Saturday, July 27, 2024
More
    હોમપેજક્રાઈમઅમદાવાદ: સામાન્ય વાતે ઝઘડો થતાં અહેજાઝ ખાને માથામાં સ્ક્રૂ ડ્રાઈવરના ઘા ઝીંકીને...

    અમદાવાદ: સામાન્ય વાતે ઝઘડો થતાં અહેજાઝ ખાને માથામાં સ્ક્રૂ ડ્રાઈવરના ઘા ઝીંકીને પત્નીનું ઢીમ ઢાળી દીધું, શહેરમાં રિક્ષા લઈને ફર્યો અને આખરે પોલીસ સામે હાજર થઈ ગયો!

    મૂળ ઉત્તરપ્રદેશના અમેઠી જિલ્લાનો રહેવાસી અહેજાઝ ખાન છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાના પરિવાર સાથે અમદાવાદના રામોલ ખાતે આવેલી શાલીમારની ચાલીમાં સ્થાયી થયો હતો. આરોપીને નિકાહથી બે દીકરા અને બે દીકરીઓ એમ ચાર સંતાનો છે.

    - Advertisement -

    અમદાવાદના રામોલ ખાતેથી હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં શાલીમાર ચાલી ખાતે રહેતા એક 35 વર્ષીય ઈસમે ડિસમીસના આડેધડ ઘા ઝીંકીને પત્નીની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ તે ફરાર ન થયો અને જઈને પોલીસ મથકે જઈને હાજર થઈ ગયો હતો. પોલીસે તેની ધરપકડ કરીને હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આરોપીની ઓળખ અહેજાઝ ખાન તરીકે થઈ છે.

    મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના અમેઠી જિલ્લાનો રહેવાસી અહેજાઝ ખાન છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાના પરિવાર સાથે અમદાવાદના રામોલ ખાતે આવેલી શાલીમારની ચાલીમાં સ્થાયી થયો હતો. વ્યવસાયે રિક્ષા ચલાવવાનું કામ કરતા આરોપીને નિકાહથી બે દીકરા અને બે દીકરીઓ એમ ચાર સંતાનો છે. તે દોઢ વર્ષ પહેલાં જ અમેઠીથી અમદાવાદ આવ્યો હતો. તે પરિવાર સાથે જે ચાલીમાં રહેતો હતો ત્યાં જ તેની પત્નીના 5 ભાઈઓ પણ રહેતા હતા અને તેમાંથી 2 તો તેના પાડોશીઓ હતા. અમેઠીમાં એહજાઝ કશું કામ-ધંધો ન કરતો હોવાના કારણે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા, જેના કારણે મહિલાના ભાઈઓ તેમને અમદાવાદ લઇ આવ્યા હતા અને પોતાની સાથે જ રાખ્યા હતા. ત્યારબાદ તેને એક રિક્ષા પણ લઇ આપી હતી.

    અમદાવાદ આવીને પણ આરોપી અને તેની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. તેવામાં ગત 6 નવેમ્બર 2023ની વહેલી સવારે 4 વાગ્યે કોઈક વાતે બંને વચ્ચે ફરી ઝઘડો થતાં આરોપીએ તેની પત્નીને આડેધડ ડિસમીસના ઘા ઝીંકી દીધા હતા. આ દરમિયાન તેની 13 વર્ષની દિકરીએ જોઈ કાઢતાં બાજુમાં રહેતા મામાને કહેવા દોડી ગઇ હતી અને બીજી તરફ આરોપી ઘરેથી ફરાર થઈ ગયો હતો.

    - Advertisement -

    ભાઈઓએ આવીને મહિલાને તાત્કાલિક દવાખાને ખસેડી હતી, પરંતુ ત્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત ઘોષિત કરી હતી. તેને ચહેરા અને ગળાના ભાગે ઉપરાછાપરી સ્ક્રૂ ડ્રાઈવરના ઘા મારવામાં આવ્યા હતા.

    જોકે, હત્યા કર્યા બાદ આરોપી એહજાઝ ભાગી છૂટ્યો ન હતો અને પહોંચ્યો હતો પોલીસ પાસે. ન્યૂઝ18ના રિપોર્ટ અનુસાર, તે પત્નીને હત્યા કરીને રિક્ષા લઈને શહેરમાં ફર્યો હતો અને પછી જઈને પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. પોલીસ પાસે જઈને પોતે પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરીને સરેન્ડર કરી દીધું હતું. પોલીસે પછીથી તેની સામે ગુનો નોંધીને ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં