અમદાવાદના ઇસનપુરમાં એક લવ જેહાદનો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં એક મુસ્લિમ યુવકે હિંદુ નામ ધારણ કરીને 16 વર્ષની એક હિંદુ સગીરાને પોતાના પ્રેમમાં ફસાવી હતી અને તેને અંધારામાં રાખીને અનેકવાર તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. પીડિતાની માતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપી ઈલિયાસની ધરપકડ થઇ છે.
અહેવાલો અનુસાર અમદાવાદના ઇસનપુરમાં 16 વર્ષની એક હિંદુ સગીરા ઈલિયાસ નામના એક મુસ્લિમ યુવાનના સંપર્કમાં આવી હતી. જોકે મુસ્લિમ યુવાને પોતાનું મુળ નામ તેને ન જણાવી ‘યશ’ નામ સાથે તેની સાથે મિત્રતા કરી હતી. જે બાદ તેણે યુવતીને ભરોસામાં લઈને તેની સાથે ખોટું બોલીને અનેકવાર શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા.
પરંતુ થોડા સમય બાદ કોઈક રીતે જયારે તે હિંદુ સગીરાને આરોપીના ખરા નામ વિશે જાણ થઇ તો તેને ખ્યાલ આવ્યો કે તેની સાથે ખુબ મોટી છેતરપિંડી થઇ ગઈ છે. આગળ શું કરવું તે સમજમાં ના આવતા પીડિતાએ તમામ હકીકત પોતાના માતાને જણાવી હતી. ઘટનનાની ગંભીરતાને જોતા પીડિતાની માતા તુરંત જ આ બાબતે ફરિયાદ નોંધાવવા ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી અને આરોપી ઈલિયાસ વિરુદ્ધ દુષ્કર્મ અને POCSO સહિતની કલમોમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તાત્કાલિક પગલાં લઈને ઈલિયાસની ધરપકડ કરી
પીડિતાની માટે જેવી ફરિયાદ નોંધાવી એવી તરત જ ઇસનપુર પોલીસ હરકતમાં આવી ગઈ હતી. થોડા જ કલાકોમાં પોલીસે ઇલિયાસને ઝડપી પડ્યો હતો અને તેની ધરપકડ કરી હતી.
આ વિષયમાં મીડિયા સમક્ષ વધુ માહિતી આપતા ઇસનપુર K ડિવિઝન પોલીસ સ્ટેશનના એસીપી મિલાપ પટેલે જણાવ્યું હતું કે, “ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર 16 વર્ષની દીકરીની માતાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેઓએ જણાવ્યું છે કે તેમની દીકરીને કપડાની દુકાન પર નોકરીએ રાખી પોતાની ખોટી ઓળખ આપી એટલે કે છોકરાનું નામ ઈલિયાસ હોવા છતાં યશ જણાવી તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા. ફરિયાદીએ આપેલ માહિતીના આધારે પોલીસે ઈલિયાસ સામે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.”
ઈસનપુરનો વિડીયો વાઇરલ
સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જે ઇસનપુરનો હોવાનું કહેવાય છે. અહીં લોકોનું એક ટોળું યુવતીની છેડતી અને દુષ્કર્મના આરોપીને મેથીપાક આપતું જોઈ શકાય છે. ટોળાએ આરોપીને માર મારીને પોલીસને સોંપી દીધો હતો.
इसनपुर, अहमदाबाद में 'इलियास' ने खुदको 'यश' बताकर 16 साल की हिंदु बच्ची से किया लव जिहाद।
— Lincoln Sokhadia (@journolinc) August 4, 2023
महीनों तक करता रहा बच्ची पर दुष्कर्म। पीड़िता की माता ने आस पड़ोस वालो से बात की तो फूटा भांडा।
स्थानिकों ने युवक को पकड़कर पुलिस के हवाले किया।#Ahmedabad #LoveJihad #Isanpur pic.twitter.com/QT47i8iIj4
વિડીયોમાં દેખાય છે એ અનુસાર પોલીસ આરોપીને ઉશ્કેરાયેલા ટોળાથી બચાવીને પોતાની પોલીસવાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઇ જતી નજરે પડી રહી છે.
સુરતમાં ઓઝૈર આલમે અર્જુનસિંઘ બનીને હિંદુ યુવતીને ફસાવી
આ પહેલા પણ સુરત શહેરમાંથી લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. અહીં એક ઓઝૈર આલમ નામના મુસ્લિમ યુવકે ઓળખ છુપાવીને હિંદુ યુવતીને ફસાવી હતી. એટલું જ નહીં તેણે ‘અર્જુનસિંઘ’ નામથી નકલી આધાર કાર્ડ પણ બનાવી રાખ્યું હતું તેમજ વેપાર પણ તે હિંદુના નામે જ કરતો હતો. વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓએ તેને પકડી પાડીને પોલીસના હવાલે કર્યો હતો.