Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભીમ સેનાના સતપાલ તંવરની દિલ્હી પોલીસે કરી ધરપકડઃ નૂપુર શર્માની જીભ કાપવા...

    ભીમ સેનાના સતપાલ તંવરની દિલ્હી પોલીસે કરી ધરપકડઃ નૂપુર શર્માની જીભ કાપવા માટે 1 કરોડ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું, તેમની પાસે મુજરો કરાવવા માંગતો હતો

    સતપાલે નૂપુર શર્મા સાથે અત્યંત અપમાનજનક શબ્દો બોલ્યા એટલું જ નહીં, તેણે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ પણ ખોટા નિવેદનો આપ્યા છે.

    - Advertisement -

    ગઈ કાલે ભીમ સેના ચીફ નવાબ સતપાલ તંવરની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. સ્પેશિયલ સેલે તેને ગુરુવારે (16 જૂન 2022) તેના ગુરુગ્રામના નિવાસસ્થાનથી પકડી પાડ્યો હતો. તેણે નૂપુર શર્માની જીભ કાપવા બદલ 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આ સાથે તેણે ભાજપના પૂર્વ પ્રવક્તા વિશે પણ અપશબ્દો બોલ્યા હતા.

    મીડિયા અહેવાલો અનુસાર, તેના પર IPC કલમ 506 (ગુનાહિત ધમકી), 509 (મહિલાનું અપમાન) અને 153A (વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સ્પેશિયલ સેલના સાયબર યુનિટના એક અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું, “અમે તેના વીડિયોની નોંધ લીધી છે જેમાં તેણે જીવલેણ ધમકીઓ આપી છે અને નફરત ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.”

    ગુરુગ્રામમાં પણ નવાબ સતપાલ તંવર વિરુદ્ધ કેસ નોંધાયા બાદ દિલ્હી પોલીસે આ કાર્યવાહી કરી છે. આ મામલામાં ભાજપના ગુરુગ્રામના પ્રમુખ સર્વપ્રિયા ત્યાગીએ ફરિયાદ નોંધાવી હતી. ગુરુગ્રામ પોલીસે તેની વિરુદ્ધ વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા, ઉશ્કેરણી, ઇરાદાપૂર્વક અપમાન અને ફોજદારી ધમકીની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

    - Advertisement -

    અન્ય એક અહેવાલ મુજબ કાનપુર જિલ્લામાં પણ નવાબ સતપાલ તંવર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલામાં આગામી સુનાવણી 24 જૂનના રોજ નક્કી કરવામાં આવી છે. આ કેસમાં વાદી એડવોકેટ હર્ષ કુમાર છે. આ ફરિયાદના આધારે કાનપુર કોતવાલીમાં સતપાલ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો છે. હર્ષે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે સતપાલે નૂપુર શર્મા સાથે અત્યંત અપમાનજનક શબ્દો બોલ્યા એટલું જ નહીં, તેણે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ પણ ખોટા નિવેદનો આપ્યા છે.

    ઉલ્લેખનીય છે કે સતપાલ તંવરે નુપુર શર્માની જીભ કાપનાર વ્યક્તિને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. ભાજપના પૂર્વ નેતા પર ઈશનિંદાનો આરોપ લગાવતા, તેણે નૂપુર શર્માને બધાની સામે ‘મુજરો’ કરાવવાનું વાંધાજનક અને મહિલા વિરોધી નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ભાજપની નુપુર શર્માએ નબીની નિંદા કરી છે. નુપુર શર્માએ દેશમાં રહેતા કરોડો મુસ્લિમોને દુઃખ પહોંચાડ્યું છે. તેણે સમગ્ર વિશ્વમાં દેશ અને પયગંબર મોહમ્મદનું અપમાન કર્યું છે. તે માફી મેળવવાને લાયક નથી, તે ફાંસીને લાયક છે.”

    તેણે કહ્યું હતું કે, “હું મારી જાત પર વિશ્વાસ કરું છું. જો આ દેશની સરકાર, ઉત્તર પ્રદેશની સરકાર, યોગી આદિત્યનાથ અને નરેન્દ્ર મોદીમાં નૂપુર શર્મા સામે પગલાં લેવાની ક્ષમતા નથી તો મને સોંપો. હું તેને બધાની સામે મુજરો કરાવીશ. હું મારી સામે મુજરો કરાવીશ અને મારી મરજી મુજબ તેને સજા આપીશ.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં