Monday, May 6, 2024
More
    હોમપેજક્રાઈમગાયોને ઘેરી લઈને મારી નાખવાના ઈરાદે ફેંક્યું એસિડ, વડોદરાની દરગાહ નજીકની ઘટના:...

    ગાયોને ઘેરી લઈને મારી નાખવાના ઈરાદે ફેંક્યું એસિડ, વડોદરાની દરગાહ નજીકની ઘટના: 5 મુસ્લિમ સગીરોની અટકાયત

    આ ઘટના વડોદરાના ગોરવા વિસ્તારની છે. અહીં આવેલી ‘ગોરવા બાપુની દરગાહ’ નજીક મુસ્લિમ સમુદાયના 5 સગીરોએ 2 ગાયોને ઘેરી લીધી હતી અને તેમની ઉપર એસિડ ફેંક્યું હતું.

    - Advertisement -

    વડોદરામાં એક દરગાહ નજીક 2 ગાયો પર એસિડ અટેક થયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે પાંચ સગીરની અટકાયત કરી છે. તમામ મુસ્લિમ સમુદાયના છે. તેમણે ગાયોને ઘેરી લઈને મારી નાખવાના ઈરાદે એસિડ છાંટી દીધું હતું. 

    આ ઘટના વડોદરાના ગોરવા વિસ્તારની છે. અહીં આવેલી ‘ગોરવા બાપુની દરગાહ’ નજીક મુસ્લિમ સમુદાયના 5 સગીરોએ 2 ગાયોને ઘેરી લીધી હતી અને તેમની ઉપર એસિડ ફેંક્યું હતું. રિપોર્ટ અનુસાર, એક ગાય બચી ગઈ છે, જ્યારે બીજીની હાલત ગંભીર છે. 

    મીડિયા રિપોર્ટ વધુ જણાવે છે કે, પાંચેય સગીર પોતાની સાથે એસિડ લઈને આવ્યા હતા. પૂછપરછમાં તેમણે પોલીસને જણાવ્યું હતું કે રસ્તેથી પસાર થતી વખતે તેમણે એક વાહનમાંથી એસિડ કાઢી લીધું હતું અને થોડું રસ્તા પર ઢોળ્યું અને બાકીનું આગળથી ગાય આવતાં તેમની ઉપર ફેંકી દીધું હતું. ગોરવા વિસ્તારમાં આવેલ દરગાહ નજીક ITI ચાર રસ્તા પાસે 2 ફેબ્રુઆરીની રાત્રે લગભગ 8:30 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી.

    - Advertisement -

    અચાનક એસિડ ફેંકાવાના કારણે ગાયો ગભરાઈ ગઈ હતી અને રસ્તા પર આમતેમ ભાગવા માંડી હતી. જેના કારણે આસપાસના લોકોને પણ પછીથી ધ્યાન ગયું. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. 

    ગાયો પર થયેલા એસિડ અટેક પછીથી મામલે સુનિલ લિંબાચિયા નામના વ્યક્તિએ ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે પોલીસે તમામ પાંચ સગીર આરોપીઓ વિરુદ્ધ ગાયોને ઘેરીને મારી નાખવાના ઈરાદે એસિડ ફેંકવા અને હિંદુ ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય કરવા બદલ IPC અને પ્રાણી ક્રૂરતા અધિનિયમની સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પછીથી પોલીસે તમામની અટકાયત પણ કરી લેવામાં આવી હતી.

    પાંચેય સગીર આરોપીઓની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછ બાદ તમામને બાળસુધાર ગૃહમાં મોકલી આપવામાં આવ્યા હતા. હાલ પોલીસે આ મામલે બીજા કોઈની પણ સંડોવણી કે ઉશ્કેરણી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં