Monday, April 29, 2024
More
    હોમપેજદેશરામ મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનારા બિહારના ઈંતખાબ આલમની ધરપકડ: પોલીસ સામે...

    રામ મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનારા બિહારના ઈંતખાબ આલમની ધરપકડ: પોલીસ સામે ગુનો કબૂલ્યો, દાઉદ સાથે છે ખાસ કનેક્શન

    ઈંતખાબ આલમે શુક્રવારે (19 જાન્યુઆરી) પોલીસ હેલ્પલાઈન નંબર 112 પર કોલ કરીને ધમકી આપી હતી. તેણે પોતાને 'છોટા શકીલ' અને 'દાઉદ ગેંગનો આતંકી' ગણાવીને કહ્યું હતું કે, 22 જાન્યુઆરીએ તે અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેશે. સાથે તેણે અયોધ્યાને તબાહ કરવાનું પણ કહ્યું હતું.

    - Advertisement -

    રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારા ઈંતખાબ આલમ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. બિહાર પોલીસે તેને અરરિયા જિલ્લામાંથી દબોચી લીધો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પૂછપરછ હાથ ધરી હતી. જે બાદ તેણે રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હોવાનું કબૂલ્યું હતું. સાથે પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે, ઈંતખાબ આલમ નામના આ યુવકનું દાઉદ ગેંગ સાથે ખાસ કનેક્શન છે. પોલીસને ધમકી આપતી વખતે પણ તેણે દાઉદ ગેંગનો વ્યક્તિ હોવાની ઓળખ આપી હતી.

    21 જાન્યુઆરીના રોજ પોલીસે રામ મંદિરને બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી આપનાર 21 વર્ષીય મોહમ્મદ ઈંતખાબ આલમની ધરપકડ કરી છે. તે બિહારના અરરિયા જિલ્લાના પલાસી પોલીસ સ્ટેશન વિસ્તારના બલુઆ ગામનો રહેવાસી છે. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલ્યો છે. તેણે એ સ્વીકાર્યું છે કે, તેણે જ શ્રીરામ મંદિર અયોધ્યાને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી હતી. તે 22 જાન્યુઆરીએ રામ મંદિર પર બોમ્બ બ્લાસ્ટ કરીને અયોધ્યામાં તબાહી મચાવવા માંગતો હતો.

    પોલીસે ફોન કોલ ટ્રેસ કરીને આરોપીને ઝડપ્યો

    અહેવાલો અનુસાર, ઈંતખાબ આલમે શુક્રવારે (19 જાન્યુઆરી) પોલીસ હેલ્પલાઈન નંબર 112 પર કોલ કરીને ધમકી આપી હતી. તેણે પોતાને ‘છોટા શકીલ’ અને ‘દાઉદ ગેંગનો આતંકી’ ગણાવીને કહ્યું હતું કે, 22 જાન્યુઆરીએ તે અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેશે. સાથે તેણે અયોધ્યાને તબાહ કરવાનું પણ કહ્યું હતું. તેણે માત્ર એકવાર જ નહીં પરંતુ વારંવાર પોલીસને આ રીતે કોલ કરીને ધમકી આપી હતી. જે બાદ પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. મામલો સામે આવ્યા બાદ અરરિયાના SP અશોક કુમાર સિંઘે તરત જ ટેકનિકલ રિસર્ચ ટીમને તૈનાત કરી હતી અને તે અંગે તપાસ હાથ ધરી હતી.

    - Advertisement -

    ટેકનિકલ તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ધમકી આપનાર વ્યક્તિ અને જે મોબાઈલ નંબર પરથી ધમકી આપવામાં આવી રહી હતી તે પલાસીના બલુઆ કાલિયાગંજના મોહમ્મદ જમાલુદ્દીનના પુત્ર મોહમ્મદ ઈંતખાબ આલમના નામે નોંધાયેલ છે. SPની સૂચનાથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી દરોડો પાડી આરોપીને મોબાઈલ સાથે પકડી પાડ્યો હતો. અરરિયાના SP અશોક કુમાર સિંઘે પણ આ વાતની પુષ્ટિ કરી હતી. જે બાદ તેની પૂછપરછ કરવામાં આવી છે. જેમાં તેણે પોતાનો ગુનો કબૂલ્યો પણ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં