Sunday, May 5, 2024
More
    હોમપેજગુજરાતવડોદરામાં ટ્રેનને ઉથલાવી દેવાનું કાવતરું નિષ્ફ્ળ: વરણામા-ઇટોલા વચ્ચે રેલ્વે ટ્રેક પર મળી...

    વડોદરામાં ટ્રેનને ઉથલાવી દેવાનું કાવતરું નિષ્ફ્ળ: વરણામા-ઇટોલા વચ્ચે રેલ્વે ટ્રેક પર મળી આવ્યો લોખંડનો પોલ, જાણો કઈ ટ્રેન હતી ટાર્ગેટ

    ઓખા-શાલીમાર એક્સપ્રેસ સાથે આ પોલ અથડાયો હતો. જેના કારણે અમદાવાદ-પૂરી એક્સપ્રેસને સિગ્નલ નહોતું મળ્યું. સિગ્નલ ન મળવાના કારણે અમદાવાદ-પૂરી એક્સપ્રેસ આગળ નહોતી વધી અને એક ભયંક દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી.

    - Advertisement -

    ઓડીશાના ભયાવહ બાલાસોર ટ્રેન અકસ્માતને હજુ સુધી કોઈ ભૂલી નથી શક્યું, તેવામાં હવે ગુજરાતના વડોદરામાં વરણામા-ઇટોલા સ્ટેશન વચ્ચે ટ્રેનને ઉથલાવી દેવાનું કાવતરું નિષ્ફળ ગયું છે. ગત મોડી રાત્રે અજાણ્યા ઇસમોએ આ બંને સ્ટેશન વચ્ચે રહેલા રેલ્વે ટ્રેક પર લોખંડનો પોલ મૂકી દીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે કાવતરાખોર દ્વારા અમદાવાદ-પૂરી એક્સપ્રેસ અને ઓખા-શાલીમાર એક્સપ્રેસને ટાર્ગેટ કરવામાં આવી હતી. જોકે બંને ટ્રેનના લોકો પાયલોટની સતર્કતાના કારણે એક મોટી હોનારત ટળી ગઈ હતી.

    મળતી માહિતી અનુસાર વડોદરામાં અજાણ્યા ઈસમો દ્વારા વરણામા-ઇટોલા વચ્ચે રેલ્વે ટ્રેક પર ફેન્સીંગ પોલ નાંખીને ટ્રેનને ઉથલાવી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. ઘટનામાં ઓખા-શાલીમાર એક્સપ્રેસ સાથે આ પોલ અથડાયો હતો. જેના કારણે અમદાવાદ-પૂરી એક્સપ્રેસને સિગ્નલ નહોતું મળ્યું. સિગ્નલ ન મળવાના કારણે અમદાવાદ-પૂરી એક્સપ્રેસ આગળ નહોતી વધી અને એક ભયંકર દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી.

    આ મામલે રેલવેના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, “ગઈ કાલે રાત્રે વરણામા-ઇટોલા વચ્ચે રેલ્વે ટ્રેક પર એક મેટલ ફેંસિંગ પોલ મળી આવતા ટ્રેનના લોકો પાયલોટ દ્વારા તાત્કાલિક ઈટોલા રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરને માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સ્ટેશન માસ્ટર દ્વારા કંટ્રોલ રૂમને આખી ઘટનાની જાણ કરવામાં આવી હતી. માહિતી મળ્યા બાદ કંટ્રોલ રૂમ દ્વારા રેલવે તથા સુરક્ષા એજન્સીઓના સંબંધિત તમામ અધિકારીઓને આ આખી ઘટના વિશે જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ પરિસ્થિતિની ગંભીરતા સમજી અધિકારીઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.”

    - Advertisement -

    આ આખી ઘટના મામલે વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, “સમગ્ર મામલાને અમે ગંભીરતાથી લઈ સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી તેમજ SOG ની ટીમોને ઘટનાની તપાસ સોંપવામાં આવી છે. આ તમામ ટીમો જુદી જુદી થિયરી પર તપાસ કરી રહ્યા છે. આ પ્રકારે પોલ નાંખીને ટ્રેનને નુકસાન પહોંચાડવાનું કોઈ કાવતરું હતું કે, ચોરીના પ્રયત્નમાં મેટલ ફેનસિંગ પોલ ટ્રેક પર પડી ગયો કે પછી અન્ય કોઈ કારણ છે તે તમામ એન્ગલથી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. વડોદરા ગ્રામ્ય પોલીસ, RPF, GRP અને રેલવેના અધિકારીઓ સાથે સંકલનમાં રહીને તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં