Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમભરૂચમાં લવ જેહાદ: ત્રણ સંતાનોના બાપ સિરાજે ખોટા નામથી હિંદુ યુવતીને ફસાવી,...

    ભરૂચમાં લવ જેહાદ: ત્રણ સંતાનોના બાપ સિરાજે ખોટા નામથી હિંદુ યુવતીને ફસાવી, શારીરિક શોષણ કર્યું; બોગસ આધાર કાર્ડ પણ બનાવી રાખ્યું હતું

    તાજેતરમાં જ યુવતીને શંકા ગઈ અને ત્યારબાદ પરિવારના સભ્યોને જણાવીને તપાસ કરતાં સિરાજ હિંદુ ન હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પરિવારે પોલીસનું શરણ લીધું હતું.

    - Advertisement -

    મુસ્લિમ યુવાનો ખોટાં નામ ધારણ કરીને હિંદુ યુવતીને ફસાવતા હોવાના લવ જેહાદના કિસ્સાઓ સતત વધી રહ્યા છે ત્યારે આવો વધુ એક મામલો ભરૂચ તાલુકાના એક ગામમાંથી સામે આવ્યો છે. અહીં એક સિરાજ પટેલ નામના પરણિત યુવાને સોશિયલ મીડિયામાં હિંદુ નામ ધારણ કરીને હિંદુ યુવતીને ફસાવી હતી. આખરે ભાંડો ફૂટતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

    મામલો ભરૂચ તાલુકાના પગુથણ ગામનો છે. અહીં ત્રણ સંતાનોના પિતા સિરાજ રૂસ્તમ પટેલે સોશિયલ મીડિયા પર ‘મેહુલ પટેલ’ નામથી આઈડી બનાવ્યું હતું. જેના થકી એક હિંદુ યુવતી સાથે મિત્રતા કરી હતી. એટલું જ નહીં, તેણે હિંદુ નામથી એક બોગસ આધાર કાર્ડ પણ બનાવી રાખ્યું હતું. 

    રિપોર્ટ્સ અનુસાર, સિરાજે મિત્રતાનો પ્રયાસ કરતાં શરૂઆતમાં યુવતીએ ધ્યાન આપ્યું ન હતું પરંતુ સિરાજે પોતે તેના સમાજનો જ હોવાનો વિશ્વાસ અપાવીને મિત્રતા કેળવી લીધી હતી. ત્યારબાદ લગ્નની લાલચ આપીને અનેક વખત શારીરિક શોષણ કરવાની ફરિયાદ પોલીસ મથકે દાખલ કરાવવામાં આવી છે. સિરાજે ભરૂચની અલગ-અલગ હોટેલમાં લઇ જઈને દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 

    - Advertisement -

    તાજેતરમાં જ યુવતીને શંકા ગઈ અને ત્યારબાદ પરિવારના સભ્યોને જણાવીને તપાસ કરતાં સિરાજ હિંદુ ન હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પરિવારે પોલીસનું શરણ લીધું હતું. ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ પોલીસે IPCની કલમ 376, 313, 419, 465, 467, 471, 506(2) મુજબ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. 

    જિલ્લા પોલીસ વડાને મામલો ધ્યાને આવતાં તેમણે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. ત્યારબાદ ભરૂચ તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી સિરાજને ટ્રેસ કરીને તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસની પૂછપરછમાં તેણે હિંદુ નામ ધારણ કરીને યુવતીને ફસાવીને દુષ્કર્મ કર્યું હોવાનું સ્વીકારી લીધું હતું. આ સિવાય તેણે અન્ય એક હિંદુ યુવતીને પણ ફસાવી હોવાની આશંકા છે, જે દિશામાં પોલીસની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે તેણે બોગસ આધાર કાર્ડ કઈ રીતે બનાવ્યું હતું. 

    આરોપી સિરાજ ભરૂચના પગુથણ ગામનો રહેવાસી છે અને ત્રણ સંતાનોનો પિતા છે. તેની ધરપકડ કરીને ભરૂચ પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં