Sunday, May 5, 2024
More
    હોમપેજદેશબિહાર: મહાદલિત મહિલાને નગ્ન કરીને પેશાબ પીવડાવાયો, અપહરણ કરીને માર મરાયો; પોલીસે...

    બિહાર: મહાદલિત મહિલાને નગ્ન કરીને પેશાબ પીવડાવાયો, અપહરણ કરીને માર મરાયો; પોલીસે કહી દીધું- પૈસાની લેવડદેવડનો ઝઘડો

    આ ઘટના પટનાના ખુશરુપુર બ્લોકની છે. અહીંની એક મહિલાએ થોડા મહિના પહેલા ગામના એક શાહુકાર પાસેથી 1500 રૂપિયા ઉછીના લીધા હતા. નિયત સમયે મહિલાએ વ્યાજ સહિત તમામ પૈસા શાહુકારને પરત કરી દીધા. જોકે, આરોપી હજુ વધુ વ્યાજની માંગણી કરતો હતો.

    - Advertisement -

    બિહારની રાજધાની પટનામાં એક મહાદલિત મહિલા સાથે અમાનવીય વર્તનનો મામલો સામે આવ્યો છે. અહીં, એક શાહુકારે વ્યાજના પૈસા પરત ન કરવા પર 45 વર્ષીય પીડિતા સાથે આખી રાત મારપીટ કરી હતી અને તેને નિર્વસ્ત્ર કરી દીધી હતી. મહિલાને પેશાબ પીવડાવવાનો પણ આરોપ છે. બિહાર પોલીસે આ મામલે મળેલી ફરિયાદના આધારે ગુનો નોંધી બે આરોપીઓના નામ જાહેર કર્યા છે. આ ઘટના શનિવારે (23 સપ્ટેમ્બર, 2023) બની હતી.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના પટનાના ખુશરુપુર બ્લોકની છે. અહીંની એક મહિલાએ થોડા મહિના પહેલા ગામના એક શાહુકાર પાસેથી 1500 રૂપિયા ઉછીના લીધા હતા. નિયત સમયે મહિલાએ વ્યાજ સહિત તમામ પૈસા શાહુકારને પરત કરી દીધા. જોકે, આરોપી હજુ વધુ વ્યાજની માંગણી કરતો હતો. જ્યારે પીડિતાએ વધુ પૈસા આપવાની ના પાડી તો આરોપીએ શનિવારે તેનું અપહરણ કર્યું હતું. પીડિતાનો આરોપ છે કે ન માત્ર તેને નિર્વસ્ત્ર કરીને નિર્દયતાથી મારવામાં આવી હતી પરંતુ તેને બળજબરીથી પેશાબ પણ પીવડાવવામાં આવ્યો હતો.

    આરોપીનું નામ પ્રમોદ સિંહ હોવાનું કહેવાય છે. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, બીજા દિવસે રવિવારે પીડિતાએ કોઈક રીતે પોતાને આરોપીઓના ચુંગાલમાંથી છોડાવવામાં સફળતા મેળવી હતી. તે સીધી પોલીસ સ્ટેશન ગઈ અને શાહુકાર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે FIR નોંધીને તપાસ શરૂ કરી છે. પીડિતાને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ઘર પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહિલાની હાલત હાલ સ્થિર હોવાનું કહેવાય છે. હાલ આરોપી પ્રમોદસિંહ પોલીસની પહોંચની બહાર છે. તેની શોધમાં પોલીસ સતત દરોડા પાડી રહી છે.

    - Advertisement -

    પોલીસ અધિક્ષક સૈયદ ઈમરાન મસૂદના જણાવ્યા અનુસાર, આરોપીઓની ધરપકડ માટે ઘણા સ્થળોની ઓળખ કરવામાં આવી છે જ્યાં શોધ ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે લડાઈ પૈસાની લેવડદેવડને લઈને વિવાદ હોવાનું પુષ્ટિ મળી હતી. જોકે, એસપીએ જણાવ્યું હતું કે પીડિતા દ્વારા કરાયેલા અન્ય આરોપોની તપાસ ચાલુ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં