Saturday, October 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆઠમી બેગમ પાસે કરાવવા માંગતો હતો વેશ્યાવૃત્તિ, વિરોધ કરવા પર આપી દીધા...

    આઠમી બેગમ પાસે કરાવવા માંગતો હતો વેશ્યાવૃત્તિ, વિરોધ કરવા પર આપી દીધા ટ્રિપલ તલાક: મુસ્લિમ શખ્સ વિરુદ્ધ નોંધાયો ગુનો, મહિલાઓ સાથે નિકાહ કરી દેહવ્યાપાર કરાવતો હોવાનો આરોપ

    પીડિતાએ જ્યારે આ તમામ બાબતોનો વિરોધ કર્યો તો તેની સાથે મારપીટ કરવામાં આવી અને ટ્રિપલ તલાક આપીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. ત્યારબાદ પીડિતા માઝોલા વિસ્તારમાં તેના મામીના ઘરે આવી પહોંચી હતી. દરમિયાન જ તેનો શોહર તેના ભાઈ અને બનેવી સાથે ત્યાં આવી પહોંચ્યો હતો. ત્રણેય શખ્સોએ મહિલાને ઢસડીને બહાર કાઢવા માટેના પ્રયાસ કર્યા હતા.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મુરાદાબાદમાં એક મુસ્લિમ શખ્સે તેની આઠમી બેગમને વેશ્યાવૃતિમાં ધકેલવા માટે દબાણ કર્યું હોવાના આરોપ લાગ્યા છે. એટલું જ નહીં, પરંતુ તેણે તેની બેગમ સાથે મારપીટ કરીને એસિડ એટેકની ધમકી આપી હોવાનો પણ આરોપ છે. પીડિત મહિલાએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. મહિલાએ કહ્યું છે કે, તે આરોપીની આઠમી બેગમ છે. આરોપી તેની પાસે વેશ્યાવૃત્તિ કરાવવા માંગતો હતો. મહિલાએ આ બાબતે વિરોધ નોંધાવતા આરોપીએ તેની સાથે મારપીટ કરી અને ટ્રિપલ તલાક આપી દીધા હતા.

    મૂળ બિહારના પૂર્ણિયાની રહેવાસી પીડિત મહિલાના 6 વર્ષ પહેલાં મુરાદાબાદમાં કટઘર પોલીસ સ્ટેશન વિસ્તારના ગુલાબબાડી ખાતે રહેતા એક મુસ્લિમ શખ્સ સાથે નિકાહ થયા હતા. પીડિતાનું કહેવું છે કે, નિકાહ થયા બાદ તેને જાણ થઈ હતી કે, તેનો શોહર આ પહેલાં પણ 7 વખત નિકાહ કરી ચૂક્યો છે. તેણે ફરિયાદમાં કહ્યું કે, તેનો શોહર દારૂ પીતો હતો અને જુગાર રમતો હતો. આરોપીએ તેની બેગમ પર દબાણ ઊભું કર્યું હતું કે, તે ઘર ખર્ચ ઉપાડવા માટે વેશ્યાવૃત્તિ કરે. મહિલાએ તેનો વિરોધ કરતાં આરોપીએ મારપીટ કરી હતી. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, તેનો શોહર નિકાહ કરીને મહિલાઓને દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેતો હતો.

    પીડિતાએ જ્યારે આ તમામ બાબતોનો વિરોધ કર્યો તો તેની સાથે મારપીટ કરવામાં આવી અને ટ્રિપલ તલાક આપીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. ત્યારબાદ પીડિતા માઝોલા વિસ્તારમાં તેના મામીના ઘરે આવી પહોંચી હતી. દરમિયાન જ તેનો શોહર તેના ભાઈ અને બનેવી સાથે ત્યાં આવી પહોંચ્યો હતો. ત્રણેય શખ્સોએ મહિલાને ઢસડીને બહાર કાઢવા માટેના પ્રયાસ કર્યા હતા. શોરબકોર થવા પર લોકો પણ એકઠા થઈ ગયા હતા. જેથી આરોપીઓ મહિલાને એસિડ એટેકની ધમકી આપીને ત્યાંથી નાસી ગયા હતા.

    - Advertisement -

    આ ઘટના મામલે SSP હેમરાજ મીણાએ માઝોલા SHOને FIR નોંધવા માટેનો આદેશ આપ્યો હતો. આ અંગે સીઓ સિવિલ લાઇન્સ અર્પિત કપૂરે જણાવ્યું હતું કે, પીડિતાની ફરિયાદના આધાર પર તેના પતિ, પતિના ભાઈ અને બનેવી વિરુદ્ધ મારપીટ, ટ્રિપલ તલાક જેવી સુસંગત કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. પોલીસે આ વિશે જણાવ્યું છે કે, દરેક પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. હાલ ગુનો નોંધાઈ ચૂક્યો છે, વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં