Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતકાલભૈરવની આંખો ફોડી, મહાદેવની મૂર્તિ અને હનુમાન દાદાની ગદા તોડી: દુધેશ્વર રિવરફ્રન્ટ...

    કાલભૈરવની આંખો ફોડી, મહાદેવની મૂર્તિ અને હનુમાન દાદાની ગદા તોડી: દુધેશ્વર રિવરફ્રન્ટ પર આવેલ પ્રાચીન મંદિરને અજાણ્યા શખ્સે ખંડિત કર્યું, ફરિયાદ દાખલ

    CCTV ફૂટેજ ચેક કરતા એ સામે આવ્યું કે આ ઘટના મંગળવાર (8 ઓગસ્ટ) ના રોજ રાતના 08:50 થી રાતના 09:50 વચ્ચે બની હતી. વિડીયોમાં જોઈ શકાય છે કે મંદિર પરિસરમાં એક વ્યક્તિ આવે છે અને હિંદુ ઇષ્ટદેવોની મૂર્તિઓને નુકશાન પહોંચાડવા માંડે છે.

    - Advertisement -

    અમદાવાદથી એક ખુબ જ હેરાન કરવાવાળા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદની ઓળખ સમાન રિવરફ્રન્ટ પર આવેલા એક પૈરાણિક મંદિરમાં કોઈ અજાણ્યા શખ્સે ઘૂસી જઈને, તોડફોડ કરીને હિંદુ દેવતાઓની મૂર્તિઓને નુકશાન પહોંચાડ્યું હતું. હાલ CCTV વિડીયોના આધારે સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

    ન્યુઝ 18 ગુજરાતના અહેવાલ અને ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ FIRની નકલ અનુસાર, બુધવાર (9 ઓગસ્ટ) ના રોજ બપોરના 2:30 વાગ્યે પોલીસને કોલ આવ્યો કે દધીચીબ્રિજ પાસેના પ્રાચીન કાલભૈરવના મંદિરમાં કોઈ અસામાજિક તત્વોએ તોડફોડ કરી છે. આ બાબતે પોલીસ સ્ટાફ દુધેશ્વર સ્મશાનગૃહના પાછળના ભાગે આવેલ રિવફ્રન્ટના ખુલ્લા મેદાનમાં આવેલ કાળભૈરવના મંદિરે પહોંચી હતી.

    પોલીસે ત્યાં જઈને નોંધ્યું કે મંદિરમાં કાલભૈરવ દાદાની મૂર્તિમાં આંખોનો ભાગ ગાયબ હતો. સાથે જ શંકર ભગવાનની એક નાની મૂર્તિ હતી તેને પૂર્ણરૂપે તોડી કઢાઈ હતી. ઉપરાંત હનુમાન દાદાની મૂર્તિને નુકશાન પહોંચાડીને તેમની ગદા તોડી કઢાઈ હતી તથા હનુમાન દાદાના ફોટાવાળી ટાઈલ્સને પણ નુકશાન પહોંચાડાયું હતું.

    - Advertisement -

    વધુ તપાસમાં સામે આવ્યું કે આરોપીએ મંદિર પરિસરમાં રહેલ કાલભૈરવ દાદાના વાહન એવા કૂતરાની મૂર્તિને પણ પોતાના સ્થાન પરથી ખસેડીને ફેંકી દીધી હતી. પોલીસે સ્થળ તપાસ કરતા મંદિરની પાછળના ભાગમાં આવેલ ઓશીયન દીપ પ્રિન્ટર્સ નામની એક કંપનીનો એક CCTV કેમેરો મંદિર તરફ હોવાનું સામે આવ્યું. આથી પોલીસે તેમાંથી પુરાવા શોધવાનો પ્રયત્ન કર્યો હતો.

    CCTVમાં કેદ થઇ આરોપીની હરકતો

    CCTV ફૂટેજ ચેક કરતા એ સામે આવ્યું કે આ ઘટના મંગળવાર (8 ઓગસ્ટ) ના રોજ રાતના 08:50 થી રાતના 09:50 વચ્ચે બની હતી. વિડીયોમાં જોઈ શકાય છે કે મંદિર પરિસરમાં એક વ્યક્તિ આવે છે અને હિંદુ ઇષ્ટદેવોની મૂર્તિઓને નુકશાન પહોંચાડવા માંડે છે.

    વિડીયોમાં આગળ જોઈ શકાય છે કે તે વ્યક્તિ પરિસરમાં આવેલ નાના મંદિરના ગુંબજ પર ચડી જાય છે અને કપડાં કાઢીને ડાન્સ પણ કરે છે. હવે વિડીયોના આધારે સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બાબત IPCની કલમો 295, 153-A(2) મુજબ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેને શોધવા માટે આગળ તપાસ હાથ ધરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં