Saturday, April 27, 2024
More
    હોમપેજગુજરાતPM મોદીનો એડિટેડ વિડીયો શેર કરી અનામત મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવું ભારે...

    PM મોદીનો એડિટેડ વિડીયો શેર કરી અનામત મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવું ભારે પડ્યું, સાઈબર ક્રાઈમે ધરપકડ કરી: AAPમાંથી ટિકિટ માંગી ચૂક્યો છે આરોપી

    આરોપીનું નામ મહેન્દ્ર ડોડીયા છે. તેણે અજાણ્યા સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી વડાપ્રધાન મોદીનો મોડીફાઈડ વિડીયો શેર કર્યો હતો. આરોપીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદમાં અનામતને લઈ આપેલ ભાષણ સાથે છેડછાડ કરી એક બનાવટી વીડિયો વાયરલ કર્યો હતો.

    - Advertisement -

    થોડા દિવસ અગાઉ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો હતો. આ વિડીયોમાં કાપકૂપ કરીને એવું દર્શાવવામાં આવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં અનામતના વિરોધમાં નિવેદન આપી રહ્યા હોય. જોકે વડાપ્રધાન મોદીનો ક્રોપ્ડ વિડીયો વાયરલ કરવાવાળાને અમદાવાદ સાયબર ક્રાઈમે ઝડપીને જેલ હવાલે કરી દીધો છે.

    મળતી માહિતી અનુસાર આરોપીનું નામ મહેન્દ્ર ડોડીયા છે. તેણે અજાણ્યા સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી વડાપ્રધાન મોદીનો મોડીફાઈડ વિડીયો શેર કર્યો હતો. આરોપીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદમાં અનામતને લઈ આપેલ ભાષણ સાથે છેડછાડ કરી એક બનાવટી વિડીયો વાયરલ કર્યો હતો. સાયબર ક્રાઈમે જાહેર કરેલી પ્રેસનોટ અનુસાર આરોપીએ અનામતને લઈ જનતાને ગેરમાર્ગે દોરી અને વાતાવરણને તંગ કરવાના હેતુથી આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વિડીયો વાયરલ થયા બાદ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવતા સાયબર ક્રાઈમે તેને ઝડપીને જેલ હવાલે કરી દીધો છે.

    આમ આદમી પાર્ટીમાંથી માંગી હતી ટિકિટ

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદીનો ક્રોપ્ડ વિડીયો શેર કરનાર આરોપી મહેન્દ્ર ડોડીયા અમદાવાદના ઓઢવનો રહેવાસી છે અને ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલો છે. મહાનગર પાલિકાની ચૂંટણીમાં તેણે દસ્ક્રોઇ વોર્ડને લઈને આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ માંગી હતી. આગામી લોકસભા ચૂંટણીને લઈને પાર્ટીમાંથી ટિકિટ મળે અને સમાજમાં તેનું વર્ચસ્વ ઉભુ થાય તેવા ઇરાદે તેણે પીએમ મોદીની છબી ખરડાય તે હેતુથી વિડીયો સાથે છેડછાડ કરીને તેને વાયરલ કર્યો હતો.

    - Advertisement -

    શું હતી આખી ઘટના?

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજ્યસભાના ભાષણમાંથી આસપાસના સંદર્ભ વગર ક્લિપ ઉઠાવી લઈને સોશિયલ મીડિયા પર શૅર કરીને ભ્રમણા ફેલાવવા બદલ એક ફેસબુક અકાઉન્ટ અને અન્ય એક યુ-ટ્યુબ ચેનલ સામે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી હતી. રાજ્યસભામાં સંબોધન કરતી વખતે PM નરેન્દ્ર મોદીએ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના અનામત વિશેના વિચારો ટાંક્યા હતા. પરંતુ તેને પીએમ મોદી પોતે પોતાના વિચારો તરીકે રજૂ કરતા હોય તે રીતે દર્શાવીને સોશિયલ મીડિયા પર ક્લિપ ફરતી કરવામાં આવી હતી.

    સાયબર ક્રાઇમ પોલીસે IPCની કલમ 153A, 369 અને 505 હેઠળ મહેન્દ્ર વિરુદ્ધ ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે તેનો ફોન પણ જપ્ત કરીને તપાસ અર્થે મોકલી આપ્યો છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં