલીસને પણ રેડ આ અંગે માહિતી આપીને તૈયાર રહેવા જણાવાયું હતું.

  - Advertisement -

  છેલ્લે સુધી દરોડાની તમામ માહિતી રાખવામાં આવી ગુપ્ત

  પરંતુ અહીંયા ખાસ નોંધવાનું એ છે કે નાર્કોટિક્સની ટીમ હોય, સરકારી પંચો હોય કે દાણીલીમડા પોલીસ, સૌને માત્ર એટલી જ જાણકારી આપવામાં આવી હતી કે રેડ કરવાની છે. પરંતુ છેલ્લી ઘડી સુધી કોઈને એ નહોતું જણાવાયું કે રેડ એકજેક્ટ કેટલા વાગ્યે, કઈ જગ્યાએ કરવાની છે. સાથે જ બાતમી શું છે તે પણ અંત સુધી ગુપ્ત રાખવામાં આવી હતી.

  નક્કી કર્યા મુજબના લોકો અને અધિકારીઓ સવારના 11 વાગ્યે પરીક્ષિતલાલ નગર પાસે આવેલી મોહમદી મસ્જિદ, જય ભારત કબાડી માર્કેટ ગેટ નંબર ૩ પાસે ભેગા થયા. અહીંયા તેઓને બાતમી અને રેડ વિશે જરૂરી માહિતી આપવામાં આવી હતી. બાદમાં સૌ પોતાના સરકારી વાહનો અહીંયા મૂકીને ચાલતા પીરકમાલ તરફ આગળ વધ્યા હતા.

  બાતમી અનુસાર અહીં આવેલ એક જૂના ચૂનાના ભઠ્ઠા પાસે આવેલ એક ઓરડીમાં દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી તેમને મોહંમદ શરીફ સુભાનભાઈ રંગરેજ નામનો આરોપી અમલી આવ્યો હતો. તેની અંગજડતી લેતા તેની પાસેથી જુદાજુદા ખીસાઓમાંથી ગાંજાની 10 પડીકીઓ મળી આવી હતી. સાથે જ પોલીસે તે ઓરડીની તપાસ કરતા ત્યાંથી બીજી 15 જેટલી ગાંજાની પડીકીઓ મળી આવી હતી.

  પોલીસે સરકારી પંચોની હાજરીમાં કાયદાકીય કાર્યવાહી પતાવીને ગાંજાનો આ જથ્થો કબ્જે લીધો હતો અને મોહંમદની ધરપકડ કરી હતી. આ ગાંજાનું વજન કરતા તે 66 ગ્રામ હોવાનું માલુમ પડ્યું હતું.

  વોન્ટેડ ઈમ્તિયાઝ ઉર્ફે રાજાબાબુનું નામ આવ્યું સામે

  પોલીસે મોહંમદને આ ગાંજો ક્યાંથી લાવ્યો એ બાબતે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આ ગાંજો તેને ઈમ્તિયાઝ ઉર્ફે રાજા બાબુ મુખ્તાર શેખ (રંગરેજ) આપતો હતો. તે ઈમ્તિયાઝ વતી અહિયાં આ ગાંજાનું વેચાણ કરતો હતો. તેણે વધુમાં જણાવ્યું કે તે ઓરડી પણ ઈમ્તિયાઝની જ છે.

  હાલ CID ક્રાઇમના નાર્કોટિક્સ વિભાગ દ્વારા દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમો 8 (c), 20 (b) અને 29 અંતર્ગત ગુન્હો નોંધવામાં આવ્યો છે. સાથે જ મોહંમદ શરીફની ધરપકડ કરાઈ છે અને વોન્ટેડ ઈમ્તિયાઝ ઉર્ફે રાજા બાબુ મુખ્તાર શેખ (રંગરેજ) ને શોધવા તજવીજ હાથ ધરાઇ છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં