Monday, September 9, 2024
More
    હોમપેજદેશમૃતકોના આધાર-પાન પોતાને નામ કરી રહ્યા છે રોહિંગ્યા મુસ્લિમો, આખી એક ગેંગ...

    મૃતકોના આધાર-પાન પોતાને નામ કરી રહ્યા છે રોહિંગ્યા મુસ્લિમો, આખી એક ગેંગ ભારતમાં સક્રિય: NIAએ શરૂ કરી તપાસ

    NIAએ ધરપકડ કરેલા મોહમ્મદ સોરીફુલ બાબુ મિયાં અને મુન્નાએ બાંગ્લાદેશી ઘૂસણખોરોને શાળાની માર્કશીટ, ડિગ્રી જેવા શૈક્ષણિક પ્રમાણપત્રો પણ બનાવી આપ્યા હતા, જેથી રોહિંગ્યા મુસ્લિમો દેશમાં ગમે ત્યાં રહી શકે.

    - Advertisement -

    ભારતમાં ઘુષણખોરીનો વ્યાપ ખુબ વધી રહ્યો છે. બાંગ્લાદેશ, મ્યાનમાર જેવા દેશોમાંથી રોહિંગ્યા મુસ્લિમો ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહ્યા છે. ત્યારબાદ ભારતમાં સ્થાયી થવા માટે તેઓ મૃત ભારતીય નાગરિકોના આધારકાર્ડ અને ઓળખની ચોરી રહ્યા છે. પોતાની ઓળખ છુપાવવા બાંગ્લાદેશી ઘૂસણખોરો ભારતમાં મૃત્યુ પામેલા લોકોના આઈડીનો ઉપયોગ કરી રહ્યા છે. હાલ આ મામલે NIAએ તપાસ શરૂ કરી છે.

    દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, આ મામલે ભારતીય તપાસ એજન્સીઓ અને NIAએ મોટી સફળતા સાંપડી છે. એજન્સીએ કરેલી તપાસમાં સામે આવ્યું કે દેશમાં માનવ તસ્કરી ગેંગ સક્રિય બની છે, જે રોહિંગ્યા મુસ્લિમોને ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને સ્થાયી કરવા માટે કામ કરે છે. હાલ તપાસ એજન્સીઓ આ ઘુષણખોરી સાથે સંકળાયેલા લોકોની ઓળખ કરી રહી છે.

    દિવ્ય ભાસ્કરે સુત્રોને ટાંકીને જણાવ્યું કે, NIAએ માનવ તસ્કરી કરતી ગેંગ સામે કાર્યવાહી કરી મોહમ્મદ સોરીફુલ બાબુ મિયાં, શહાબુદ્દીન હુસૈન અને મુન્ના ઉર્ફે નૂર કરીમની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ લાંબા સમયથી માનવ તસ્કરી ગેંગના માધ્યમથી બાંગ્લાદેશથી ભારતમાં ઘુષણખોરી કરી રહેતા રોહિંગ્યા મુસ્લિમો માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશનકાર્ડ જેવા વિવિધ નકલી દસ્તાવેજો બનાવી આપતા હતા. જયારે આ મામલે તપાસ એજન્સીઓને પૂછપરછની કાર્યવાહી કરી ત્યારે જાણવા મળ્યું કે, તેઓ ભારતના મૃત નાગરિકોના ડોક્યુમેન્ટનો ઉપયોગ, રોહિંગ્યા મુસ્લિમોને ભારતીય ઓળખ આપવા માટે કરે છે. તપાસ એજન્સીઓને આરોપીઓ પાસેથી આવા કેટલાક લોકોના ડેટા મળ્યા છે. જે પછી એજન્સી દ્વારા આ સમગ્ર ડેટાની તપાસ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    આ સાથે જ NIAએ ઘુષણખોરી કરી નકલી ઓળખના આધારે દેશમાં રહેતા ઘુષણખોરોના ઠેકાણાઓ પર કાર્યવાહી શરૂ કરી છે. તપાસ દરમિયાન NIAને દેશના બંગાળ, હરિયાણા, મહારાષ્ટ્ર જેવા વિવિધ રાજ્યોમાં રોહિંગ્યા ઘૂસણખોરોની માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે સરકારે ઓક્ટોબર 2023થી જન્મના અને મૃત્યુના પ્રમાણપત્ર મેળવવા માટે આધારકાર્ડ ફરજિયાત કરી દીધું છે. કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો ડેથ સર્ટિફિકેટ માટે મૃતકનું આધારકાર્ડ આપવામાં આવે છે. જે પછી તે માહિતી UADAIને મોકલવામાં આવે છે, જેથી બીજા દસ્તાવેજોમાંથી પણ મૃતકની ઓળખ દુર કરવામાં આવે.

    આ મામલે NIAએ ધરપકડ કરેલા મોહમ્મદ સોરીફુલ બાબુ મિયાં અને મુન્નાએ બાંગ્લાદેશી ઘૂસણખોરોને શાળાની માર્કશીટ, ડિગ્રી જેવા શૈક્ષણિક પ્રમાણપત્રો પણ બનાવી આપ્યા હતા, જેથી રોહિંગ્યા મુસ્લિમો દેશમાં ગમે ત્યાં રહી શકે. પરંતુ આ દરમિયાન તેઓ સાવચેતી રાખતા કે દસ્તાવેજોનો ઉપયોગ તેઓ નોકરી માટે ન કરે.

    NIAની કાર્યવાહીમાં પકડાયેલા આરોપી શહાબુદ્દીન હુસૈન ભારતના મૃત લોકોના ડેટા મેળવવા માટે સરકારી અધિકારીઓ સાથે સાંઠગાઠ કરતો હતો. ત્રણેય આરોપીઓમાંથી બાબુ મિયાં અને મુન્નાએ મૃત વ્યક્તિઓના આધારકાર્ડના નંબરો અને બીજી માહિતીનો ઉપયોગ મૃતકની સમાન ઉંમરના ઘુષણખોરી કરી આવેલા રોહિંગ્યા મુસ્લિમોના ડેટા સાથે અપડેટ કરવા માટે કર્યો હતો. આરોપીઓ ડેટા અપડેટ થયા પછી તેમાં સરનામું બદલી નાખતા. જે પછી તે જ આધાર કાર્ડનો ઉપયોગ કરીને અન્ય દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં