Wednesday, September 18, 2024
More
    હોમપેજક્રાઈમગાય સાથે કરી હતી અશ્લીલ હરકતો, વિડીયો વાયરલ થયા બાદ હનીફ સૈયદની...

    ગાય સાથે કરી હતી અશ્લીલ હરકતો, વિડીયો વાયરલ થયા બાદ હનીફ સૈયદની ધરપકડ: ભાવનગરના જેસરનો મામલો, હિંદુ સંગઠનોમાં રોષ

    આરોપી હનીફ ઇશા સૈયદ અનાજ દળવાની ઘંટી ચલાવે છે. આશરે દસેક દિવસ પહેલાં અંધારાનો લાભ લઇ હનીફે ગાય સાથે અશ્લીલ હરકતો કરી હતી.

    - Advertisement -

    ભાવનગરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના જેસર ગામમાં એક મુસ્લિમ યુવકે આશરે 10 દિવસ પહેલાં ગાય સાથે અશ્લીલ હરકતો કરી તેનો વિડીયો બનાવ્યો હતો. આટલું જ નહીં, તેણે પોતે જ પોતાના કારસ્તાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો. ભાવનગરના જેસરના ખાતે ગાય પર બળાત્કાર આચરવાનો વિડીયો હિંદુ સંગઠનોના ધ્યાને આવતાં તેમણે આરોપી વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ કરી હતી. હિંદુ સંગઠનોની ઉગ્ર રજૂઆત બાદ જેસર પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    મળતી માહિતી અનુસાર, ભાવનગરના જેસરના જે યુવકે ગાય પર બળાત્કાર કર્યો તે હનીફ ઇશા સૈયદ ગામમાં અનાજ દળવાની ઘંટી ચલાવવાનું કામ કરે છે. આશરે દસેક દિવસ પહેલાં અંધારાનો લાભ લઇ હનીફે ગાય સાથે અશ્લીલ હરકતો કરી હતી. હનીફે આ દરમિયાન એક વિડીયો બનાવીને તેને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો. જે બાદ આ વિડીયો હિંદુ સંગઠનોના ધ્યાને આવતા સંગઠનોએ આરોપી હનીફની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માગ કરી હતી. હિંદુ સંગઠનોની ઉગ્ર રજૂઆત બાદ અંતે ઘટનાના 10 દિવસ પછી જેસર પોલીસે ગુનો દાખલ કરીને હનીફ સૈયદની ધરપકડ કરી હતી. હનીફ વિરુદ્ધ પોલીસે કલમ 377 અને એનિમલ એક્ટ અંતર્ગત કાર્યવાહી શરૂ કરી છે.

    આ પહેલાં પણ સામે આવી ચૂક્યા છે આવા અનેક કિસ્સાઓ

    ઉલ્લેખનીય છે કે અબોલ પશુ સાથે બર્બરતાની આ કોઈ પ્રથમ ઘટના નથી, આ પહેલાં પણ આ પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ગત જાન્યુઆરી મહિનામાં કર્ણાટકના રાયચુરમાં મસ્જિદ પાસે ઈમ્તિયાઝ હુસૈન નામના યુવકને ખેતરમાં ચરવા આવેલા વાછરડા સાથે બળાત્કાર કરતા રંગે હાથ ઝડપ્યો હતો. ઈમ્તિયાઝને ઝડપીને લોકોએ વાછરડાના માલિકને આખી ઘટનાની જાણ કરી હતી. જે બાદ માલિકની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

    - Advertisement -

    તે પહેલા છત્તીસગઢના રાયપુરથી પણ આ પ્રકારની જ એક ઘટના સામે આવી હતી. જેમાં શહર આલમ નામના યુવકે ગાયના ચાર પગ બાંધીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ ગાયને એક ઓરડીમાં બાંધી રાખી હતી અને ત્યાં જ તે પોતાની હવસ સંતોષતો હતો. ડ્રાઈવરનું કામ કરતો આરોપી શહર આલમ મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો રહેવાસી છે. હોબાળો થયા બાદ પોલીસે આરોપી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની કલમ 377 અને ‘પ્રિવેન્શન ઑફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ’ની કલમ 11(1) ડી હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં