Sunday, April 28, 2024
More
    હોમપેજદેશ₹15000 આપો, તારની નીચેથી ભારતમાં ઘૂસો: અજમેરના દરગાહ વિસ્તારમાંથી પકડાયાં ભાઈ-બહેન, બાંગ્લાદેશથી...

    ₹15000 આપો, તારની નીચેથી ભારતમાં ઘૂસો: અજમેરના દરગાહ વિસ્તારમાંથી પકડાયાં ભાઈ-બહેન, બાંગ્લાદેશથી ઘૂસણખોરીનું મોડેલ આવ્યું સામે

    રાજસ્થાન પોલીસ દ્વારા પકડાયેલા બાંગ્લાદેશી ભાઈ અને બહેનના નામ નાહિદ હુસૈન (21) અને મહેમુદા અખ્તર (30) છે. તે બાંગ્લાદેશના મુંશીગંજ જિલ્લાના રહેવાસી છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકાને અડીને આવેલા મુંશીગંજ જિલ્લામાં કામનો અભાવ જોતાં બંને ભાઈ-બહેને ભારત આવવાની યોજના બનાવી હતી.

    - Advertisement -

    બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદેસર પ્રવેશનો સિલસિલો સતત ચાલુ છે. બાંગ્લાદેશીઓ માત્ર ₹15,000 ચૂકવીને ભારતમાં પ્રવેશ મેળવે છે અને પછી નકલી દસ્તાવેજોની મદદથી તેમની ઓળખ બદલીને અહીં સ્થાયી થાય છે અને કામ-ધંધો કરવા લાગે છે. જોકે, સરકાર સતત ગેરકાયદે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે. આવા જ એક કેસમાં પોલીસે રાજસ્થાનના અજમેરમાંથી એક બાંગ્લાદેશી ભાઈ-બહેનની ધરપકડ કરી છે.

    આ બંને ભાઈ-બહેન નકલી ઓળખ કાર્ડ બનાવીને અજમેરના દરગાહ વિસ્તારમાં ભાડેથી રહેતા હતા. આ બંને બીજી વખત ભારતમાં ઘૂસ્યા હતા. તેમની પાસેથી નકલી આધાર કાર્ડ મળી આવ્યું છે. તેમાં બંનેને પશ્ચિમ બંગાળના ચોવીસ પરગણા વિસ્તારના રહેવાસી તરીકે દર્શાવવામાં આવ્યા છે. બંને લગભગ બે મહિનાથી અજમેરમાં રહેતા હતા અને કપડાનો વ્યવસાય કરતા હતા. CIDએ શંકાના આધારે અજમેરમાંથી બંને બાંગ્લાદેશી ભાઈ-બહેનની ધરપકડ કરી છે.

    યુવતી મેહમુદા અખ્તર અગાઉ પણ બે વખત વિઝા લઈને ભારત આવી ચૂકી છે. તે સમય દરમિયાન, મહેમુદાએ હૈદરાબાદ, કોલકાતા, અજમેર સહિત ભારતમાં વિવિધ સ્થળોએ પ્રવાસ કર્યો હતો અને કામ કર્યું હતું. જોકે, જ્યારે કોવિડ ત્રાટક્યો ત્યારે તે બાંગ્લાદેશ પરત ફરી હતી. મહેમુદાએ પોલીસને જણાવ્યું કે, આ વખતે તેને વિઝા ન મળતાં તે એજન્ટો મારફતે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસી હતી.

    - Advertisement -

    માત્ર 15 હજારમાં એન્ટ્રી!

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજસ્થાન પોલીસ દ્વારા પકડાયેલા બાંગ્લાદેશી ભાઈ અને બહેનના નામ નાહિદ હુસૈન (21) અને મહેમુદા અખ્તર (30) છે. તે બાંગ્લાદેશના મુંશીગંજ જિલ્લાના રહેવાસી છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકાને અડીને આવેલા મુંશીગંજ જિલ્લામાં કામનો અભાવ જોતાં બંને ભાઈ-બહેને ભારત આવવાની યોજના બનાવી હતી. બંને બે મહિનાથી અજમેરમાં રહેતા હતા. પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું કે બાંગ્લાદેશના લોકોને માત્ર 15 હજાર રૂપિયામાં ભારતમાં એન્ટ્રી મળી જાય છે. આ કોઈ મુશ્કેલ કામ નથી. તેમનું કહેવું છે કે સરહદ પર ભારત અને બાંગ્લાદેશના લોકો ભળેલા છે. સરહદી વિસ્તારમાં ઘણા દલાલો સક્રિય છે, જે પૈસા લઈને બોર્ડર પાર કરાવવાનું કામ કરે છે.

    તારની નીચેથી મળે છે એન્ટ્રી

    બાંગ્લાદેશી ઘૂસણખોરોએ જણાવ્યું કે, તેમને તારની નીચેથી એન્ટ્રી મળી જાય છે. આવું માત્ર એજન્ટ દ્વારા જ કરાવવામાં આવે છે. ભારતમાં આવ્યા પછી તેઓ નકલી દસ્તાવેજો અને ઓળખ કાર્ડના આધારે તેમનું આગળનું જીવન જીવે છે. બંનેએ જણાવ્યું કેમ લોકડાઉન પહેલાં પણ તેઓ ભારતમાં જ હતા. આ વખતે તેઓ બીજીવાર ભારત આવ્યા છે. બંને ભાઈ-બહેન અજમેરના નાલા બજારમાં ભાડાના રૂમમાં રહેતા હતા. બંનેએ પોતાના નામ પણ બદલી નાખ્યા હતા. આ રીતે સુરક્ષા એજન્સીઓની આંખમાં ધૂળ નાખીને બંને ભાઈ-બહેન અજમેરમાં રહીને ધંધો કરતા હતા. જોકે, તેનો પર્દાફાશ થતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. તેને અલવરના ડિડક્શન સેન્ટરમાં મોકલવામાં આવ્યો છે.

    અજમેર બન્યું છે ઘૂસણખોરોનો અડ્ડો

    નોંધનીય છે કે, અજમેરના બીજેપી નેતાઓ અને અધિકારીઓએ દરગાહની સાથે અજમેરના અલગ-અલગ વિસ્તારોમાં બાંગ્લાદેશીઓના ગેરકાયદે વસવાટ અંગે જિલ્લા પોલીસ અને ઈન્ટેલિજન્સને ઘણી વખત ફરિયાદો કરી હતી. જોકે, કોંગ્રેસ સરકારની તુષ્ટિકરણની નીતિઓને કારણે તેમની સામે કોઈ કાર્યવાહી થઈ શકી નહોતી. હવે સરકાર બદલાતાંની સાથે જ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. રાજસ્થાનના અજમેરમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે રહે છે. છેલ્લા ઘણા વર્ષોમાં અહીં ઘણાબધા બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ કરવામાં આવી છે. આ સમસ્યાને જોતા રાજસ્થાન સરકારે નાયબ પોલીસ અધિક્ષક ગૌરી શંકરને નોડલ ઓફિસર બનાવ્યા છે. તેમને બાંગ્લાદેશીઓને યોજનાબદ્ધ રીતે પકડવાની જવાબદારી સોંપવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં